માર્ચ 15, 2025 10:36 એ એમ (AM)

views 9

સુરતમાં ગઈકાલે બે જગ્યાએ આગની ઘટના બની હતી

સુરતમાં ગઈકાલે બે જગ્યાએ આગની ઘટના બની હતી. સુરતનાં અમારાં પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે, સચિન હોજીવાલા વિસ્તારની પ્લાસ્ટિક અને પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની મિલમાં આગનો બનાવ બન્યો હતો. મિલમાં વિસ્ફોટથી શોર્ટ સર્કિટ થતાં મિલમાં પડેલા યાર્નના જથ્થામાં આગ લાગી હતી, જે બાજુમાં આવેલી અન્ય એક મિલમાં પ્રસર...

માર્ચ 15, 2025 10:32 એ એમ (AM)

views 7

રાજકોટના જસદણમાં સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાયો

રાજકોટના જસદણમાં સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાયો. આ પ્રસંગે શ્રી બાવળિયાએ જણાવ્યું, યુવાનો સરકારી નોકરીઓમા જોડાય અને રાજ્ય તેમજ દેશની સેવા કરી શકે તે માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સાહિત્ય મળી રહે તે હેતુથ...

માર્ચ 15, 2025 10:27 એ એમ (AM)

views 10

સાબરકાંઠામાં ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-ગુજકેટની પરીક્ષા અંગે ચર્ચા-વિચારણા

સાબરકાંઠામાં ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટની પરીક્ષા સ્વચ્છ અને શાંત વાતાવરણમાં યોજાય તે હેતુથી પરીક્ષા કેન્દ્ર પર ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા અન્વયે જિલ્લા મેજીસ્ટ્રેટ લલિત નારાયણ સિંઘ સાંદુ એ પ્રતિબંધિત હુકમો ફરમાવ્યા છે. પરીક્ષા સમય દરમિયાન તથા પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી પરીક્ષા કેન્દ્ર...

માર્ચ 15, 2025 10:23 એ એમ (AM)

views 15

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતેથી CISF દ્વારા સુરક્ષિત તટ સમૃદ્ધ ભારતના સંદેશ સાથે 125 લોકોની સાયકલ રેલીનું પ્રસ્થાન કરાયું

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતેથી CISF દ્વારા સુરક્ષિત તટ સમૃદ્ધ ભારતના સંદેશ સાથે 125 લોકોની સાયકલ રેલીનું પ્રસ્થાન કરાયું. આ સાયકલ રેલી ગુજરાત, દમણ, મહારાષ્ટ્ર, કર્ણાટક કેરળ થઈને આગામી પહેલી એપ્રિલે કન્યાકુમારી પહોંચશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ તટીય વિસ્તાર પર ચાલી રહેલ ગેરકાયદે કામગીરીને અટકાવી અને લ...

માર્ચ 15, 2025 10:20 એ એમ (AM)

views 8

બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ બનાસ કમલમનું ઉદ્ધાટન કરશે

બનાસકાંઠામાં આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ બનાસ કમલમનું ઉદ્ધાટન કરશે. અમારા બનાસકાંઠાના પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા તાલુકા મંડળના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપ...

માર્ચ 15, 2025 10:17 એ એમ (AM)

views 8

રાજ્યભરમાં આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી

રાજ્યભરમાં આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છનાં કેટલાંક વિસ્તારમાં અતિશય ગરમીનું મોજું ફરી વળવાની એટલે કે, હીટવેવની શક્યતા છે. ત્યારબાદના દિવસોમાં તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે.

માર્ચ 15, 2025 10:16 એ એમ (AM)

views 11

ભરૂચ જિલ્લાના અહેમદનગરના તળાવમાં ત્રણ બાળકો ડૂબી જતાં એકનું મોત

ભરૂચ જિલ્લાના નંદેલાવ અને રહાડપોર વચ્ચે આવેલા અહેમદનગર પાસેના તળાવમાં ત્રણ બાળકો ડૂબી જતાં એકનું મોત થયું છે. માછલી પકડવા જતાં ત્રણ બાળકો ડૂબ્યાં હતા. જેમાં એકને બચાવી લેવાયો હતો. જ્યારે એકનો મૃતદેહ મળી આવ્યો હતો અને અન્ય એકની શોધખોળ હજુ ચાલી રહી છે.

માર્ચ 15, 2025 10:15 એ એમ (AM)

views 113

આજે 15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરાશે

આજે 15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ એ બધા ગ્રાહકોના મૂળભૂત અધિકારોને પ્રોત્સાહન આપવાની અને તે અધિકારોને આદર અને સુરક્ષિત રાખવા માટે પ્રોત્સાહિત કરવાની તક છે. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ સૌ પ્રથમ 1983માં મનાવવામાં આવ્યો હતો. આ તારીખ 15 માર્ચ, 1962ના રોજ અમેરિકન સંસદમાં પ્રમુખ ...

માર્ચ 15, 2025 10:38 એ એમ (AM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના સાયન્સ સિટી ખાતે મેગા બ્રાહ્મણ બિઝનેસ મીટની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના સાયન્સ સિટીમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ મીટની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 17 માર્ચ સુધી યોજાનારી સમિટમાં અંદાજે બે લાખ લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણ ઉદ્યોગપતિઓ...

માર્ચ 15, 2025 8:36 એ એમ (AM)

views 13

સ્પેસએક્સ અને નાસાએ અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પાછા લાવવા માટે એક મિશન શરૂ કર્યું

સ્પેસએક્સ અને નાસાએ અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પાછા લાવવા માટે એક મિશન શરૂ કર્યું છે. સુનિતા અને બુચ નવ મહિનાથી સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે. ક્રૂ-૧૦ મિશન પર ડ્રેગન અવકાશયાનને લઈ જતું ફાલ્કન-નાઈન રોકેટ ગઈકાલે રાત્રે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિ...