રાષ્ટ્રીય

માર્ચ 6, 2025 9:29 એ એમ (AM) માર્ચ 6, 2025 9:29 એ એમ (AM)

views 3

પંજાબના અમૃતસરનાં જંડિયાલાના એક ગામમાંથી પોલીસે 23 કિલો હેરોઈન જપ્ત કર્યું.

પંજાબના અમૃતસરનાં જંડિયાલાના એક ગામમાંથી પોલીસે 23 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. પોલીસ ઉપ મહાનિરીક્ષક સતિન્દર સિંહે જણાવ્યું કે, અગાઉથી મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને 23 જેટલા હેરોઇનનાં પેકેટ મળી આવ્યા હતા.તેમણે વધુમાં જણાવ્યું કે, પોલીસે આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરી છે.

માર્ચ 6, 2025 9:24 એ એમ (AM) માર્ચ 6, 2025 9:24 એ એમ (AM)

views 3

ઉત્તર પ્રદેશના કોશાંબી જીલ્લામાંથી પોલીસે એક આતંકવાદીને ઝડપી પાડ્યો છે.

ઉત્તર પ્રદેશના કોશાંબી જીલ્લામાંથી પોલીસે એક આતંકવાદીને ઝડપી પાડ્યો છે.ઉત્તર પ્રદેશ S.T.F.અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આતંકવાદીને ઝડપી પાડીને તેની પાસેથી વિસ્ફોટકો અને શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યાં છે. આતંકવાદીના તાર I.S.I.અને અન્ય આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

માર્ચ 6, 2025 9:21 એ એમ (AM) માર્ચ 6, 2025 9:21 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના હરસિલમાં જાહેર સભાને સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડની મુલાકાત લેશે. તેઓ મુખવામાં મા ગંગાની પૂજા અને દર્શન કરશે. શ્રી મોદી એક ટ્રેક અને બાઇક રેલીને લીલી ઝંડી આપશે અને હરસિલમાં એક જાહેર કાર્યક્રમમાં સભાને સંબોધિત કરશે.ઉત્તરાખંડ સરકારે આ વર્ષે શિયાળુ પ્રવાસન કાર્યક્રમ શરૂ કર્યો છે. હજારો શ્રદ્ધાળુઓ ગંગોત્રી, યમુન...

માર્ચ 6, 2025 9:19 એ એમ (AM) માર્ચ 6, 2025 9:19 એ એમ (AM)

views 5

વિદેશ મંત્રી ડૉ. જયશંકરે જણાવ્યું કે, અમેરિકાની વિદેશ નીતિમાં પરિવર્તન અપેક્ષિત-જે ભારતના હિતોને અનુરૂપ છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળનું USનું વહીવટીતંત્ર બહુધ્રુવીયતા તરફ આગળ વધી રહ્યું છે, જે ભારતના હિતોને અનુરૂપ છે.ડૉ. જયશંકરે કહ્યું, શ્રી ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકાની વિદેશ નીતિમાં પરિવર્તન અપેક્ષિત હતું અને તે ઘણી રીતે ભારતને અનુકૂળ છે. વિદેશ મંત...

માર્ચ 5, 2025 7:47 પી એમ(PM) માર્ચ 5, 2025 7:47 પી એમ(PM)

views 11

સરકારે રોકાણમાં નાગરીકો, અર્થતંત્ર, ઉદ્યોગ, નવીનતા તેમજ માળખાગત સુવિધાઓને પ્રાથમિકતા આપી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકારે રોકાણમાં લોકો, અર્થતંત્ર અને નવીનતા તેમજ માળખાગત સુવિધાઓ અને ઉદ્યોગને પ્રાથમિકતા આપી છે. રોજગાર અંગેનાં બજેટ પછીના વેબિનારને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે લોકોમાં રોકાણ કરવાનો ધ્યેય ત્રણ સ્તંભો શિક્ષણ, કૌશલ્ય અને આરોગ્ય સંભાળ પર આધારિત છે તેમણે કહ્યું ક...

માર્ચ 5, 2025 7:37 પી એમ(PM) માર્ચ 5, 2025 7:37 પી એમ(PM)

views 5

કેન્દ્ર સરકારે સોનપ્રયાગથી કેદારનાથ રોપવેના વિકાસને મંજૂરી આપી

કેન્દ્ર સરકારે ૧૨.૯ કિલોમીટર લાંબા સોનપ્રયાગથી કેદારનાથ રોપવેના વિકાસને મંજૂરી આપી છે, આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ચાર હજાર કરોડ રૂપિયાથી વધુ થશે. તેમણે કહ્યું કે આ રોપવેથી યાત્રાળુઓનો મુસાફરીનો સમય 8 થી 9 ...

માર્ચ 5, 2025 7:35 પી એમ(PM) માર્ચ 5, 2025 7:35 પી એમ(PM)

views 2

IRFC ને નવરત્નનો દરજ્જો કંપનીની નાણાકીય શક્તિ અને રેલ્વે માળખાગત સુવિધાઓને ટેકો આપવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે

ભારતીય રેલ્વે નાણાકીય કોર્પોરેશન-IRFCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મનોજ કુમાર દુબેએ જણાવ્યું છે કે IRFC ને નવરત્નનો દરજ્જો કંપનીની નાણાકીય શક્તિ અને રેલ્વે માળખાગત સુવિધાઓને ટેકો આપવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી દુબેએ જણાવ્યું હતું કે ભારત અમૃત કાળમા...

માર્ચ 5, 2025 7:27 પી એમ(PM) માર્ચ 5, 2025 7:27 પી એમ(PM)

views 4

નીતિ આયોગે નવી દિલ્હીમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગના ઝડપી વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા પર તેની અસરો અંગે વ્યૂહાત્મક પેપર બહાર પાડ્યું

નીતિ આયોગે આજે નવી દિલ્હીમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગના ઝડપી વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા પર તેની અસરો અંગે વ્યૂહાત્મક પેપર બહાર પાડ્યું. પત્ર બહાર પાડતા, નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે દેશની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે ઉભરતી ટેકનોલોજીઓને સક્રિયપણે અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું...

માર્ચ 5, 2025 7:26 પી એમ(PM) માર્ચ 5, 2025 7:26 પી એમ(PM)

views 5

નવીનતા, સમાવેશકતા, ટકાઉ વિકાસ એ ભારતનો મુખ્ય મંત્ર છે :સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા

સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે નવીનતા, સમાવેશકતા, ટકાઉ વિકાસ એ ભારતનો મુખ્ય મંત્ર છે. સ્પેનના બાર્સેલોનામાં મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસને સંબોધતા, શ્રી સિંધિયાએ દેશના દરેક નાગરિકની સેવા કરવામાં આધાર અને ભારતનેટની સફળતાનો ઉલ્લેખ કર્યો. મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2025 દરમિયાન, શ્રી સિ...

માર્ચ 5, 2025 7:24 પી એમ(PM) માર્ચ 5, 2025 7:24 પી એમ(PM)

views 2

દિલ્હીના સિંચાઈ અને પૂર નિયંત્રણ મંત્રી પરવેશ સાહિબ સિંહે રાષ્ટ્રીય રાજધાનીમાં યમુના નદીનું નિરીક્ષણ કર્યું

દિલ્હીના સિંચાઈ અને પૂર નિયંત્રણ મંત્રી પરવેશ સાહિબ સિંહે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં યમુના નદીનું નિરીક્ષણ કર્યું. નદીનું નિરીક્ષણ કર્યા પછી, તેમણે કહ્યું કે છેલ્લા 10 દિવસમાં નદીમાંથી તેરસો ટન કચરો દૂર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સરકાર યુમના નદીમાં ફેરી સેવાઓ શરૂ કરશે. જેના માટે સરકાર એક સમજૂતી...