હવામાન

ઓક્ટોબર 26, 2025 7:41 પી એમ(PM)

views 151

હવામાન વિભાગે કહ્યું કે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર બનેલું દબાણ આવતીકાલ સુધીમાં વાવાઝોડું “મોન્થા” તીવ્ર બનવાની સંભાવના.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર બનેલું દબાણ આવતીકાલ સુધીમાં ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની સંભાવના છે. વાવાઝોડું “મોન્થા” ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને મંગળવાર સુધીમાં તીવ્ર વાવાઝોડાંમાં ફેરવાઈ જવાની સંભાવના છે. દરમિયાન, આંધ્રપ્રદેશ અને પુડુચેરીએ વાવાઝોડું “મોન્થા”ને...

ઓક્ટોબર 26, 2025 7:15 પી એમ(PM)

views 37

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી ભારે વરસાદની આગાહી-આજે 82 તાલુકામાં વરસાદ

હવામાન વિભાગ દ્વારા આજથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. આવતીકાલે અમરેલી ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ...

ઓક્ટોબર 26, 2025 2:51 પી એમ(PM)

views 45

અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને પોરબંદર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગ...

ઓક્ટોબર 26, 2025 9:43 એ એમ (AM)

views 85

રાજ્યમાં 56 તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ નવસારીમાં છ ઇંચ જેટલો ધોધમાર વરસાદ

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. દિવાળીના તહેવારો પૂર્ણ થતાં થતાં જ રાજ્યના કેટલાંક સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે.ગઇકાલે સવારના છ વાગ્યાથી આજે મળસ્કે સવારના ચાર વાગ્યા સુધીમાં 56 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીમાં છ ઇંચ કરતાં વધુ , વલસાડના ઉમરગામમાં અને ગીર સોમનાથના સૂત્રાપાડામાં ત્રણ...

ઓક્ટોબર 25, 2025 6:57 પી એમ(PM)

views 66

રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસો માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારે વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે 26 ઓક્ટોબરે ભાવનગર, બોટાદ, અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદને ...

ઓક્ટોબર 25, 2025 3:07 પી એમ(PM)

views 52

હવામાન વિભાગે આવતીકાલે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું

હવામાન વિભાગે આવતીકાલે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જયારે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યકત કરી છે. ગીર સોમનાથના અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા વેરાવળમાં હાલ વરસાદ થઈ રહ્યો છે. અને વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને...

ઓક્ટોબર 24, 2025 10:22 એ એમ (AM)

views 36

આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

આગામી 6 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 અને 26 ઓક્ટોબરે ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના નિયામક ડૉ. એ કે દાસે જણાવ્યું, આવતીકાલે સૌરાષ...

ઓક્ટોબર 23, 2025 10:59 એ એમ (AM)

views 129

આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતનાં ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે બે દિવસ બાદ આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની આગાહી હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. દરમિયાન ગઇકાલે નવસ...

ઓક્ટોબર 22, 2025 2:21 પી એમ(PM)

views 26

બંગાળની ખાડી પર રચાયેલા લો પ્રેશર ક્ષેત્રનું ડિપ્રેશનમાં રૂપાંતર થવાની સંભાવના

હવામાન વિભાગે જણાવ્યું, બંગાળની ખાડી પર રચાયેલા લો પ્રેશર ક્ષેત્રનું ડિપ્રેશનમાં રૂપાંતર થવાની સંભાવના છે. તમિલનાડુ, પુડુચેરી અને ઉત્તર આંધ્રપ્રદેશ માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તમિલનાડુમાં, ભારે વરસાદને કારણે ચેન્નાઈ, ચેંગલપટ્ટુ અને કાંચીપુરમની શાળાઓમાં રજા જાહેર કરાઇ છે.

ઓક્ટોબર 21, 2025 7:04 પી એમ(PM)

views 50

આગામી સાત દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

હવામાન ખાતાએ આજથી સાત દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 25 તારીખથી દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની તીવ્રતા વધી શકે છે તેમ હવામાન ખાતાના નિયામક ડ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.