માર્ચ 18, 2025 7:25 પી એમ(PM)

views 11

પંચમહાલ જિલ્લામાં અંદાજિત ૩૧ કરોડ ૬૨ લાખ રૂપિયાના ખર્ચે નવીન સરસાવ જૂથ યોજના તૈયાર કરવામાં આવી રહી છે. – પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા

વિધાનસભા ગૃહમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લામાં અંદાજિત ૩૧ કરોડ ૬૨ લાખ રૂપિયાના ખર્ચે નવીન સરસાવ જૂથ યોજના તૈયાર કરવામાં આવી રહી છે, આ યોજના શરૂ થવાથી પંચમહાલ જિલ્લાના ગોધરા તથા ઘોઘંબાના ૨૦ ગામોના ૮૨ હજારથી વધુ ગામજનોને પીવાના પાણીનો લાભ મળશે.

માર્ચ 18, 2025 7:22 પી એમ(PM)

views 8

દ્વારકાના પ્રખ્યાત રૂક્ષ્મણી માતાજીનાં મંદિરની આસપાસનાં વિસ્તારોમાં આજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

દ્વારકાના પ્રખ્યાત રૂક્ષ્મણી માતાજીનાં મંદિરની આસપાસનાં વિસ્તારોમાં આજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સરકારી જમીનો પર છેલ્લાં બે મહિનાથી દબાણ કરનારા સાથે અગાઉ ચર્ચા કર્યા બાદ વહીવટી તંત્રએ કાચા, પાકા મકાનો અને ઝૂંપડાઓ તોડ્યા હતા. વહીવટી તંત્ર, નગર પાલિકા દ્વારા પોલીસ સુરક્ષા વચ્ચે કામગીરી શરૂ...

માર્ચ 18, 2025 7:18 પી એમ(PM)

views 8

પેટ્રોલ અને ડીઝલના વેરાના દરમાં ઘટાડાથી રાજ્યનાં નાગરિકોને છેલ્લાં બે વર્ષમાં 4 હજાર 820 કરોડ રૂપિયાનો લાભ

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલના વેરાના દરમાં ઘટાડાથી નાગરિકોને છેલ્લા બે વર્ષમાં અનુક્રમે ૩ હજાર ૧૯૪ કરોડ રૂપિયા તથા ૧ હજાર ૬૨૬ કરોડ રૂપિયાનો લાભ થયો. સરકારે નવેમ્બર ૨૦૨૧ના રોજ પેટ્રોલ પરના વેરાનો દર ૨૦.૧૦ ટકાથી ઘટાડીને ૧૩.૭ ટકા કર્યો છે. જયારે ડિઝલ ઉપરના વેરાનો દર પણ...

માર્ચ 18, 2025 7:16 પી એમ(PM)

views 6

બનાસકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં તારીખ 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં હયાત ફીડરમાંથી વિભાજન કરીને 29 કરોડ રૂપિયાથી વધુનાં ખર્ચે 177 નવાં ફીડર કાર્યરત કરવામાં આવ્યા છે.

બનાસકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં તારીખ 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં હયાત ફીડરમાંથી વિભાજન કરીને 29 કરોડ રૂપિયાથી વધુનાં ખર્ચે 177 નવાં ફીડર કાર્યરત કરવામાં આવ્યા છે, તેમ આજે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામા...

માર્ચ 18, 2025 7:14 પી એમ(PM)

views 15

ઉદ્યોગમાંથી નીકળતા ગંદા પાણીને શુદ્ધ કરી ઉંડા દરિયામાં પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે નિકાલ કરવા સરકાર દ્વારા ડીપ સી ડિસ્પોઝલ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. – ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત

ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિધાનસભામાં જણાવ્યું કે, ઉદ્યોગમાંથી નીકળતા ગંદા પાણીને શુદ્ધ કરી ઉંડા દરિયામાં પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે નિકાલ કરવા સરકાર દ્વારા ડીપ સી ડિસ્પોઝલ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. એક પેટા પ્રશ્નના ઉત્તરમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં સરીગામ, વાપી, સુરત,...

માર્ચ 18, 2025 7:09 પી એમ(PM)

views 12

પંચમહાલ જિલ્લાની ગોધરા સિવિલ હોસ્પિટલમાં સૌપ્રથમવાર ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરીની શરૂઆત કરવામાં આવી છે.

પંચમહાલ જિલ્લાની ગોધરા સિવિલ હોસ્પિટલમાં સૌપ્રથમવાર ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરીની શરૂઆત કરવામાં આવી છે, 3D ટેક્નોલોજી આર્ટિફિશીયલ ટેકનિકની મદદથી બે દર્દીઓના ઘૂંટણ બદલવાની સફળતાપુર્વક સર્જરી કરવામાં આવી છે. આ અંગે સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક સર્જન ડૉ.અભિરાજ પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજ...

માર્ચ 18, 2025 7:08 પી એમ(PM)

views 11

વિલાસપુર ડિવિઝનમાં બ્લોક લેવાને કારણે પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેનના ચાર ફેરા રદ કરવામાં આવ્યા છે.

વિલાસપુર ડિવિઝનમાં બ્લોક લેવાને કારણે પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેનના ચાર ફેરા રદ કરવામાં આવ્યા છે. પોરબંદર-શાલીમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ આગામી 9, 10, 16 તેમજ 17 એપ્રિલે રદ રહેશે. તેવી જ રીતે શાલીમાર-પોરબંદર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ 11, 12, 18 અને 19 એપ્રિલના રોજ રદ રહેશે.

માર્ચ 18, 2025 7:06 પી એમ(PM)

views 10

હવામાન વિભાગે રાજ્યમાં આગામી ચાર દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે રાજ્યમાં આગામી ચાર દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ ભેજયુક્ત પવનોને કારણે બે દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં બફારો અનુભવાશે. આગામી અઠવાડિયામાં અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી જશે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં મહ...

માર્ચ 18, 2025 3:17 પી એમ(PM)

views 17

આંતરરાજ્ય પ્રવાસનને વેગ આપવાના હેતુથી દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આંતરરાજ્ય એરપોર્ટ બનાવાની કામગીરી શરૂ

આંતરરાજ્ય પ્રવાસનને વેગ આપવાના હેતુથી દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આંતરરાજ્ય હવાઈ મથક બનાવાની કામગીરી શરૂ કરાઇ છે. આજે વિધાનસભામાં રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી બલવંતસિંહરાજપૂતે જણાવ્યું કે દાહોદમાં વિકસાવવામાં આવનાર હવાઈમથકમાં ખાનગી જમીનનો સમાવેશથતો નથી, 100 ટકા સરકારી જમીન મેળવવામાં આવશે. વ્હાલીદીકરી ...

માર્ચ 18, 2025 2:24 પી એમ(PM)

views 36

કબડ્ડી વિશ્વકપ 2025માં, ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમ આજે સાંજે ઇંગ્લેન્ડના વોલ્વર-હેમ્પ્ટનમાં રમશે

કબડ્ડી વિશ્વકપ 2025માં, ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમ આજે સાંજે ઇંગ્લેન્ડના વોલ્વર-હેમ્પ્ટનમાં રમશે. મહિલા ટીમ ભારતીય સમય મુજબ 5:30 વાગે ગૃપ D-માં વેલ્સ સામે રમશે. જ્યારે પુરુષોની ટીમ ભારતીય સમય મુજબ 10:30 વાગ્યે ગૃપ B-માં સ્કોટલેન્ડ સામે રમશે. ગઈકાલથી શરૂ થયેલા કબડ્ડી વિશ્વકપમાં ભારતીય પુરુષ ટીમે...