રાષ્ટ્રીય

ફેબ્રુવારી 1, 2025 8:14 પી એમ(PM) ફેબ્રુવારી 1, 2025 8:14 પી એમ(PM)

views 7

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં શ્રેણીબદ્ધ જાહેર રેલીઓને સંબોધતા, ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહે આમઆદમી પાર્ટીના નેતા પર આરોપ લગાવ્યો કે તેઓ અણ્ણા હજારે આંદોલન દરમિયાન દિલ્હીના લોકોને ખોટું બોલ્યા હતા અને કહ્યું હતું કે તેઓ રાજક...

ફેબ્રુવારી 1, 2025 8:13 પી એમ(PM) ફેબ્રુવારી 1, 2025 8:13 પી એમ(PM)

views 3

વિપક્ષના કેટલાક નેતાઓએ બજેટની ટીકા કરીને કહ્યું કે આ અંદાજપત્રમાં મધ્યમ વર્ગ અને યુવાઓ માટે કોઈ જાહેરાત નથી થઈ

વિપક્ષના કેટલાક નેતાઓએ બજેટની ટીકા કરીને કહ્યું કે આ અંદાજપત્રમાં મધ્યમ વર્ગ અને યુવાઓ માટે કોઈ જાહેરાત નથી થઈ. મીડિયા સાથે વાત કરતાં કોંગ્રેસના સાંસદ શશી થરૂરે તેમની પ્રતિક્રિયા આપી..

ફેબ્રુવારી 1, 2025 8:11 પી એમ(PM) ફેબ્રુવારી 1, 2025 8:11 પી એમ(PM)

views 3

મહિલા સશક્તિકરણ માટે મહત્વની પહેલ કરતાં તેમણે જણાવ્યું કે, આગામી પાંચ વર્ષ માટે પ્રથમ વખતના ઉદ્યોગસાહસિક, અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓને 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન આપવામાં આવશે

મહિલા સશક્તિકરણ માટે મહત્વની પહેલ કરતાં તેમણે જણાવ્યું કે, આગામી પાંચ વર્ષ માટે પ્રથમ વખતના ઉદ્યોગસાહસિક, અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓને 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આ...

ફેબ્રુવારી 1, 2025 8:10 પી એમ(PM) ફેબ્રુવારી 1, 2025 8:10 પી એમ(PM)

views 2

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે એનડીએ સરકારની ત્રીજી મુદતનું પ્રથમ સંપૂર્ણ અંદાજપત્ર રજૂ કર્યું હતું

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે એનડીએ સરકારની ત્રીજી મુદતનું પ્રથમ સંપૂર્ણ અંદાજપત્ર રજૂ કર્યું હતું. અંદાજપત્રમાં ખાસ કરીને મધ્યમ અને પગારદાર વર્ગ, કૃષિ, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના એકમો તથા એકંદર અર્થતંત્રનાં વિકાસ માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. લોકસભામાં અંદાજપત્ર રજૂ કરતા નાણા ...

ફેબ્રુવારી 1, 2025 8:02 પી એમ(PM) ફેબ્રુવારી 1, 2025 8:02 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે પુસ્તકો વાંચવા એ માત્ર શોખ જ નહીં પણ પરિવર્તનશીલ અનુભવ છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે પુસ્તકો વાંચવા એ માત્ર શોખ જ નહીં પણ પરિવર્તનશીલ અનુભવ છે. આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળો 2025નું ઉદ્ઘાટન કરતા સુશ્રી મુર્મુએ આ મુજબ જણાવ્યું. તેમણે બાળકો માટે પુસ્તકોના નિર્માણ અને પ્રકાશનને વિશેષ મહત્વ આપવા પર ભાર મૂક્યો હતો. ત...

ફેબ્રુવારી 1, 2025 7:59 પી એમ(PM) ફેબ્રુવારી 1, 2025 7:59 પી એમ(PM)

views 4

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. શ્રી ધનખડે તેમનાં પરિવાર અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે બડે હનુમાન મંદિર ખાતે પુજા કરી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં, શ્રી ધનખડે કુંભ મેળામાં કરવામાં આવેલી ઉત્તમ વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.

ફેબ્રુવારી 1, 2025 7:57 પી એમ(PM) ફેબ્રુવારી 1, 2025 7:57 પી એમ(PM)

views 3

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય અંદાજપત્રને આવકારતા જણાવ્યું કે આ અંદાજપત્ર વિકસિત ભારતના નિર્માણની દિશામાં સરકારના દ્રષ્ટિકોણનો ઢાંચો છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય અંદાજપત્રને આવકારતા જણાવ્યું કે આ અંદાજપત્ર વિકસિત ભારતના નિર્માણની દિશામાં સરકારના દ્રષ્ટિકોણનો ઢાંચો છે. શ્રી શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે અંદાજપત્રમાં ખેડૂતો, ગરીબો, મધ્યમ વર્ગથી લઈને સ્ટાર્ટ-અપ્સ, નવીનતા અને રોકાણ સુધીના દરેક ક્ષેત્રને આવરી લેવા...

ફેબ્રુવારી 1, 2025 7:55 પી એમ(PM) ફેબ્રુવારી 1, 2025 7:55 પી એમ(PM)

views 3

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC)ની વધારાની પ્રવૃત્તિઓને આકર્ષવા અને પ્રોત્સાહન આપવા અનેક પ્રોત્સાહનનોની જાહેરાત કરી છે

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC)ની વધારાની પ્રવૃત્તિઓને આકર્ષવા અને પ્રોત્સાહન આપવા અનેક પ્રોત્સાહનનોની જાહેરાત કરી છે, જેનો સૌથી વધુ લાભ ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં આવેલા IFSCને થશે. IFSC માં રિટેલ સ્કીમ અને એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ-ETFને નિર્દિ...

ફેબ્રુવારી 1, 2025 7:58 પી એમ(PM) ફેબ્રુવારી 1, 2025 7:58 પી એમ(PM)

views 5

બજેટ રજૂ થયા બાદ લોકસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી

બજેટ રજૂ થયા બાદ લોકસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. ગૃહની કાર્યવાહીની શરૂઆતમાં મહાકુંભની ઘટના અંગે વિરોધ કરી રહેલા કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને ડીએમકે સહિત કેટલાક વિપક્ષી સાંસદોએ ટૂંકા સમય માટે વોકઆઉટ કર્યું હતું. નાણાંમંત્રી દ્વારા રાજ્યસભામાં બજેટની પ્રતિ રજૂ કરાયા બાદ ગૃહની ક...

ફેબ્રુવારી 1, 2025 7:52 પી એમ(PM) ફેબ્રુવારી 1, 2025 7:52 પી એમ(PM)

views 3

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અંદાજપત્રમાં પગારદાર વર્ગ, કૃષિ, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના એકમો માટે અનેક જાહેરાતો કરી

અંદાજપત્રમાં કૃષિ ક્ષેત્ર માટે અનેક મહત્વની મહત્વની જાહેરાતો કરી છે. તેમણે કપાસ ઉત્પાદકતા રાષ્ટ્રીય મિશન, બિહારમાં મખાના બોર્ડ રચવાની અને કઠોળ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવા છ વર્ષનાં મિશનની પણ જાહેરાત કરી. આ ઉપરાંત, ઓછી ઉપજ ધરાવતા દેશનાં 100 જિલ્લામાં પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના શરૂ કરવામાં આવશે....

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.