માર્ચ 11, 2025 6:51 પી એમ(PM)

views 9

મનરેગા યોજનાના અમલીકરણમાં જ્યાં પણ નિયમોનું ઉલ્લંઘન થશે ત્યાં ટીમો મોકલીને યોગ્ય કાર્યવાહી કરાશે

દેશમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) યોજનાના અમલીકરણમાં જ્યાં પણ નિયમોનું ઉલ્લંઘન થશે ત્યાં ટીમો મોકલીને યોગ્ય કાર્યવાહી કરાશે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન જવાબ આપતા આમ જણાવ્યું હતું. રાજ્યમંત્રી કમલેશ પાસવાને ગૃહને મ...

માર્ચ 11, 2025 6:49 પી એમ(PM)

views 52

ફિલિપાઇન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેની આજે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતના વોરંટ પર ધરપકડ કરાઇ

ફિલિપાઇન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેની આજે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતના વોરંટ પર ધરપકડ કરાઇ હતી, જેમાં તેમના પર હોદ્દા પર રહેતા ઘાતક ડ્રગ વિરોધી કાર્યવાહી બદલ માનવતા વિરુદ્ધ ગુનાઓનો આરોપ મુકાયો હતો. ફિલિપાઇન્સની સરકારે જણાવ્યું હતું કે શ્રી દુતેર્તેને તેમના પરિવાર સાથે હોંગકોંગથી પહોં...

માર્ચ 11, 2025 6:48 પી એમ(PM)

views 13

સરહદ સુરક્ષા દળના જવાનો ભારત-બાંગ્લાદેશ સરહદ પર ચોવીસ કલાક રક્ષણ કરી રહ્યા છે :કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે સરહદ સુરક્ષા દળના જવાનો ભારત-બાંગ્લાદેશ સરહદ પર ચોવીસ કલાક રક્ષણ કરી રહ્યા છે જેથી સરહદ પારની દાણચોરી અટકાવી શકાય. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં શ્રી રાયે જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં BSF એ બે હજાર 806 કરોડ રૂપિયાથી વધુની પ્રતિબંધિત વ...

માર્ચ 11, 2025 6:46 પી એમ(PM)

views 10

કેન્દ્ર સરકારે ઉજાલા યોજના હેઠળ અત્યાર સુધીમાં દેશભરમાં લગભગ 37 કરોડ LED બલ્બનું વિતરણ કર્યું

કેન્દ્ર સરકારે ઉજાલા યોજના હેઠળ અત્યાર સુધીમાં દેશભરમાં લગભગ 37 કરોડ LED બલ્બનું વિતરણ કર્યું છે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલે જણાવ્યું હતું કે, આ યોજનાથી દર વર્ષે લગભગ 48 અબજ કિલોવોટ પ્રતિ કલાકની ઊર્જા બચત થઈ છે. તેમણે કહ્યું કે, LED એક ટકાઉ, ઉર્જા કાર્યક...

માર્ચ 11, 2025 6:42 પી એમ(PM)

views 18

રાજ્યભરમાં ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા માગતા ખેડૂતોએ આગામી 15 માર્ચ સુધી નોંધણી કરાવવા અનુરોધ કરાયો

રાજ્યભરમાં ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા માગતા ખેડૂતોએ આગામી 15 માર્ચ સુધી નોંધણી કરાવવા અનુરોધ કરાયો છે. ખેડૂતો C.C.I. એટલે કે, ભારતીય કપાસ નગમના ઈ-માર્કેટ પૉર્ટલ પર ખરીદ કેન્દ્રો ખાતેથી નોંધણી કરાવી શકશે. સમય મર્યાદામાં અરજી કરનારા ખેડૂતો પાસેથી જ કપાસની ટેકાના ભાવે ખરીદી કરાશે તેમ સત્તાવાર યાદીમ...

માર્ચ 11, 2025 6:38 પી એમ(PM)

views 31

રાજ્યમાં આ વર્ષે PHC અને CHC ખાતે વર્ગ બે-ના એક હજાર 921 તબીબની ભરતી કરાશે

રાજ્યભરમાં આ વર્ષે જાહેર આરોગ્ય કેન્દ્ર- P.H.C. અને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર- C.H.C. ખાતે વર્ગ- બેના એક હજાર 921 તબીબની ભરતી કરાશે. ગુજરાત વિધાનસભા ગૃહમાં PHC અને CHCમાં વર્ગ એકથી ચારમાં ભરાયેલી જગ્યાઓ અને ખાલી મહેકમ અંગે માહિતી આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, રાજ્ય આરોગ્ય સેવાઓમાં વર્ગ એકની...

માર્ચ 11, 2025 6:35 પી એમ(PM)

views 8

અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા હોળી ધુળેટીના પર્વને ધ્યાને લઈ વધારાની 30 જેટલી  બસ દોડાવાશે

અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા હોળી ધુળેટીના પર્વને ધ્યાને લઈ વધારાની 30 જેટલી  બસ દોડાવાશે.દાહોદ ,પંચમહાલ ,અને ડેડીયાપાડા તેમજ સેલંબાના શ્રમજીવીઓ માટે તા 13 માર્ચ સુધી રોજ 30 થી વધુ વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રમિકોને "એસ.ટી આપના દ્વારે" સૂત્ર હેઠળ તેઓના કાર્યસ્થળ પરથી બસની સુવિધ...

માર્ચ 11, 2025 6:33 પી એમ(PM)

views 15

K.S.U.એ ફાઈન્ડ જૉબ્સ જર્મની અને ડૉક્ટર સ્કીલ આઉટરીચ પ્રાઇવૅટ લિમિટેડ ભારત સાથે ત્રિપક્ષીય સમજૂતી કરાર- MoU કર્યા

રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની કૌશલ્યા- ધ સ્કીલ યુનિવર્સિટી- K.S.U.એ ફાઈન્ડ જૉબ્સ જર્મની અને ડૉક્ટર સ્કીલ આઉટરીચ પ્રાઇવૅટ લિમિટેડ ભારત સાથે ત્રિપક્ષીય સમજૂતી કરાર- MoU કર્યા છે. MoUનો મુખ્ય ઉદ્દેશ પ્રવાસન, આગતાસ્વાગતા અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં કુશળ માનવબળ વિકસાવવા સહયોગી મ...

માર્ચ 11, 2025 6:31 પી એમ(PM)

views 8

પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરા આજે સુરેન્દ્રનગરમાં બે દિવસના યોજાનારા ચોટીલા ઉત્સવનો પ્રારંભ કરાવશે

પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરા સુરેન્દ્રનગરના ચોટિલા ખાતે આજથી બે દિવસ યોજાનારા ચોટીલા ઉત્સવનો પ્રારંભ કરાવશે.આ ઉત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2014-15થી સોમનાથ,અંબાજી,દ્વારકા સહિતના 11 યાત્રાધામ ખાતે બે દિવસનાં ઉત્સવનું આયોજન કરાય છે.

માર્ચ 11, 2025 6:28 પી એમ(PM)

views 12

આકાશવાણી અમદાવાદના વરિષ્ઠ તબલા વાદક લક્ષ્મણ ફૂલ પગારે આજે દેવલોક પામ્યા

આકાશવાણી અમદાવાદના વરિષ્ઠ તબલા વાદક લક્ષ્મણ ફૂલ પગારેનું આજે અમદાવાદ ખાતે અવસાન થયું છે. તેઓ 80 વર્ષના હતા.તેમણે સંગીત ક્ષેત્રે તબલા વાદક તરીકેની કારકિર્દીનો આરંભ આકાશવાણી ભુજથી કર્યો હતો. તેમણે નિવૃત્તિસુધી આકાશવાણી અમદાવાદ ખાતે ફરજ ભજવી હતી અને ઘણા કાર્યક્રમો થકી સંગીત ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ...