માર્ચ 19, 2025 7:35 પી એમ(PM)

views 17

દેશમાં હાલમાં ૧૫ હજાર જન ઔષધિ કેન્દ્ર કાર્યરત છે :આરોગ્ય મંત્રી જેપી નડ્ડા

આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે દેશમાં હાલમાં ૧૫ હજાર જન ઔષધિ કેન્દ્ર કાર્યરત છે અને સરકારે આગામી બે વર્ષમાં આવા દસ હજાર વધુ કેન્દ્ર ખોલવાનો નિર્ણય લીધો છે.રાજ્યસભામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની કામગીરીપર ચર્ચાનો જવાબ આપતા શ્રી નડ્ડાએ જણાવ્યું કે, જનઔષધિ કેન્દ્રોમા અત્યંત વાજબીભા...

માર્ચ 19, 2025 7:28 પી એમ(PM)

views 31

રોકાણકારો હવે ડિજિલોકરમાં તેમનાં ડિમેટ ખાતામાંથી શેર્સ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સ યુનિટનાં સ્ટેટમેન્ટનો સંગ્રહ કરી શકશે

રોકાણકારો હવે ડિજિલોકરમાં તેમનાં ડિમેટ ખાતામાંથી શેર્સ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સ યુનિટનાં સ્ટેટમેન્ટનો સંગ્રહ કરી શકશે અને તેને ડાઉનલોડ પણ કરી શકશે. સિક્યોરિટીઝ એન્ડએક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા-સેબીએ આજે સરકારના ડિજિટલ ડોક્યુમેન્ટ વોલેટ ડિજિલોકર સાથે ભાગીદારી કરી છે. સેબીનાં પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે રોક...

માર્ચ 19, 2025 7:16 પી એમ(PM)

views 8

સાત વિશ્વવિદ્યાલયને “સેન્ટર ઓફ એક્સેલન્સ” તરીકે જાહેર કરાઇ : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા

રાજ્ય સરકારે બહુવિધ/આંતરશાખાકીય/સંશોધન વિશ્વવિદ્યાલયો માટે સાત યુનિવર્સિટીને "સેન્ટર ઓફ એક્સેલન્સ" તરીકે જાહેર કરી છે. વિધાનસભામાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે, તમામ વિશ્વવિદ્યાલયોમાં રિસર્ચ સેન્ટર બોર્ડની સ્થાપના માટેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. તેમણે જણાવ્યુ...

માર્ચ 19, 2025 7:12 પી એમ(PM)

views 11

રાજ્યની હોસ્પિટલમાં તબીબોની ઘટ નજીકના સમયમાં ભૂતકાળ બનશે

રાજ્યની હોસ્પિટલમાં તબીબોની ઘટ નજીકના સમયમાં ભૂતકાળ બનશે. વિધાનસભામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં વર્ગ-2ની એક હજાર 921 અને સ્ટાફનર્સ વર્ગ-3 ની એક હજાર 903 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે પેરામેડીકલ વર્ગ-૩ સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા 10 વર્ષીય ભરતી કેલેન્ડર...

માર્ચ 19, 2025 7:11 પી એમ(PM)

views 8

સમાન નાગરિક સંહિતા અંગે રચાયેલી સમિતિમાં સૂચનો મોકલવાની સમયમર્યાદા આગામી 15 એપ્રિલ સુધી મોકલી શકાશે

સમાન નાગરિક સંહિતા અંગે રચાયેલી સમિતિમાં સૂચનો મોકલવાની સમયમર્યાદા આગામી 15 એપ્રિલ સુધી મોકલી શકાશે. ઉલ્લેખનીય છે કે અગાઉ સૂચનો-મંતવ્યો મોકલવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ હતી. જે હવે વધારવામાં આવી છે. ત્યારે સમાન નાગરિક સંહિતા સમિતિના અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ ગુજરાતવાસીઓને UCC અંગે સૂચનો મોકલી ...

માર્ચ 19, 2025 7:09 પી એમ(PM)

views 14

રાજ્ય પોલીસ વડાના આદેશ અંતર્ગત પોલીસે ગુનાહિત પ્રવૃતિઓ કરતાં કુલ 7 હજાર 612 વ્યક્તિઓની યાદી તૈયાર કરી

રાજ્ય પોલીસ વડાના આદેશ અંતર્ગત પોલીસે ગુનાહિત પ્રવૃતિઓ કરતાં કુલ 7 હજાર 612 વ્યક્તિઓની યાદી તૈયાર કરી છે. જેમાં 3 હજાર 264 બુટલેગર, 516 જુગાર, 2 હજાર 149 શરીર સંબંધી, 958 મિલકત સંબંધી, 179 માઈની અને 545 અન્ય અસામાજિક પ્રવૃતિ કરતાં વ્યક્તિઓ પર વોચ રાખી તેમના ગેરકાયદેસરના દબાણો, ગેરકાયદેસર વીજ જોડાણો,...

માર્ચ 19, 2025 7:09 પી એમ(PM)

views 14

મહેસાણાની દિવ્યાંગ ખેલાડી આશા ઠાકોરે ઈટાલી ખાતે વિશેષ ઓલિમ્પિક વિશ્વ શિયાળુ રમતોમાં કાંસ્ય ચંદ્રક જીત્યો

મહેસાણાની દિવ્યાંગ ખેલાડી આશા ઠાકોરે ઈટાલી ખાતે વિશેષ ઓલિમ્પિક વિશ્વ શિયાળુ રમતોમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ખોડીયાર એજ્યુકેશન ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ આશાએ આ રમતોત્સવમાં ભાગ લીધો હતો. આ સિદ્ધિ બદલ વતન કામલી ગામ લોકોએ શોભાયાત્રા કાઢી આશાનું સન્માન કર્યું હતું. આ અંગે ખોડીયાર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુ...

માર્ચ 19, 2025 7:07 પી એમ(PM)

views 19

ત્રણ દિવસ બાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે

ત્રણ દિવસ બાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની દિશામાં બદલાતા ગરમીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે આગામી ત્રણ દિવસ રાજ્યનાં તાપમાનમાં નોંધપાત્ર ફેરફારની શક્યતા નહિવત છે. ત્યારબાદ તાપમાનમાં વધા...

માર્ચ 19, 2025 7:02 પી એમ(PM)

views 10

કોડીનાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખનીજ ખનન કરતાં ઈસમો વિરૂદ્ધ કડક હાથ કાર્યવાહી કરવામાં આવી

કોડીનાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખનીજ ખનન કરતાં ઈસમો વિરૂદ્ધ કડક હાથ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ૬૦,૩૦૩ મે.ટન ખનીજચોરી કરવા બદલ 3 કરોડથી વધુનો દંડ ફટકારાયો છે. કોડીનાર તાલુકાના ઘાટવડ ખાતે ખાનગી માલિકીની જમીનમાં એક ઈસમ દ્વારા કોઇ પણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન...

માર્ચ 19, 2025 7:00 પી એમ(PM)

views 14

વલસાડની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-APMCએ ભાડું ન ચૂકવનાર 16 દુકાનદારોની દુકાનો સીલ કરી

વલસાડની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-APMCએ ભાડું ન ચૂકવનાર 16 દુકાનદારોની દુકાનો સીલ કરી હતી. વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે અગાઉ દુકાનદારોને ચાર નોટિસ આપવામાં આવી હતી. કેટલાક વેપારીઓએ થોડા સમયનું ભાડું ભરવાની તૈયારી બતાવી હતી. જો કે, APMCના સંચાલકોએ નવા ભાડા સાથે અત્યાર સુધીનું...