રાષ્ટ્રીય

માર્ચ 6, 2025 7:52 પી એમ(PM) માર્ચ 6, 2025 7:52 પી એમ(PM)

views 2

શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સ્વસ્થ અને તંદુરસ્ત ભારતના નિર્માણમાં પ્રોત્સાહન આપતી આરોગ્યસંભાળના મહત્વ પર ભાર મૂક્યો છે.

શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સ્વસ્થ અને તંદુરસ્ત ભારતના નિર્માણમાં પ્રોત્સાહન આપતી આરોગ્યસંભાળના મહત્વ પર ભાર મૂક્યો છે. ડૉ. માંડવિયાએ હરિયાણાના ફરીદાબાદમાં આરોગ્ય પડકારો અને સ્વસ્થ જીવનશૈલી પર આયોજિત સેમિનારને સંબોધન કરતી વખતે આ વાત કહી હતી. શ્રી માંડવિયાએ આરોગ્યસંભાળના મુખ્ય ઘટકો તરી...

માર્ચ 6, 2025 7:49 પી એમ(PM) માર્ચ 6, 2025 7:49 પી એમ(PM)

views 4

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવા નાગરિકોએ અસ્પૃશ્યતા, ભેદભાવ અને અસમાનતાઓથી મુક્ત થવું પડશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવા માટે નાગરિકોને અસ્પૃશ્યતા, જાતિ આધારિત ભેદભાવ અને અસમાનતાઓથી મુક્ત થવું પડશે. નવી દિલ્હીમાં લોકમાતા અહલ્યાબાઈ હોલકર મહિલા સન્માનને સંબોધતા શ્રી ગડકરીએ કહ્યું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમાનતા પર આધારિત...

માર્ચ 6, 2025 7:46 પી એમ(PM) માર્ચ 6, 2025 7:46 પી એમ(PM)

views 4

વિશ્વ ખાધ્ય કાર્યક્રમ -ડબ્લ્યુ. એફ. પી. એ બાંગ્લાદેશને જણાવ્યું છે કે ભંડોળ સંકટને કારણે, સંયુક્ત રાષ્ટ્ર આગામી એપ્રિલથી બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થીઓ માટે માસિક ખાદ્ય સહાય 12.50 ડોલરથી ઘટાડીને 6 ડોલર કરી રહ્યું છે.

વિશ્વ ખાધ્ય કાર્યક્રમ -ડબ્લ્યુ. એફ. પી. એ બાંગ્લાદેશને જણાવ્યું છે કે ભંડોળ સંકટને કારણે, સંયુક્ત રાષ્ટ્ર આગામી એપ્રિલથી બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થીઓ માટે માસિક ખાદ્ય સહાય 12.50 ડોલરથી ઘટાડીને 6 ડોલર કરી રહ્યું છે. બાંગ્લાદેશમાં શરણાર્થી શિબિરોની દેખરેખ રાખતા ટોચના અધિકારી મોહમ્મદ મિઝાનુર રહેમા...

માર્ચ 6, 2025 2:20 પી એમ(PM) માર્ચ 6, 2025 2:20 પી એમ(PM)

views 3

પ્રવાસનને વેગ મળતાં આ દાયકો ઉત્તરાખંડનો હશે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના ઉત્તરાખંડના પ્રવાસે છે. મુખવામાં એક જનસભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, “આ દાયકો ઉત્તરાખંડનો દાયકો હશે.” શ્રી મોદીએ ઉત્તરાખંડ સરકારના 365 દિવસના વિઝનની પ્રશંસા કરતા કહ્યું, આના કારણે આખું વર્ષ રાજ્યને પ્રવાસનથી રોજગારી મળશે. શ્રી મોદીએ ઉદ્યોગ ક્ષેત્રના લોકોને,...

માર્ચ 6, 2025 2:19 પી એમ(PM) માર્ચ 6, 2025 2:19 પી એમ(PM)

views 6

જમ્મુ અને કાશ્મીર મંત્રીમંડળે નવા વેપાર નિયમોને મંજૂરી આપી

જમ્મુ અને કાશ્મીરમાં, ઓમર અબ્દુલ્લા સરકારની રચનાના લગભગ સાડા ચાર મહિના પછી, મંત્રીમંડળે ગઇકાલે જમ્મુ અને કાશ્મીર માટે વેપાર નિયમોને મંજૂરી આપી હતી, જે હવે ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાને મંજૂરી માટે મોકલવામાં આવશે. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ, સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા નિયમોને અંતિમ સ્વર...

માર્ચ 6, 2025 2:15 પી એમ(PM) માર્ચ 6, 2025 2:15 પી એમ(PM)

views 3

રાજસ્થાન અને પંજાબમાં થયેલા અકસ્માતમાં નવ લોકોના મોત

રાજસ્થાન અને પંજાબમાં અલગ અલગ અકસ્માતમાં નવ લોકોના મોત નિપજ્યા છે. આજે સવારે સિરોહી જિલ્લાના આબુ રોડ સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પર કિવરલી નજીક એક માર્ગ અકસ્માતમાં જાલોરના એક પરિવારના છ સભ્યોના મોત થયા. એક મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને સિરોહીની હોસ્પિટલમાં રિફર કરવામાં આ...

માર્ચ 6, 2025 9:41 એ એમ (AM) માર્ચ 6, 2025 9:41 એ એમ (AM)

views 3

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ, IDFના 24મા ચીફ તરીકે ઇયાલ ઝમીરે કાર્યભાર સંભાળ્યો.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ, IDFના 24મા ચીફ તરીકે ઇયાલ ઝમીરે કાર્યભાર સંભાળ્યો છે. પદભાર સંભાળતાની સાથે જ તેમણે ચેતવણી આપી કે, ઇઝરાયલનો તમામ મોર્ચે સંઘર્ષ યથાવત રહેશે અને તેમણે તેના દુશ્મનો પર આક્રમક રીતે પ્રહાર કરવાની ઇચ્છા જાહેર કરી હતી.ગત 16 ફેબ્રુઆરીના રોજ સરકારે તેમની નિમણૂંકને મંજૂરી આપ્યા બાદ તેલ અવ...

માર્ચ 6, 2025 9:39 એ એમ (AM) માર્ચ 6, 2025 9:39 એ એમ (AM)

views 6

પાકિસ્તાનમાં અશાંત બલુચિસ્તાન પ્રાંતના એક બજારમાં થયેલા વિસ્ફોટમાં ચાર લોકો માર્યા ગયા.

પાકિસ્તાનમાં, ગઈકાલે અશાંત બલુચિસ્તાન પ્રાંતના એક બજારમાં થયેલા વિસ્ફોટમાં ચાર લોકો માર્યા ગયા હતા અને પાંચ ઘાયલ થયા હતા.પોલીસે જણાવ્યું કે, ખુઝદારના નાલ બજારમાં પાર્ક કરેલી મોટરબાઈકમાં IED બ્લાસ્ટ કરાયો હતો. નાલ પોલીસે પત્રકારોને જણાવ્યું કે, ઘાયલોમાંથી એકની હાલત ગંભીર છે.વિસ્ફોટમાં કેટલાક વાહનો પણ...

માર્ચ 6, 2025 9:32 એ એમ (AM) માર્ચ 6, 2025 9:32 એ એમ (AM)

views 4

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 24.4 ટકાથી બમણું થઈને 48.8 ટકા થયું.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 24.4 ટકાથી બમણું થઈને 48.8 ટકા થયું છે.લોકોમાં રોકાણ' થીમ પર બજેટ પછીના વેબિનારને સંબોધતા, મંત્રીએ ભાર મૂક્યો કે, રાષ્ટ્રની સૌથી મોટી સંપત્તિ તેના લોકો છે. તેમણે ઉમેર્યું કે, દસ નવી કર્મચારી રાજ્ય વીમા નિ...

માર્ચ 6, 2025 9:29 એ એમ (AM) માર્ચ 6, 2025 9:29 એ એમ (AM)

views 3

પંજાબના અમૃતસરનાં જંડિયાલાના એક ગામમાંથી પોલીસે 23 કિલો હેરોઈન જપ્ત કર્યું.

પંજાબના અમૃતસરનાં જંડિયાલાના એક ગામમાંથી પોલીસે 23 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. પોલીસ ઉપ મહાનિરીક્ષક સતિન્દર સિંહે જણાવ્યું કે, અગાઉથી મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને 23 જેટલા હેરોઇનનાં પેકેટ મળી આવ્યા હતા.તેમણે વધુમાં જણાવ્યું કે, પોલીસે આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરી છે.