માર્ચ 19, 2025 6:59 પી એમ(PM)

views 12

કચ્છથી કન્યાકુમારી સુધી યોજાયેલી CISF કોસ્ટલ સાઇક્લોથોન – 2025 મોટી દમણ કિલ્લા સુધી પહોંચી

કચ્છથી કન્યાકુમારી સુધી યોજાયેલી CISF કોસ્ટલ સાઇક્લોથોન – 2025 મોટી દમણ કિલ્લા સુધી પહોંચી હતી. જેમાં 4 મહિલાઓ સહિત 75 સાઇક્લિસ્ટ સામેલ હતા. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના 56મા સ્થાપના દિવસના ભાગરૂપે આ સાઇક્લોથોનનું આયોજન કરાયું છે, જેનો ઉદ્દેશ્ય “સુરક્ષિત કિનારા, સમૃદ્ધ ભારત” છે.

માર્ચ 19, 2025 6:58 પી એમ(PM)

views 19

પશ્ચિમ રેલવેએ વેરાવળ-ગાંધીનગર કેપિટલ વચ્ચે ચાલતી વેરાવળ સુપર ફાસ્ટ દૈનિક ટ્રેનમાં કાયમી ધોરણે ત્રણ વધારાના કોચ લગાવવાનો નિર્ણય લીધો

પશ્ચિમ રેલવેએ વેરાવળ-ગાંધીનગર કેપિટલ વચ્ચે ચાલતી વેરાવળ સુપર ફાસ્ટ દૈનિક ટ્રેનમાં કાયમી ધોરણે ત્રણ વધારાના કોચ લગાવવાનો નિર્ણય લીધો છે. હાલ આ ટ્રેન 18 કોચ સાથે ચાલી રહી છે. 14 મે થી એક સેકન્ડ એસી, એક થર્ડ એસી અને એક જનરલ કોચ ઉમેરવામાં આવશે. ટ્રેનના સ્ટોપેજ સહિતની વધુ વિગતો www.enquiry.indianrail.gov...

માર્ચ 19, 2025 6:57 પી એમ(PM)

views 19

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં અડચણરૂપ દબાણો હટાવવામાં આવ્યા

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં અડચણરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે, જેમાં 811 ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી થઈ રહી છે. કુંભારવાડા બ્રિજથી દરિયાઈ ક્રીક સુધીના 185 ગરકાદેસર દબાણો પર બુલડોઝર ફેરવી અંદાજે 800 મીટર વિસ્તાર ખુલ્લો કરાયો. આ ઉપરાંત કુંભારવાડા બ્રિજથી જવાહર નગર...

માર્ચ 19, 2025 6:56 પી એમ(PM)

views 23

ગીર સોમનાથના આદ્રી બીચ ખાતે બહેનો માટેની અને ચોરવાડ બીચ ખાતે ભાઈઓ માટેની ૩૪મી વીર સાવરકર તરણ સ્પર્ધા-૨૦૨૫નો પ્રારંભ થયો

ગીર સોમનાથના આદ્રી બીચ ખાતે બહેનો માટેની અને ચોરવાડ બીચ ખાતે ભાઈઓ માટેની ૩૪મી વીર સાવરકર તરણ સ્પર્ધા-૨૦૨૫નો પ્રારંભ થયો છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર દ્વારા સ્પર્ધકો માટે ન્યૂટ્રિશન સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભાઈઓ માટેની સ્પર્ધા ચોરવાડથી વેરાવળ (૨૧ નોટ...

માર્ચ 19, 2025 6:55 પી એમ(PM)

views 11

ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર સુરક્ષિત પરત ફર્યા બાદ તેમના વતન સહિત સમગ્ર દેશમાં ખુશીનો માહોલ

ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર સુરક્ષિત પરત ફર્યા બાદ તેમના વતન સહિત સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. ચોતરફથી લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. મૂળ મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામના સુનિતા વિલિયમ્સને રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી સહિત અનેક લોકોએ દેશનું ગૌરવ ગણાવ્યા હતા. વતન ...

માર્ચ 19, 2025 6:55 પી એમ(PM)

views 18

સૌરાષ્ટ્ર ખાતે એક જ દિવસમાં ઘઉંના સવા લાખ કટ્ટાની આવક થતાં યાર્ડના સંચાલકો દ્વારા હાલ ઘઉંની ખરીદી બંધ કરી દેવામાં આવી

સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે એક જ દિવસમાં ઘઉંના સવા લાખ કટ્ટાની આવક થતાં યાર્ડના સંચાલકો દ્વારા હાલ ઘઉંની ખરીદી બંધ કરી દેવામાં આવી છે. ખેડૂતોને પ્રતિ મણ ઘઉંના 475 થી 700 રૂપિયા જેવા પોષણક્ષણ ભાવ મળી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડના સંચાલકો દ્વારા જણસી લઇને આવતા ખેડૂતો માટે તમામ વ્ય...

માર્ચ 19, 2025 6:37 પી એમ(PM)

views 43

નરેન્દ્ર મોદી સરકારે 2025-26 વર્ષ માટે જળ શક્તિ મંત્રાલયને 99 હજાર 500 કરોડ રૂપિયાથી વધુનું બજેટ પૂરું પાડ્યું

લોકસભામાં આજે 2025-26 માટે જળ શક્તિ મંત્રાલયના નિયંત્રણ હેઠળના અનુદાનની માંગણીઓ પર ચર્ચા શરૂ કરતા ભાજપના જગદંબિકા પાલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારે 2025-26વર્ષ માટે જળ શક્તિ મંત્રાલયને 99 હજાર 500 કરોડ રૂપિયાથી વધુનું બજેટ પૂરું પાડ્યું છે. તેમણે જણાવ્યું કે, આ ફાળવણી ગયા અંદાજપત્રની ફાળવણી...

માર્ચ 19, 2025 6:28 પી એમ(PM)

views 19

ગયા વર્ષે સરકારે સટ્ટા અને જુગારની એક હજાર 97 જેટલી વેબસાઇટો પર પ્રતિબંધ મૂક્યો હોવાથી ઓનલાઇન જુગાર પ્રવૃત્તિઓને ડામવામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, ગયા વર્ષે સરકારે સટ્ટા અને જુગારની એક હજાર 97 જેટલી વેબસાઇટો પર પ્રતિબંધ મૂક્યો હોવાથી ઓનલાઇન જુગાર પ્રવૃત્તિઓને ડામવામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. લોકસભામાં પુરકપ્રશ્નનો જવાબ આપતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, આ ...

માર્ચ 19, 2025 6:26 પી એમ(PM)

views 14

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લોકોને હંમેશા રાષ્ટ્રને પ્રથમ મૂકવા, સંગઠિત રહેવા અને પ્રામાણિકતાથી પોતાની ફરજ નિભાવવા અનુરોધ કર્યો

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લોકોને હંમેશા રાષ્ટ્રને પ્રથમ મૂકવા, સંગઠિત રહેવા અને પ્રામાણિકતાથી પોતાની ફરજ નિભાવવા અનુરોધ કર્યો છે. આજે નવી દિલ્હીમાં મેજર બોબ ખાથિંગ સ્મૃતિ કાર્યક્રમની પાંચમી આવૃત્તિને સંબોધતા શ્રી સિંહે યુધ્ધનાં મેદાનમાં શૌર્ય અને મુત્સદ્દીગીરીનાં ક્ષેત્રમાં પોતાનાં કૌશલ્યથી ઇતિહાસમ...

માર્ચ 19, 2025 6:24 પી એમ(PM)

views 16

ભારતે 2035 માં ભારત અંતરિક્ષ સ્ટેશન નામનું પોતાનું અવકાશ મથક બનાવવાની યોજના બનાવી

ભારતે 2035 માં ભારત અંતરિક્ષ સ્ટેશન નામનું પોતાનું અવકાશ મથક બનાવવાની યોજના બનાવી છે અને જો બધી યોજના સારી રીતે પાર પડશે તો 2040 સુધીમાં એક ભારતીય અવકાશયાત્રી ચંદ્ર પર પહોંચશે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી ડૉક્ટર જિતેન્દ્રસિંહે આજે લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતાં જણાવ્યું હતું કે, ચંદ્રય...