માર્ચ 10, 2025 1:21 પી એમ(PM)

views 16

છત્તીસગઢના ભૂતપુર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલ અને તેમનાં પરિવારજનોને ત્યાં ઇડીનું શોધ અભિયાન

પ્રવર્તન નિદેશાલય- EDએ છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં શરાબ કૌભાંડનાં સંદર્ભમાં 14 સ્થળોએ શોધ અભિયાન હાથ ધર્યું છે. મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ ભૂતપુર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર બઘેલ, તેમનાં પુત્ર અને સહયોગીઓનાં નિવાસસ્થાને શોધખોળ ચાલુ છે. ઇડીને માહિતી મળી કે, ભૂતપુર્વ મુખ્યમંત્રીના પુત્રને પણ શરાબ કૌભાંડ...

માર્ચ 10, 2025 2:28 પી એમ(PM)

views 16

વનુઆતુએ ઇન્ડિયન પ્રીમિયર લીગ- IPLના ભૂતપૂર્વ વડા લલિત મોદીને જારી કરેલો વનુઆતુ પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો

વનુઆતુના પ્રધાનમંત્રી જોથમ નાપટે નાગરિકતા આયોગને ઇન્ડિયન પ્રીમિયર લીગ - IPLના ભૂતપૂર્વ વડા લલિત મોદીને જારી કરાયેલા વનુઆતુ પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે. મોદી અંગે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મીડિયામાં થયેલા ખુલાસાઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. શુક્રવારે અગાઉ, ભારતના વિદેશ મંત્રાલયેન પુષ્ટિ આપી કે,...

માર્ચ 10, 2025 9:53 એ એમ (AM)

views 10

આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ રહે તેવી હવામાન વિભાગની આગાહી.

આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની નજીકના વિસ્તાર તેમજ દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારમાં મહત્તમ તાપમાન 40થી 42 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેના કારણે રાજ્યમાં હિટવેવની શક્યતા પણ રહેલી છે.

માર્ચ 10, 2025 9:51 એ એમ (AM)

views 15

રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ઉનાળાની શરૂઆતમાં જ કેસર અને રત્નાગીરીની હાફૂસ કેરીનું આગમન થયું.

રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ઉનાળાની શરૂઆતમાં જ કેસર અને રત્નાગીરીની હાફૂસ કેરીનું આગમન થયું છે. યાર્ડમાં પ્રથમ દિવસે જ કેસર કેરીના 22 બોક્સની આવક થઈ છે. યાર્ડમાં ગીર ગઢડા તાલુકાના ગીર કોઠારીયા અને સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામેથી કેસર કેરીનું આગમન થયું છે.કેસર કેરી 10 કિલોના બોક્સના ભાવ 2500 થી...

માર્ચ 10, 2025 9:44 એ એમ (AM)

views 10

C.I.I. આયોજીત વિકસિત ગુજરાત પાવર ઓફ પ્રોસ્પરસ ઇન્ડિયાની થીમ પર આધારિત કાર્યક્રમનું મુખ્યમંત્રીના હસ્તે આજે ઉદ્ઘાટન.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદ ખાતે ભારતીય ઉદ્યોગ મહાસંઘ દ્વારા (સીઆઇઆઇ) આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ વિકસિત ગુજરાત પાવર ઓફ પ્રોસ્પરસ ઇન્ડિયાના વિષય પર યોજાનારા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. રાજ્યમાં થઇ રહેલા ઔદ્યોગિક વિકાસની રૂપરેખા આ કાર્યક્રમમાં આપશે.

માર્ચ 10, 2025 9:43 એ એમ (AM)

views 9

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, દિવ્યાંગજનોમાં રહેલી શક્તિઓને મંચ આપવા માટે પેરા હાઈ-પરફોર્મન્સ સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

દિવ્યાંગજનોમાં રહેલી શક્તિઓને મંચ આપવા માટે પેરા હાઈ-પરફોર્મન્સ સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં પેરા હાઈ-પરફોર્મન્સ સેન્ટરના ભૂમિપૂજન પ્રસંગે કહ્યું હતું. .તેમણે ઉમેર્યુ કે, ગુજરાત દેશમાં સૌથી વધુ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું રાજ્ય બન્યું છે, અને દ...

માર્ચ 10, 2025 9:39 એ એમ (AM)

views 9

દુબઇમાં રમાયેલી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં એક પણ પ્રતિનિધિ ન મોકલવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ-PCBની આકરી ટીકા કરવામાં આવી રહી છે.

દુબઇમાં ગઈકાલે રાત્રે રમાયેલી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં એક પણ પ્રતિનિધિ ન મોકલવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ-PCBની આકરી ટીકા કરવામાં આવી રહી છે. ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવીને ખિતાબ જીત્યો હતો. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના અધ્યક્ષ જય શાહ, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના...

માર્ચ 10, 2025 9:34 એ એમ (AM)

views 15

ભારત-કિર્ગિસ્તાન સંયુક્ત વિશેષ દળોની કવાયત KHANJAR- XII ની 12મી આવૃત્તિ આજથી કિર્ગિસ્તાનમાં શરૂ થશે.

ભારત-કિર્ગિસ્તાન સંયુક્ત વિશેષ દળોની કવાયત KHANJAR- XII ની 12મી આવૃત્તિ આજથી કિર્ગિસ્તાનમાં શરૂ થશે. 14 દિવસની સંયુક્ત કવાયત આ મહિનાની 23 તારીખ સુધી ચાલુ રહેશે. આ કવાયતનો ઉદ્દેશ્ય શહેરી અને પર્વતીય ઊંચાઈવાળા ભૂ-પ્રદેશમાં આતંકવાદ વિરોધી અને વિશેષ દળોની કામગીરીમાં અનુભવો અને શ્રેષ્ઠ પ્રથાઓનું આદાન-પ્ર...

માર્ચ 10, 2025 9:32 એ એમ (AM)

views 9

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ આજે વાઘ અને વાઘણને મુક્ત કરીને રાજ્યના નવમા વાઘ અભયારણ્ય – માધવ રાષ્ટ્રીય અભયારણ્યનું ઉદ્ઘાટન કરશે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ આજે વાઘ અને વાઘણને મુક્ત કરીને રાજ્યના નવમા વાઘ અભયારણ્ય - માધવ રાષ્ટ્રીય અભયારણ્યનું ઉદ્ઘાટન કરશે. મુખ્યમંત્રી અભયારણ્યની અંદર 13 કિલોમીટર લાંબી પથ્થરની સલામતી દિવાલનું પણ ઉદ્ઘાટન કરશે.શ્રી યાદવે કહ્યું કે, શિવપુરી જિલ્લામાં સ્થિત વાઘ અભયારણ્ય વન્યજીવન સંરક્ષણ અને...

માર્ચ 10, 2025 9:28 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસની મુલાકાતે મોરેશિયસ પહોંચશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસની મુલાકાતે મોરેશિયસ પહોંચશે. શ્રી મોદી મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. શ્રી મોદીની મુલાકાતને લઈને મોરેશિયસના લોકોમાં ઘણો ઉત્સાહ છે. ઉલ્લેખનીય છે કે, મોરેશિયસની 70 ટકા વસ્તી ભારતીય મૂળના લોકો છે.