ઓગસ્ટ 19, 2024 11:21 એ એમ (AM)

views 6

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર આજે નેપાળના વિદેશમંત્રી અરજૂ રાણા દેઉબા સાથે દ્વીપક્ષીય બેઠક કરશે

નેપાળના વિદેશ મંત્રી ડૉ. અરજૂ રાણા દેઉબા પાંચ દિવસના ભારત પ્રવાસે, છે. આ યાત્રા દરમિયાન તેઓ વિદેશમંત્રી ડૉ. એસ જયશંકર સાથે દ્વીપક્ષીય મુદ્દાઓ અંગે વાટાઘાટો કરશે. વિદેશ મંત્રાલયે એક અખબાર યાદીમાં જણાવ્યું છે કે ડૉ. દેઉબાની આ ભારત યાત્રા બંને દેશો વચ્ચે પરંપરાગત નિયમિત ઉચ્ચસ્તરીય વાટાઘાટોનો ભાગ છે. વધ...

ઓગસ્ટ 19, 2024 11:20 એ એમ (AM)

views 29

કોલકાતા દુષ્કર્મ અને હત્યા કેસ મામલે સર્વોચ્ચ અદાલત આવતીકાલે સુનાવણી કરશે

સર્વોચ્ચ અદાલતે કોલકાતાની આર.જી. કર મેડિકલ કૉલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં નોંધ લીધી છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડ, ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રા આવતીકાલે આ કેસની સુનાવણી કરશે. આ મહિનાની શરૂઆતમાં કોલકાતાની આર. જી. કર હૉસ્પિટલમાં મ...

ઓગસ્ટ 19, 2024 11:18 એ એમ (AM)

views 23

મંકીપૉક્સ વાઇરસના સંક્રમણને જોતા કેન્દ્ર સરકારનો રાજ્યોને કેસોની ત્વરિત તપાસ માટે અસરકારક પગલાં લેવા નિર્દેશ

મંકીપૉક્સ વાઇરસ સંક્રમણની ભીતિને જોતા પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પી. કે. મિશ્રાએ ગઈકાલે દિલ્હી ખાતે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં મંકીપૉક્સ વાઇરસને લઈને તૈયારીઓ તેમજ આગોતરા પગલાંઓ વિશે ચર્ચા કરવામાં આવી. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. બેઠક દરમિયાન ...

ઓગસ્ટ 19, 2024 11:17 એ એમ (AM)

views 22

દેશની અંડર-18 મહિલા બાસ્કેટબોલ ટીમમાં રાજ્યની આહના જ્યોર્જનો સમાવેશ કરાયો

દેશની અંડર-18 મહિલા બાસ્કેટબોલ ટીમમાં રાજ્યની આહના જ્યોર્જનો સમાવેશ કરાયો છે. આહનાનો હંગરી ખાતે 26 થી 30 ઓગસ્ટ દરમિયાન રમાનાર અંડર 18 વિશ્વકપ માટે ભારતીય ટીમમાં સમાવેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર દેખાવ કરનાર આહનાએ ગત વર્ષ અંડર-16 ભારતીય ટીમમાં પણ સ્થાન મેળવ્યું હતુ...

ઓગસ્ટ 19, 2024 11:16 એ એમ (AM)

views 28

મેડીકલ ડેન્ટલ સહિતની કોલેજમાં પ્રવેશ માટે પ્રોવીઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરાયું

મેડીકલ ડેન્ટલ સહિતની કોલેજમાં પ્રવેશ માટે પ્રોવીઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરાયું છે. આ યાદીમાં 22 હજાર 804 વિદ્યાર્થીનો સમાવેશ કરાયો છે. આ વિદ્યાર્થીઓને આગામી 29 ઑગસ્ટ સુધી ચોઈસ ફિલીંગ કરવા સૂચના અપાઈ છે. ઓલ ઇન્ડિયા ક્વોટાની પ્રક્રિયા 29 ઑગસ્ટે પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને સ્થાનિક ક્વોટામાં 30 અથવા 31 ઑગ...

ઓગસ્ટ 19, 2024 11:15 એ એમ (AM)

views 20

રાજ્યમાં આજે હર્ષોલ્લાસ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી થઈ રહી છે

ભાઇ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની આજે પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. રક્ષાબંધનના પવિત્ર પર્વ પર બહેન ભાઇના હાથમાં રાખડી બાંધે છે અને ભાઇની લાંબી આયુ, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરે છે. જયારે ભાઇબહેનની રક્ષા કરવાનું વચન આપે છે. અને બહેનને અવનવી ભેટ આપે છે. દરમ્યાન, રક્ષાબંધ...

ઓગસ્ટ 19, 2024 11:13 એ એમ (AM)

views 23

રાજ્યમાં વાયરલ એન્કેફેલાઈટીસના અત્યાર સુધીમાં શંકાસ્પદ 164 કેસ નોંધાયા છે

રાજ્યમાં ચાંદીપુરા એટલે કે, વાયરલ એન્કેફેલાઈટીસના અત્યાર સુધીમાં શંકાસ્પદ 164 કેસ નોંધાયા છે. આમાંથી સૌથી વધારે 16—16 કેસ સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં હોવાના અહેવાલ છે. આરોગ્ય વિભાગની યાદી મુજબ, આ તમામ કેસ પૈકી સૌથી વધુ ચાંદીપુરાના સાત પોઝિટિવ કેસ પંચમહાલ જિલ્લામાં નોંધાયા છે. આમ પોઝિટિવ કેસની કુ...

ઓગસ્ટ 19, 2024 11:12 એ એમ (AM)

views 15

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સૌને જળ સંચય અને જળસંગ્રહ માટે જાગૃત થવા આહ્વાન કર્યું

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સૌને જળ સંચય અને જળસંગ્રહ માટે જાગૃત થવા આહ્વાન કર્યું છે. નવસારી વેપારી અને ઉદ્યોગ મંડળમાં ગઈકાલે નવનિયુક્ત પ્રમુખ માટે યોજાયેલા પદગ્રહણ સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું કે, નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસે છે. પરંતુ પાણીનો યોગ્ય ઉપયોગ અ...

ઓગસ્ટ 19, 2024 11:11 એ એમ (AM)

views 42

વડોદરાથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધી 382 કરોડ રૂપિયાના ખર્ચે હાઈસ્પીડ કોરીડોર બનાવાશે

વડોદરાથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધીનો માર્ગ હાઈસ્પીડ કોરીડોર બનાવાશે. રાજ્ય સરકારે વિશ્વ વિખ્યાત પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનીટી અને વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાની મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ માટે 382 કરોડ રૂપિયા મંજુર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રવાસીઓની સુવ...

ઓગસ્ટ 18, 2024 8:04 પી એમ(PM)

views 11

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને મુખ્યમંત્રી ‘મૈયા સમ્માન યોજના’નો પ્રારંભ કરાવ્યો

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને મુખ્યમંત્રી ‘મૈયા સમ્માન યોજના’નો પ્રારંભ કરાવ્યો છે. યોજના અંતર્ગત મુખ્યમંત્રીએ 57 હજાર, 120 મહિલાઓ લાભાર્થીઓના ખાતામાં DBT દ્વારા પ્રથમ હપ્તો ટ્રાન્સફર કર્યો હતો. યોજના અંગે માહિતી આપતા શ્રી સોરેને જણાવ્યું કે, 21થી 50 વર્ષની મહિલાઓને પ્રતિ માસ આર્થિક સહાય તરીકે દ...