માર્ચ 10, 2025 5:50 પી એમ(PM)

views 11

રશિયાએ આજે 2બ્રિટિશ રાજદ્વારીઓ પર જાસૂસીના આક્ષેપ લગાવતા તેમને બે સપ્તાહમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે

રશિયાએ આજે 2બ્રિટિશ રાજદ્વારીઓ પર જાસૂસીના આક્ષેપ લગાવતા તેમને બે સપ્તાહમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. રશિયાની સમવાયી સલામત સેવા- FSBએ રાજદ્વારીઓ પર ખોટી વ્યક્તિગત માહિતી રજૂ કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ પહોંચાડનારી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આક્ષેપ લગાવ્યો છે, પરંતુ તેમની સામેના કોઈ પૂરાવા ન આપ...

માર્ચ 10, 2025 2:19 પી એમ(PM)

views 12

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગો માટે હરિત ઉર્જા પૂરી પાડવા પર સરકારનું વિશેષ ધ્યાન હોવાનું જણાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગો માટે હરિત ઉર્જા પૂરી પાડવા પર સરકારનું વિશેષ ધ્યાન હોવાનું જણાવ્યું છે. અમદાવાદ ખાતે ભારતીય ઉદ્યોગ મહાસંઘ-C.I.I દ્વારા યોજાયેલી વાર્ષિક બેઠકમાં શ્રી પટેલે જણાવ્યું કે ગઈ વાઇબ્રન્ટ સમિટમાં 50 ટકા સમજૂતી કરાર-MOU હરિત ઉર્જા પર થયા હતા. વૈશ્વિક સ્પર્ધામાં ગુણવત્તા પર...

માર્ચ 10, 2025 2:17 પી એમ(PM)

views 9

રાજ્યભરમાં હોળી-ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખી G.S.R.T.C. દ્વારા એસ.ટી. બસના વધારાના ફેરા કરાશે.

રાજ્યભરમાં હોળી-ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ- G.S.R.T.C. દ્વારા એસ.ટી. બસના વધારાના ફેરા કરાશે. નિગમ દ્વારા હાલમાં 65 બસના ફેરાનું આયોજન કરાયું છે. જ્યારે ડાકોર જવા 400 જેટલી બસ થકી ત્રણ હજાર ફેરા કરાશે. આ ઉપરાંત ડ્રાઈવર અને કન્ડક્ટરોએ પણ આગામી ચાર દિવસ સુધી પોતાની ...

માર્ચ 10, 2025 2:15 પી એમ(PM)

views 8

બોટાદમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી સાળંગપુર ધામમાં 14 માર્ચે પૂનમના દિવસે રાજ્યનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે

બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી સાળંગપુર ધામમાં 14 માર્ચે પૂનમના દિવસે રાજ્યનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે. બોટાદના અમારા પ્રતિનિધિ પ્રકાશ ભિમાણી જણાવે છે, હોળીના દિવસે હનુમાન દાદાને વિશેષ શણગારની સાથે સાત પ્રકારના 51 હજાર કિલો રંગ અર્પણ કરાશે. આ રંગોત્સવમાં 11-થી વધુ દેશ સહિત રાજ્યભર અને અન્ય ર...

માર્ચ 10, 2025 2:13 પી એમ(PM)

views 9

આવતીકાલથી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે બે દિવસના “ચોટીલા ઉત્સવ”નો પ્રારંભ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવતીકાલથી યોજાનારા બે દિવસના “ચોટીલા ઉત્સવ”નું પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પ્રારંભ કરાવશે. આ ઉત્સવમાં હોળી નૃત્ય, ગરબા નૃત્ય, લોકગીતો જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

માર્ચ 10, 2025 2:10 પી એમ(PM)

views 12

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો દ્વારા ઉનાળુ બાજરી અને જુવારની વાવણી શરૂ

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ ઉનાળુ બાજરી અને જુવારની વાવણી શરૂ કરી દીધી છે. વાતાવરણમાં ફેરફાર થતાં મોટાભાગના ખેડૂતો બાજરી અને જુવારની ખેતી માટે વાવેતર કરી રહ્યા છે. થરાદ, વાવ, સૂઇગામ, ભાભર, દિયોદર, ડીસા, ધાનેરા સહિતના તાલુકામાં બાજરીનું મોટા પ્રમાણમાં વાવેતર કરાય છે

માર્ચ 10, 2025 2:06 પી એમ(PM)

views 15

અમદાવાદના ધંધુકામાં એક છાત્રાલયમાં એક વિદ્યાર્થી સાથે થયેલી ગેરવર્તણૂકની ઘટનાને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ શરમજનક ગણાવી હતી

અમદાવાદ જિલ્લાના ધંધુકામાં એક છાત્રાલયમાં એક વિદ્યાર્થી સાથે થયેલી ગેરવર્તણૂકની ઘટનાને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ શરમજનક ગણાવી હતી. આ અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું, આ સમગ્ર મામલે તપાસ કરી જવાબદાર લોકો સામે કાર્યવાહી કરાશે.

માર્ચ 10, 2025 1:28 પી એમ(PM)

views 27

મહિલા પ્રીમિયર લીગ-WPL ક્રિકેટમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે ટક્કર

મહિલા પ્રીમિયર લીગ-WPL ક્રિકેટમાં મુંબઈ ઈન્ડિયન્સ આજે ગુજરાત જાયન્ટ્સ સામે રમશે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. મુંબઈ અને ગુજરાત બંને દિલ્હી કેપિટલ્સ સાથે પ્લેઓફમાં સ્થાન મેળવી ચૂક્યા છે. ટોચ પર રહેનાર ટીમ ફાઇનલમાં સીધો પ્રવેશ મેળવશે. દિલ્હી કેપિટલ્સ હાલમાં 10 પ...

માર્ચ 10, 2025 1:26 પી એમ(PM)

views 38

હવામાન વિભાગે આગામી બે દિવસ કોંકણ, ગોવા અને ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી વ્યક્ત કરી

હવામાન વિભાગે આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બીજી તરફ આગામી બે દિવસ દરમિયાન કોંકણ, ગોવા અને ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા છે. કર્ણા...

માર્ચ 10, 2025 1:23 પી એમ(PM)

views 25

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનાં પ્રથમ દિવસની કાર્યવાહીનો પ્રારંભ

આજે સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો પ્રારંભ થયો હતો. વિરોધ પક્ષોનાં સભ્યો દ્વારા શોરબકોરને પગલે લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત રહ્યા બાદ તે પુનઃ શરૂ થઈ હતી, જ્યારે રાજ્યસભામાં પ્રશ્નકાળ ચાલી રહ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મણિપુરનું બજેટ રજૂ કરશે. ગયા મહિને મુખ્યમંત્રી એન. ...