ઓગસ્ટ 18, 2024 8:04 પી એમ(PM)

views 10

મલેશિયાના પ્રધાનમંત્રી દાતો સેરી અનવર બિન ઇબ્રાહિમ આવતીકાલથી ત્રણ દિવસના ભારત પ્રવાસે

મલેશિયાના પ્રધાનમંત્રી દાતો સેરી અનવર બિન ઇબ્રાહિમ આવતીકાલથી ત્રણ દિવસના ભારત પ્રવાસે છે. આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. તેઓ રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ અને વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મલેશિયા...

ઓગસ્ટ 18, 2024 8:03 પી એમ(PM)

views 12

ભારતીય ખાદ્ય સુરક્ષા અને પ્રમાણ સંસ્થા- FSSAI એ ખાદ્ય પદાર્થોમાં માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણની વધતી ચિંતાઓને જોતા નવી યોજના શરૂ કરી

ભારતીય ખાદ્ય સુરક્ષા અને પ્રમાણ સંસ્થા- FSSAI એ ખાદ્ય પદાર્થોમાં માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણની વધતી ચિંતાઓને જોતા નવી યોજના શરૂ કરી છે. માઇક્રોપ્લાસ્ટિકના પ્રદૂષણને ઉભરતા જોખમ તરીકે જોતા વિવિધ ખાદ્ય ઉત્પાદનોમાં સૂક્ષ્મ અને નાના પ્લાસ્ટિકના ટુકડાઓને શોધવા વિશ્લેષણાત્મક રીતો વિકસીત કરવા આ યોજનાની શરૂઆત આ...

ઓગસ્ટ 18, 2024 8:02 પી એમ(PM)

views 11

જાપાનમાં હીટવેવને કારણે સ્થિતિ વણસી રહી છે

જાપાનમાં હીટવેવને કારણે સ્થિતિ વણસી રહી છે. આજે દેશના અનેક ભાગોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. કુમામોટો અને નાગોયા જેવા શહેરોમાં ભીષણ ગરમીને કારણે 36.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે કે દક્ષિણ પશ્ચિમના કેટલાક શહેરોમાં 36.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું....

ઓગસ્ટ 18, 2024 8:01 પી એમ(PM)

views 10

દેશભરમાં રક્ષાબંધન પર્વને લઇને લોકોમાં ભારે ઉમંગ, રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ નાગરિકોને શૂભેચ્છા પાઠવી

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ દેશના નાગરિકોને રક્ષાબંધનની શૂભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ લખ્યું છે કે, રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના અનેખા સંબંધોની ઉજવણીનો તહેવાર છે, જે પરસ્પર પ્રેમ અને વિશ્વાસને મજબૂત બનાવે છે. રાષ્ટ્રપતિએ કહ્યું, આ તહેવાર ધાર્મિક અને સાંસ્કૃતિક મર્યાદાથી...

ઓગસ્ટ 18, 2024 8:01 પી એમ(PM)

views 14

ઉત્તર પ્રદેશના બુલંદ શહરમાં માર્ગ અકસ્માતમાં 10 પ્રવાસીઓના મોત, જ્યારે 37થી વધુ ઈજાગ્રસ્ત

ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં થયેલા એક માર્ગ અકસ્માતમાં 10 પ્રવાસીઓના મૃત્યુ થયા છે, જ્યારે 37થી વધુ લોકોને ઈજા થવા પામી હતી. ઘાયલોને નજીકના હૉસ્પિટલોમાં જ્યારે 4 ગંભીર રીતે ઘવાયેલા મુસાફરોને મેરઠની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. અમારા આકાશવાણી સંવાદદાતા જણાવે છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીડિતોને તા...

ઓગસ્ટ 18, 2024 8:00 પી એમ(PM)

views 19

ગાઝા પટ્ટીમાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ અંગેની વાટાઘાટો બુધવારે ઇજિપ્તની રાજધાની કૈરોમાં ફરી શરૂ

ગાઝા પટ્ટીમાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ અંગેની વાટાઘાટો બુધવારે ઇજિપ્તની રાજધાની કૈરોમાં ફરી શરૂ થશે. મીડિયા અહેવાલો અનુસાર, ત્રણ મધ્યસ્થીઓ- ઇજિપ્ત, કતાર અને અમેરિકા સાથે ઇઝરાયેલનું પ્રતિનિધિ મંડળ બુધવારે અને ગુરુવારે યોજનારી વાટાઘાટોમાં ભાગ લેશે. ઇજિપ્ત, અમેરિકા અને ઇઝરાયેલના પ્રતિનિધિઓ હાલ...

ઓગસ્ટ 18, 2024 7:59 પી એમ(PM)

views 12

મંકીપૉક્સ વાઇરસની ભીતિને જોતા બાંગ્લાદેશ, ચીન સહિતના દેશોએ આંતરરાષ્ટ્રીય વિમાન મથકો પર તબીબી તપાસ ફરજિયાત બનાવી

મંકીપૉક્સના વધતા કેસોને જોતા બાંગ્લાદેશની સરકારે પ્રવાસીઓની તબીબી તપાસના દેશ આપ્યા છે. ઢાકા આંતરરાષ્ટ્રીય વિમાનથક ખાતે આવનારા તમામ મુસાફરોની તપાસ કરાશે. મંકીપૉક્સના લક્ષણો જણાય એવા પ્રવાસીઓ વિશેની માહિતી આરોગ્ય મંત્રાલયને મોકલવા માટેના આદેશ અપાયા છે. જો કે, બાંગ્લાદેશમાં હજી સુધી મંકીપૉક્સનો એક પણ ક...

ઓગસ્ટ 18, 2024 7:58 પી એમ(PM)

views 19

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંસોધન કાયદોને ન્યાય અને સમ્માન આપતો કાયદો ગણાવ્યો, અમદાવાદમાં 188 શરણાર્થીઓને નાગરકતા પ્રમાણપત્ર એનાયાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, નાગરિકતા સંશોધન કાયદો – CAAથી કોઈ પણ ધર્મની નાગરિકતા ખતમ થતી નથી, પરંતું તેનાથી ભારતમાં શરણ લેનારા શરણાર્થીઓને નાગરિકતાની સાથે સાથે સમ્માન અને ન્યાય મળે છે. શ્રી શાહે આજે અમદાવાદમાં 188 વિસ્થાપિતોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. આ સમારોહમાં બોલતાં શ...

ઓગસ્ટ 18, 2024 7:56 પી એમ(PM)

views 13

નેપાળના વિદેશ મંત્રી ડૉ. આરજૂ રાણા દેઉચા પાંચ દિવસના ભારત પ્રવાસે

નેપાળના વિદેશ મંત્રી ડૉ. આરજૂ રાણા દેઉચા પાંચ દિવસના ભારત પ્રવાસે છે. આ યાત્રા દરમિયાન તેઓ વિદેશમંત્રી ડૉ. એસ જયશંકર સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ અંગે વાટાઘાટો કરશે. વિદેશ મંત્રાલયે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ડૉ. દેઉચાની આ ભારત યાત્રા બંને દેશો વચ્ચે પરંપરાગત નિયમિત ઉચ્ચસ્તરીય વાટાઘાટોનો ભાગ છે. વ...

ઓગસ્ટ 18, 2024 7:55 પી એમ(PM)

views 13

કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં સર્વોચ્ચ અદાલત મંગળવારે સુનાવણી કરશે

કોલકાતાની આર.જી કર મેડકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં સર્વોચ્ચ અદાલતે નોંધ લેતા મંગળવારે આ મામલે સુનાવણી કરવાનું નક્કી કર્યું છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાય મૂર્તિ ડી. વાય ચંદ્રચૂડ, ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની ખંડપીઠ આ અંગે સુનાવણી કરશે. ઉલ્લેખનીય...