ઓગસ્ટ 25, 2024 4:29 પી એમ(PM)

views 12

પાટણમાં સરસ્વતી નદીમાં નર્મદાના નિર આવી પહોંચતા સ્થાનિક લોકોએ વધામણા કર્યા

પાટણમાં સરસ્વતી નદીમાં નર્મદાના નિર આવી પહોંચતા સ્થાનિક લોકોએ વધામણા કર્યા હતા. આ પ્રસંગે પાટણના ધારાસસભ્ય સહિત રાજકીય આગેવાનો, કાર્યકરો અને નગરજનોએ હાજર રહીને નર્મદાના નિરના વધામણા કર્યા. લાંબા સમય બાદ પાટણની સરસ્વતી નદીમાં પાણી વહેતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, જનમાષ્ટમીના...

ઓગસ્ટ 25, 2024 4:28 પી એમ(PM)

views 10

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા તેમજ પંચમહાલ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટર સાથે ટેલિફોનિક સંવાદ કરીને માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ આ સાતેય જિલ્લાઓમાં ...

ઓગસ્ટ 25, 2024 4:25 પી એમ(PM)

views 16

હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતના સહિતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ અને દક્ષિણ ગુજરાત સહિતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આસામ અને મેઘાલયમાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મરાઠવાડા અને વિદર્ભમાં આજે ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્...

ઓગસ્ટ 25, 2024 4:24 પી એમ(PM)

views 9

ટેલિગ્રામના સ્થાપક અને સીઈઓ, પાવેલ દુરોવની ગઈકાલે પેરિસની બહાર આવેલા લોબોર્ગેટ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી

મેસેજિંગ એપ્લિકેશન ટેલિગ્રામના સ્થાપક અને સીઈઓ, પાવેલ દુરોવની ગઈકાલે પેરિસની બહાર આવેલા લોબોર્ગેટ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. ફ્રેન્ચ સત્તાવાળાઓએ જણાવ્યું છે કે દુરોવની ધરપકડ ટેલિગ્રામ પ્લેટફોર્મ સાથે જોડાયેલા ગુનાઓ સંબંધિત વોરંટ હેઠળ કરવામાં આવી હતી. દુરોવની ધરપકડ પછી, ફ્રાન્સમાં રશિયન દૂતાવા...

ઓગસ્ટ 25, 2024 4:24 પી એમ(PM)

views 7

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ 29મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવા માટે દેશવ્યાપી રમત – ગમતમાં ભાગ લેવા લોકોને અપીલ કરી

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ 29મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવા માટે દેશવ્યાપી રમત – ગમતમાં ભાગ લેવા લોકોને અપીલ કરી છે. પ્રધાનમંત્રીની ફિટ ઈન્ડિયા ચળવળને આગળ વધારવાના મહત્ત્વ પર ભાર મૂક્તા શ્રી માંડવિયાએ જણાવ્યું કે, પોતાની તંદુરસ્તી જાળવવાની અને સક્રિય રહેવા...

ઓગસ્ટ 25, 2024 4:23 પી એમ(PM)

views 10

કોલકાતાની આર.જી.કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કેસમાં નાણાકીય ગેરરીતિઓના મામલે સીબીઆઈની ટીમ આજ સવારથી 15 સ્થળોની મુલાકાત લઈ રહી છે

કોલકાતાની આર.જી.કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કેસમાં નાણાકીય ગેરરીતિઓના મામલે સીબીઆઈની ટીમ આજ સવારથી 15 સ્થળોની મુલાકાત લઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સીબીઆઈની એક ટીમે કોલેજના પૂર્વ આચાર્ય ડૉ. સંદિપ ઘોષની તેમના નિવાસસ્થાને પૂછપરછ કરી હતી, જ્યારે અન્ય ટીમે કોલેજના પ્રિન્સિપાલ, વાઈસ પ્રિન્સિપાલ, પ્ર...

ઓગસ્ટ 25, 2024 4:22 પી એમ(PM)

views 17

તન્વી પત્રીએ ચીનમાં રમાઇ રહેલી જુનિયર બેડમિંગ્ટન ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો

ભારતની તન્વી પાત્રીએ બેડમિંગ્ટનમાં આજે ચીનમાં ભારતનો ડંકો વગાડ્યો હતો. ચેંગડુ ખાતે એશિયા અંડર-17 અને અંડર-15 જુનિયર ચેમ્પિયનશિપમાં અંડર-15 ગર્લ સિંગલ્સનું ટાઇટલ તન્વીએ જીત્યું હતું. તન્વીએ ફાઈનલ મેચમાં બીજા ક્રમાંકિત વિયેતનામની ન્ગુયેન થી થુ હ્યુજેનને પરાજય આપ્યો હતો. 13 વર્ષીય શટલરે એક પણ ગેમ ગુમાવ...

ઓગસ્ટ 25, 2024 4:21 પી એમ(PM)

views 9

મંકીપોક્સના સંક્રમણ સામે પૂણેમાં તકેદારીના પગલાં લેવામાં આવ્યા

મંકીપોક્સ વાયરસના ચેપનું જોખમ વધી રહ્યું હોવાથી, પુણે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. છેલ્લા છ દિવસમાં સિંગાપોર અને દુબઈના 531 મુસાફરોની, પુણે એરપોર્ટ પર તપાસ કરવામાં આવી હતી. જોકે, તેમાંથી એકપણ શંકાસ્પદ દર્દી મળ્યો નહતો. સાવચેતીના પગલા રૂપે આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી...

ઓગસ્ટ 25, 2024 7:35 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રીએ 11 લાખ નવી લખપતિ દીદીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના જલગાંવમાં લખપતિ દીદી મહાસંમેલનમાં 11 લાખ નવી લખપતી દીદીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. ગુજરાત સહિત દેશમાંથી અંદાજે ત્રીસ હજાર સ્થળોએથી લોકો વર્ચ્યૂઅલ માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા. એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં હાલમાં 11 લાખ જેટલી નવી લખપતિ દીદી ...

ઓગસ્ટ 25, 2024 7:33 પી એમ(PM)

views 51

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં અવકાશ ક્ષેત્રમાં સુધારાની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, દેશના યુવાનોને અંતરિક્ષ ક્ષેત્રે સુધારાથી ઘણો ફાયદો થયો છે. આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશમાં ઘણું એવું થઈ રહ્યું છે જેનાથી વિકસિત ભારતના પાયા મજબૂત બની રહ્યા છે. તેમણે રાષ્ટ્રીય અવકાશ દ...