સપ્ટેમ્બર 9, 2024 3:01 પી એમ(PM)

views 32

જોર્ડન અને વેસ્ટ બેંક વચ્ચેની સરહદ પર થયેલા ગોળીબારમાં ત્રણ ઈઝરાયેલી વ્યક્તિઓના મોત

જોર્ડન અને વેસ્ટ બેંક વચ્ચેની સરહદ પર થયેલા ગોળીબારમાં ત્રણ ઈઝરાયેલી વ્યક્તિઓના મોત થયા છે. ઇઝરાયલના સંરક્ષણ દળના જણાવ્યા પ્રમાણે જોર્ડનના એક બંદૂકધારીએ આ ગોળીબાર કર્યો હતો. ઈઝરાયેલના સુરક્ષાકર્મીઓએ તેને ઠાર કર્યો હતો. ઈઝરાયેલના નિયંત્રણવાળા વિસ્તારમાં બનેલી આ ઘટનાની જોર્ડન તપાસ કરી રહ્યું છે. અને બ...

સપ્ટેમ્બર 9, 2024 2:59 પી એમ(PM)

views 17

યુએસ ઓપન ટેનિસમાં ઇટાલીનાં યેનિક સિનરે વર્ષનું બીજું ગ્રાન્ડ સ્લેમ જીત્યું

યુએસ ઓપન ટેનિસમાં ઇટાલીનાં યેનિક સિનરે અમેરિકાનાં ટેલર ફ્રિટ્ઝને 6–3, 6–4, 7–5થી હરાવી વર્ષનું બીજું ગ્રાન્ડ સ્લેમ જીત્યું છે અને યુએસ ઓપનનો ખિતાબ જીતનાર પ્રથમ ઈટાલિયન ખેલાડી બનીને ઈતિહાસ રચ્યો છે. અગાઉ આ વર્ષનાં પ્રારંભમાં સિનર ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યા હતા. આ સિઝનમાં સિનરનું આ છઠ્ઠું અને કારકિર્દીનું...

સપ્ટેમ્બર 9, 2024 10:57 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં દુબઇનાં યુવરાજ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મંત્રણા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં દુબઇનાં યુવરાજ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મંત્રણા કરશે. બંને નેતાઓ ભારત અને યુએઇ વચ્ચે દ્વિપક્ષીય સહકારને લગતા વ્યાપક મુદ્દાઓ પર મંત્રણા કરે તેવી સંભાવના છે. દુબઇનાં યુવરાજ ગઈ કાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે યુએઇ સરકારના...

સપ્ટેમ્બર 9, 2024 10:56 એ એમ (AM)

views 13

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે રિયાધમાં ભારત-ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના વિદેશ મંત્રીઓની પ્રથમ બેઠકમાં ભાગ લેશે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે રિયાધમાં ભારત-ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના વિદેશ મંત્રીઓની પ્રથમ બેઠકમાં ભાગ લેશે. આ મહત્વપૂર્ણ બેઠકનો ઉદ્દેશ્ય ભારત અને ખાડી દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાનો છે. આ બેઠકમાં વેપાર, રોકાણ અને ઉર્જા સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે આ ઉપરાંત,...

સપ્ટેમ્બર 9, 2024 10:55 એ એમ (AM)

views 10

ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ હેડક્વાર્ટર આજથી દિલ્હીમાં ત્રણેય સેવાઓના અધિકારીઓ માટે પ્રથમ સંયુક્ત ઓપરેશનલ સમીક્ષા અને મૂલ્યાંકન કાર્યક્રમ હાથ ધરશે

ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ હેડક્વાર્ટર આજથી દિલ્હીમાં ત્રણેય સેવાઓના અધિકારીઓ માટે પ્રથમ સંયુક્ત ઓપરેશનલ સમીક્ષા અને મૂલ્યાંકન કાર્યક્રમ હાથ ધરશે. આ પાંચ દિવસીય કાર્યક્રમ, ત્રણેય સેવાઓના મેજર જનરલ અને તેમના સમકક્ષ અધિકારીઓ સહિત સંરક્ષણ, વિદેશ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ માટે આયોજિત કરવામાં આવી રહ્યો...

સપ્ટેમ્બર 9, 2024 10:54 એ એમ (AM)

views 10

વસ્તુ અને સેવા કર -જીએસટી કાઉન્સિલની 54મી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે

વસ્તુ અને સેવા કર -જીએસટી કાઉન્સિલની 54મી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બેઠકની અધ્યક્ષતા કરશે. ઉલ્લેખનીય છે કે કાઉન્સિલની છેલ્લી બેઠક આ વર્ષે જૂનમાં મળી હતી. આ બેઠકમાં કાઉન્સિલે તમામ પ્રકારના સ્ટીલ, આયર્ન અને એલ્યુમિનિયમના દૂધના ડબ્બા પર 12 ટકા જીએસટીના એકસમાન...

સપ્ટેમ્બર 9, 2024 10:53 એ એમ (AM)

views 14

કોંગ્રેસે આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે વધુ નવ ઉમેદવારોની જાહેરાત કરી છે

કોંગ્રેસે આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે વધુ નવ ઉમેદવારોની જાહેરાત કરી છે. પૂર્વ સાંસદ બ્રિજેન્દ્ર સિંહ ઉચાના કલાન વિધાનસભા બેઠક પરથી મોહિત ગ્રોવર ગુરુગ્રામ બેઠક પરથી ચૂંટણી લડશે. અગાઉ, કોંગ્રેસે 90 સભ્યોની રાજ્ય વિધાનસભા માટે 32 ઉમેદવારોની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે હરિયાણામાં આવતા મહિનાન...

સપ્ટેમ્બર 9, 2024 10:48 એ એમ (AM)

views 12

સાતમા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત અત્યાર સુધીમાં એક કરોડ 79 લાખ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે

સાતમા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત અત્યાર સુધીમાં એક કરોડ 79 લાખ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. 1લી સપ્ટેમ્બરથી શરૂ થયેલો પોષણ મહિનો આ મહિનાની 30મી સુધી ચાલુ રહેશે. આ અભિયાનની શરૂઆત ગુજરાતમાંથી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન એનિમિયા, સંતુલિત વિકાસ, પૂરક આહાર અને પોષણ, શિક્ષણ અને વધુ સારા વ...

સપ્ટેમ્બર 9, 2024 10:47 એ એમ (AM)

views 14

ઉત્તર પ્રદેશ સરકારે ગ્રેટર નોઈડાના ઈન્ડિયા એક્સ્પો માર્ટમાં સેમિકોન ઈન્ડિયાનું આયોજન કર્યું છે

ઉત્તર પ્રદેશ સરકારે ગ્રેટર નોઈડાના ઈન્ડિયા એક્સ્પો માર્ટમાં સેમિકોન ઈન્ડિયાનું આયોજન કર્યું છે આ 11 થી 13 સપ્ટેમ્બર સુધી યોજાનાર આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય દેશના સેમિકન્ડક્ટર ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો અને આ ક્ષેત્રમાં ભારતને નોંધપાત્ર વૈશ્વિક હરીફ તરીકે સ્થાપિત કરવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11...

સપ્ટેમ્બર 9, 2024 10:46 એ એમ (AM)

views 18

વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભારતીય મૂડી બજારોમાં લગભગ 11,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે

વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભારતીય મૂડી બજારોમાં લગભગ 11,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આંકડા અનુસાર, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ અથવા FPIs એ ઈક્વિટી માર્કેટમાં 10,978 કરોડ રૂપિયા અને ઋણ બજારમાં 367 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આમ વિદેશી રોકાણકારોએ આ મહિને ભારતીય મૂડી બજા...