આંતરરાષ્ટ્રીય

ડિસેમ્બર 4, 2024 11:49 એ એમ (AM) ડિસેમ્બર 4, 2024 11:49 એ એમ (AM)

views 5

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે તમામ પક્ષોનાં ધારાસભ્યોનાં પ્રચંડ વિરોધ અને રાષ્ટ્રીય ધારાસભાએ કરેલા મતદાનને પગલે દેશમાંથી ઇમરજન્સી માર્શલ લૉ હટાવવાની જાહેરાત કરી

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે તમામ પક્ષોનાં ધારાસભ્યોનાં પ્રચંડ વિરોધ અને રાષ્ટ્રીય ધારાસભાએ કરેલા મતદાનને પગલે દેશમાંથી ઇમરજન્સી માર્શલ લૉ હટાવવાની જાહેરાત કરી છે. આશ્ચર્યજનક રીતે કટોકટીની જાહેરાતનાં લગભગ છ કલાક પછી યુન સુકનાં મંત્રીમંડળે માર્શલ લોને સમાપ્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હ...

ડિસેમ્બર 4, 2024 11:44 એ એમ (AM) ડિસેમ્બર 4, 2024 11:44 એ એમ (AM)

views 8

કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી, ભૂપેન્દ્ર યાદવે જમીનનું ધોવાણ અને બળજબરીથી થતાં સ્થળાંતર પર તેની અસરની સમસ્યા હલ કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો

કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી, ભૂપેન્દ્ર યાદવે જમીનનું ધોવાણ અને બળજબરીથી થતાં સ્થળાંતર પર તેની અસરની સમસ્યા હલ કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેઓ સાઉદીની રાજધાની રિયાધમાં યુએન કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન (UNCCD) CoP16 ખાતે સ્થળાંતર અંગે મંત્રી સ્તરીય ...

નવેમ્બર 30, 2024 3:47 પી એમ(PM) નવેમ્બર 30, 2024 3:47 પી એમ(PM)

views 6

નાઈજીરીયામાં નાઈજર નદીના કિનારે ગઈ કાલે નૌકા પલટી જતાં 27 લોકોનાં મોત

નાઈજીરીયામાં નાઈજર નદીના કિનારે ગઈ કાલે નૌકા પલટી જતાં 27 લોકોનાં મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં 100થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર નૌકામાં લગભગ 200 મુસાફરો સવાર હતા. બચાવ ટૂકડીએ 27 મૃતદેહો બહાર કાઢ્યા છે.

નવેમ્બર 29, 2024 9:27 એ એમ (AM) નવેમ્બર 29, 2024 9:27 એ એમ (AM)

views 10

ભારતે ઝામ્બિયાની આરોગ્યસંભાળ પ્રણાલીને સહાય આપવા માટે તબીબી ઉપકરણોનો પુરવઠો ઉપલબ્ધ કરીને ઝામ્બિયા સાથેની ભાગીદારીને મજબૂત બનાવી છે

ભારતે ઝામ્બિયાની આરોગ્યસંભાળ પ્રણાલીને સહાય આપવા માટે તબીબી ઉપકરણોનો પુરવઠો ઉપલબ્ધ કરીને ઝામ્બિયા સાથેની ભાગીદારીને મજબૂત બનાવી છે. ગઈકાલે મુંબઈથી તબીબી પુરવઠો રવાના કરવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે કે, હોસ્પિટલના બેડ, ઓપરેશન થિયેટર ટેબલ, એનેસ્થેસિયા મશીનો અને અન...

નવેમ્બર 29, 2024 9:27 એ એમ (AM) નવેમ્બર 29, 2024 9:27 એ એમ (AM)

views 6

ભારત અને બોસ્નિયા અને હર્ઝેગોવિનાએ ગઈકાલે સારાજેવોમાં 4થી વિદેશ પરામર્શ મુલાકાત – FOC યોજી હતી

ભારત અને બોસ્નિયા અને હર્ઝેગોવિનાએ ગઈકાલે સારાજેવોમાં 4થી વિદેશ પરામર્શ મુલાકાત - FOC યોજી હતી. વિદેશ મંત્રાલય એ કહ્યું કે બંને દેશોએ આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની વ્યાપક સમીક્ષા કરી હતી. રાજકીય સંબંધો, વેપાર અને રોકાણ, વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં સહકાર, સાંસ્કૃતિ...

નવેમ્બર 28, 2024 10:26 એ એમ (AM) નવેમ્બર 28, 2024 10:26 એ એમ (AM)

views 4

ઑમાનના મસ્કતમાં 2024 પુરુષ જૂનિયર એશિયા કપ હૉકીમાં ગઈકાલે ભારતીય જૂનિયર પુરુષ હૉકી ટીમે પોતાની પેહલી મેચમાં થાઈલેન્ડને 11 શૂન્યથી હરાવ્યું

ઑમાનના મસ્કતમાં 2024 પુરુષ જૂનિયર એશિયા કપ હૉકીમાં ગઈકાલે ભારતીય જૂનિયર પુરુષ હૉકી ટીમે પોતાની પેહલી મેચમાં થાઈલેન્ડને 11 શૂન્યથી હરાવ્યું છે. અરજીતસિંહ હુન્દલે બીજી અને 24મી મિનિટમાં 2 ગૉલ કર્યા. ભારત તરફથી અરજીત સિંહ હુન્દલ, સૌરભ આનંદ કુશવાહા અને ગુરજોત સિંહે 2-2 ગૉલ કર્યા હતા. જ્યારે અર્શદીપ સિંહ...

નવેમ્બર 28, 2024 9:18 એ એમ (AM) નવેમ્બર 28, 2024 9:18 એ એમ (AM)

views 3

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ફ્રાન્સ અને એશિયા-પ્રશાંત ભાગીદારોને ખાસ કરીને ત્રણ ક્ષેત્રમાં સહયોગ વધારવાની અપીલ કરી

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ફ્રાન્સ અને એશિયા-પ્રશાંત ભાગીદારોને ખાસ કરીને ત્રણ ક્ષેત્રમાં સહયોગ વધારવાની અપીલ કરી છે. આમાં દ્વિપક્ષીય સમજૂતી અને બહુપક્ષી મંચના માધ્યમથી વ્યાપારી સંબંધોને વધારવા, આબોહવા પરિવર્તનના પડકારને પહોંચી વળવા માટે ટેક્નિકલ સહયોગને મજબૂત કરવા અને સાંસ્કૃતિ...

નવેમ્બર 27, 2024 2:29 પી એમ(PM) નવેમ્બર 27, 2024 2:29 પી એમ(PM)

views 14

પાકિસ્તાનના સુરક્ષા દળોએ ઇસ્લામાબાદમાં ડી-ચોકની આસપાસના વિસ્તારોમાંથી ઇમરાનખાનના સેંકડો ટેકેદારોની ધરપકડ કરી

પાકિસ્તાનના સુરક્ષા દળોએ ઇસ્લામાબાદમાં ડી-ચોકની આસપાસના વિસ્તારોમાંથી ઇમરાનખાનના સેંકડો ટેકેદારોની ધરપકડ કરી હતી જેલમાં બંધ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનના સમર્થકો ઇસ્લામાબાદના ડી-ચોકમાં એકત્રિત થયા હતા અને ઇમરાનખાનની મુક્તિની માંગણી કરી રહ્યાં હતા. ગત મધ્યરાત્રિએ પોલીસે આ તમામ પ્રદર્શનકારીઓને હટા...

નવેમ્બર 27, 2024 2:25 પી એમ(PM) નવેમ્બર 27, 2024 2:25 પી એમ(PM)

views 4

ઇઝરાયેલ સરકારે લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ કરારને મંજૂરી મળ્યા બાદ આજથી તેનો અમલ શરૂ થઇ ગયો

ઇઝરાયેલ સરકારે લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ કરારને મંજૂરી મળ્યા બાદ આજથી તેનો અમલ શરૂ થઇ ગયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે ગઈકાલે રાત્રે આ જાહેરાત કરી હતી અને ફ્રાન્સની મધ્યસ્થથી થયેલી આ સમજૂતીથી યુદ્ધ અટકે તેવી શક્યતા છે. આ યુદ્ધમાં લેબનોનમાં અંદાજે ત્રણ હજાર આઠ...

નવેમ્બર 26, 2024 3:49 પી એમ(PM) નવેમ્બર 26, 2024 3:49 પી એમ(PM)

views 7

અમેરિકાના પદનામિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી આયાત પર 25 ટકા અને ચીનથી આયાત પર 10 ટકા કર લાદવાનો નિર્ણય કર્યો

અમેરિકાના પદનામિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી આયાત પર 25 ટકા અને ચીનથી આયાત પર 10 ટકા કર લાદવાનો નિર્ણય કર્યો છે. શ્રી ટ્રમ્પના જણાવ્યા મુજબ, આ કર આવતા વર્ષે 20 જાન્યુઆરીએ તેમના શપથ લીધા પછી અમલમાં આવશે. શ્રી ટ્રમ્પે કહ્યું કે ફેન્ટાનાઇલની હેરફેર રોકવામાં નિષ્ફળ રહેવા બદલ ચીન...