રાષ્ટ્રીય

ફેબ્રુવારી 17, 2025 2:10 પી એમ(PM)

views 16

વિશ્વ પર્યાવરણ અને સશક્તિકરણ માટે ફેશનનો અભિગમ અપનાવી રહ્યું છે અને આ સંદર્ભમાં ભારત આગેવાની લઈ શકે છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, વિશ્વ પર્યાવરણ અને સશક્તિકરણ માટે ફેશનનો અભિગમ અપનાવી રહ્યું છે અને આ સંદર્ભમાં ભારત આગેવાની લઈ શકે છે. તેમણે ખાદી અને આદિવાસી કાપડને ટાંકતા જણાવ્યું કે, સાતત્યતા એ ભારતીય કાપડ પરંપરાનો હિસ્સો રહ્યો છે. ગઈ કાલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025...

ફેબ્રુવારી 17, 2025 2:08 પી એમ(PM)

views 17

આગામી નવા મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આજે બેઠક મળશે

દેશનાં નવા મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ત્રણ સભ્યોની પસંદગી સમિતિની બેઠક આજે મળશે. સમિતિમાં શ્રી મોદી ઉપરાંત, લોકસભામાં વિરોધ પક્ષનાં નેતા રાહુલ ગાંધી અને પ્રધાનમંત્રી દ્વારા નોમિનેટ થનારા કેન્દ્રીય મંત્રીનો સમાવેશ થાય છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે કાયદા ...

ફેબ્રુવારી 17, 2025 2:07 પી એમ(PM)

views 24

નવી દિલ્હી અને એનસીઆરમાં આજે સવારે 4 ની તીવ્રતાના ભૂકંપથી દોડધામ

નવી દિલ્હી અને એનસીઆરનાં અનેક ભાગમાં આજે સવારે પાંચ વાગીને 36 મિનિટે 4ની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપ ગણતરીની સેકન્ડ માટે જ અનુભવાયો હતો, પરંતુ તેની તીવ્રતા વધુ હોવાથી લોકો વિચલિત થઈ ગયા હતા. અસરગ્રસ્ત વિસ્તારના લોકોએ તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરીને સલામત સ્થળે આશરો લીધો હતો. ભુકંપનું ...

ફેબ્રુવારી 17, 2025 2:05 પી એમ(PM)

views 21

દેશના 60 સૌથી વ્યસ્ત અને ભીડવાળા રેલવે મથક પર પર્માનેન્ટ હૉલ્ડિંગ એરિયા બનાવાશે

દેશના 60 સૌથી વ્યસ્ત અને ભીડવાળા રેલવે મથક પર પર્માનેન્ટ હૉલ્ડિંગ એરિયા બનાવવામાં આવશે. રેલવે મથક પર વધતી ભીડને નિયંત્રણમાં લેવા માટે ભારતીય રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી દિલ્હી રેલવે મથક પર થયેલી દુર્ઘટના મામલે તપાસ પૂરી થયા બાદ કાર્યવાહી કરાશે એમ પણ ભારતીય રેલવે દ્વારા જણાવાયું છે.

ફેબ્રુવારી 17, 2025 10:11 એ એમ (AM)

views 44

દિલ્હીમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.0 ની તીવ્રતા

આજે સવારે નવી દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ સવારે 5:36 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર દિલ્હી નજીક પાંચ કિલોમીટરની ઊંડાઈએ હોવાનું કહેવાય છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ વધુમાં જણાવ્યું હતું ક...

ફેબ્રુવારી 17, 2025 9:50 એ એમ (AM)

views 16

આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના સૌથી અગ્રેસર : હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાયુસેનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના સૌથી આગળ હોય છે.” ગાંધીનગરના નીલાંબર સભાગૃહ ખાતે વાયુદળ મંડળ ગુજરાત શાખા દ્વારા યોજાયેલા આઠમા વાર્ષિક સ્મારક વ્યાખ્યાયનમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉપરોક્ત બાબત જણાવી હતી. તેમણે ઉમેર્...

ફેબ્રુવારી 16, 2025 8:17 પી એમ(PM)

views 12

રેલવે ડેપ્યુટી પોલીસ કમિશનર કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું કે હાલમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભીડને નિયંત્રિત કરવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે

રેલવે ડેપ્યુટી પોલીસ કમિશનર કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું કે હાલમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભીડને નિયંત્રિત કરવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી મલ્હોત્રાએ કહ્યું કે રેલવે પોલીસ દળ અને દિલ્હી પોલીસે સંયુક્ત વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું કે એક્ઝિટ પોઈન્ટ અને ફૂટઓવર બ્રિજ બંને પર વ્યવસ્થા કરવ...

ફેબ્રુવારી 16, 2025 8:12 પી એમ(PM)

views 10

દિલ્હીના ઉપરાજ્યપાલના કાર્યાલયે યમુના નદીની સફાઈ કાર્ય શરૂ થયાની માહિતી આપી છે

દિલ્હીના ઉપરાજ્યપાલના કાર્યાલયે યમુના નદીની સફાઈ કાર્ય શરૂ થયાની માહિતી આપી છે. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા, કાર્યાલયે માહિતી આપી કે કચરો ઉપાડવાના સ્કીમર્સ, નીંદણ દૂર કરનારા અને ડ્રેજ યુટિલિટી ક્રાફ્ટ દ્વારા યમુનાને સાફ કરવાની ઝુંબેશ શરૂ કરાઇ છે. કાર્યાલયે જણાવ્યું હતું કે ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સે...

ફેબ્રુવારી 16, 2025 8:11 પી એમ(PM)

views 8

અમેરિકાથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનું બીજું એક વિમાન આજે રાત્રે અમૃતસરના શ્રી ગુરુ રામદાસ જી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરાણ કરે તેવી શક્યતા છે

અમેરિકાથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનું બીજું એક વિમાન આજે રાત્રે અમૃતસરના શ્રી ગુરુ રામદાસ જી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરાણ કરે તેવી શક્યતા છે. સત્તાવાર સૂત્રો અનુસાર વિમાનમાં એક હજારથી વધુ લોકો હોય શકે છે. જેમાંથી આશરે 30 લોકો પંજાબ ઉપરાંત હરિયાણા અને કેટલાક અન્ય રાજ્યોના હોવાનું કહેવાય છે. 2...

ફેબ્રુવારી 16, 2025 8:10 પી એમ(PM)

views 7

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી. શ્રી ગડકરીએ વ્યવસ્થાઓની પ્રશંસા કરતાં જણાવ્યું કે પ્રશાસને કઠિન કાર્યને સહજતાથી પાર પાડ્યું છે. પોલીસ અને અન્ય કર્મચારીઓએ સાથે મળીને આ આયોજનને સફળ બનાવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.