સપ્ટેમ્બર 8, 2024 2:06 પી એમ(PM)

views 10

લખનઉમાં ગઈકાલે ધરાશાયી થયેલા મકાનના કાટમાળમાંથી વધુ ત્રણ મૃતદેહો મળી આવતાં મૃત્યુઆંક 8 થયો

લખનઉમાં ગઈકાલે ધરાશાયી થયેલા મકાનના કાટમાળમાંથી વધુ ત્રણ મૃતદેહો મળી આવતાં મૃત્યુઆંક 8 થયો છે. ઇજાગ્રસ્ત 28 લોકોને સારવાર અર્થે અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચાવ કામગીરી દરમિયાન ગઇકાલે રાતે કાટમાળ નીચેથી વધુ ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસ અને વહીવટીતંત્રની સાથે રાજ્યઅને રાષ્ટ્રીય આપ...

સપ્ટેમ્બર 8, 2024 2:05 પી એમ(PM)

views 14

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના નાગરિકોને અને ખાસ કરીને ઓડિશાના લોકોને કૃષિ ઉત્સવ નુઆખાઈ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના નાગરિકોને અને ખાસ કરીને ઓડિશાના લોકોને કૃષિ ઉત્સવ નુઆખાઈ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સુશ્રી મૂર્મુંએ કહ્યું કે, આ તહેવાર દેશના ખેડૂતો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પ્રસંગ છે. તેમણે આ ઉત્સવ દરેકના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે તેવી શુભકામનાઓ ...

સપ્ટેમ્બર 8, 2024 2:05 પી એમ(PM)

views 14

રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોભાલ રશિયા-યુક્રેન કટોકટીનો ઉકેલ લાવવાના હેતુથી આ સપ્તાહે મોસ્કોની મુલાકાતે જશે

રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોભાલ રશિયા-યુક્રેન કટોકટીનો ઉકેલ લાવવાના હેતુથી આ સપ્તાહે મોસ્કોની મુલાકાતે જશે એમ સૂત્રોએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જુલાઇ મહિનામાં રશિયા અને ઓગસ્ટના અંતમાં યુક્રેનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે બંને દેશોનાં પ્રમુખ વ્લાદિમીર પુટિન અને ...

સપ્ટેમ્બર 8, 2024 2:03 પી એમ(PM)

views 16

પેરિસ પેરાલિમ્પિક ગેમ્સનું આજે સમાપનઃ ભારતે ગઈ કાલે 2 ચંદ્રકો મેળવ્યાઃ કુલ 29 ચંદ્રક સાથે 16મા ક્રમે

આજે પેરિસમાં પેરાલિમ્પિક ગેમ્સનું સમાપન થશે. ગઈકાલે ભારતે વધુ બે ચંદ્રકો મેળવ્યા હતા. પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધામાં ઈરાનનો રમતવીર ગેરલાયક ઠરતાં નવદીપ સિંઘે સુવર્ણ ચંદ્રક અને દોડવીર સિમરન શર્માએ મહિલાઓની 200 મીટર ટ્રેક ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ભારત 7 સુવર્ણ, 9 રજત અને 13 કાસ્ય સહિત કુલ 29 ...

સપ્ટેમ્બર 8, 2024 2:02 પી એમ(PM)

views 11

આજે વિશ્વ સાક્ષરતા દિવસ – ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને પરિવર્તનકારી ગણાવી

જગદીપ ધનખડે કહ્યું છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એક મોટું પરિવર્તનકારી પગલું છે અને તે યુવાનોને તેમની પ્રતિભા અને ઊર્જાનો સંપૂર્ણ ઉપયોગ કરવાની તક પૂરી પાડે છે. આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે ભાષાઓની સમૃદ્ધિની દ્રષ્ટિએ ભારત એક અનોખો...

સપ્ટેમ્બર 8, 2024 2:01 પી એમ(PM)

views 16

હવામાન વિભાગે આજે તટિય આંધ્રપ્રદેશ અને ઓડિશામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે તટિય આંધ્રપ્રદેશ અને ઓડિશામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.આકાશવાણી સાથે વાત કરતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક આરકે જેનામાણીએ જણાવ્યું કે છત્તીસગઢ અને ઝારખંડમાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદની સંભાવના છે. હવામા...

સપ્ટેમ્બર 8, 2024 2:00 પી એમ(PM)

views 18

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારે વેગ પકડ્યો

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની અને પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જ્યારે બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રોની ચકાસણી પણ પૂર્ણ થઈ છે. આ સાથે રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આક્રમક પ્રચાર શરૂ કર્યો છે. અમારા પ્રતિનિધિ જ...

સપ્ટેમ્બર 8, 2024 1:57 પી એમ(PM)

views 11

અબુ ધાબીના યુવરાજ શેખ ખાલિદ બિન મહોમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન આજે ભારતની મુલાકાતે

સંયુક્ત આરબ અમીરાતના યુવરાજ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન આજે ભારત આવશે. તેઓ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય UAE અને ભારત વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવાનો છે. શ્રી ખાલિદની સાથે મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને આર્થિક ભાગીદારોનું પ્રતિ...

સપ્ટેમ્બર 8, 2024 1:56 પી એમ(PM)

views 15

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાઉદી અરેબિયા પહોંચ્યા. – ભારત-અખાત સહયોગ પરિષદની બેઠકમાં ભાગ લેશે

વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકર સાઉદી અરેબિયાનીબે દિવસની મુલાકાતે આજે રિયાધ પહોંચ્યા છે. પ્રોટોકોલ બાબતોના નાયબ મંત્રી અબ્દુલ માજીદ અલ સ્મારીએ હવાઈ મથકે ડૉ.જયશંકરનું સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રી ભારત-અખાત સહયોગ પરિષદના વિદેશ મંત્રીઓની પ્રથમ બેઠકમાં ભાગ લેશે. આ બે દિવસીય મુલાકાત દરમિયાન તેઓ પરિષદના સભ્...

સપ્ટેમ્બર 7, 2024 7:58 પી એમ(PM)

views 10

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં, ભારતે અત્યારસુધીમાં કુલ 27 ચંદ્રક જીત્યા છે

PARAGAMESપેરિસ પેરાલિમ્પિક્સ 2024માં, ભારતે અત્યારસુધીમાં કુલ 27 ચંદ્રક જીત્યા છે જેમાં  6 સુવર્ણ 9  રજત અને 12 કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે  દોડવીર સિમરન આજે મહિલાઓની 200 મીટર T12 ફાઇનલમાં ભાગલેશે, દિલીપ ગાવિત પુરુષોની 400 મીટર T47 ફાઇનલમાં અનેનવદીપ આજે મેન્સ જેવલિન થ્રો F41 ફાઇનલમાં ભાગલેશે.