ફેબ્રુવારી 18, 2025 7:52 પી એમ(PM)

views 13

મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો

મહિલાઓ માટેની ક્રિકેટ પ્રીમિયર લીગમાં, આજે વડોદરામાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ગુજરાત જાયન્ટ્સના ૪ ઓવરમાં ૩ વિકેટે ૧૬ રન થયા છે.

ફેબ્રુવારી 18, 2025 7:29 પી એમ(PM)

views 20

કેન્દ્ર દરેક વર્ગના હિતમાં કામ કરી રહ્યું છે, જેના કારણે નાગરિકોના જીવનમાં મોટો ફેરફાર આવ્યો છે :કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે કેન્દ્ર દરેક વર્ગના હિતમાં કામ કરી રહ્યું છે, જેના કારણે નાગરિકોના જીવનમાં મોટો ફેરફાર આવ્યો છે. શ્રી ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેનમાં રાષ્ટ્રીય ભૂ-અવકાશી જ્ઞાન-આધારિત જમીન સર્વેક્ષણ-નકશાનો શુભારંભ પ્રસંગે આ મુજબ જણાવ્યું હતુ...

ફેબ્રુવારી 18, 2025 7:27 પી એમ(PM)

views 26

મહારાષ્ટ્ર મંત્રીમંડળે આજે નાર્કોટિક્સ વિરોધી ટાસ્ક ફોર્સમાં 346 નવા પદો અને છઠ્ઠા રાજ્ય નાણાં પંચની સ્થાપનાને મંજૂરી આપી

મહારાષ્ટ્ર મંત્રીમંડળે આજે નાર્કોટિક્સ વિરોધી ટાસ્ક ફોર્સમાં 346 નવા પદો અને છઠ્ઠા રાજ્ય નાણાં પંચની સ્થાપનાને મંજૂરી આપી છે. મંત્રીમંડળે સાંગલી જિલ્લામાં મ્હૈસાલ લિફ્ટ સિંચાઈ યોજનાની ઉર્જા કાર્યક્ષમતા સુધારવા માટે 1 હજાર 594 કરોડ રૂપિયાના સૌર ઉર્જા પ્રોજેક્ટને મંજૂરી આપી. આ પ્રોજેક્ટ દ્વારા દુષ્કાળ...

ફેબ્રુવારી 18, 2025 7:26 પી એમ(PM)

views 15

દિલ્હી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દળની બેઠક આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે

દિલ્હી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દળની બેઠક આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે. આ બેઠકમાં ભાજપના તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યો અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં દિલ્હીના આગામી મુખ્યમંત્રીનું નામ નક્કી થવાની શક્યતા છે. મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે રામલ...

ફેબ્રુવારી 18, 2025 7:24 પી એમ(PM)

views 15

ભારત અને કતારે વેપાર, ઉર્જા, રોકાણ, નવીનતા, ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારી આગળ વધારવાનો નિર્ણય કર્યો

ભારત અને કતારે વેપાર, ઉર્જા, રોકાણો, નવીનતા, ટેકનોલોજી, ખાદ્ય સુરક્ષા, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યૂહાત્મક ભાગીદારી સુધી સંબંધોને આગળ વધારવાનો નિર્ણય કર્યો. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કતારના આમીર શેખ તમિમ બિન હમદ અલથાની વચ્ચેની વાતચીત દરમિયાન, બંને ...

ફેબ્રુવારી 18, 2025 7:22 પી એમ(PM)

views 17

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં જમ્મુ-કાશ્મીરમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજાઇ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં જમ્મુ-કાશ્મીરમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે નવી દિલ્હીમાં સમીક્ષા બેઠક યોજાઇ. બેઠકમાં જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને વરિષ્ઠ અધિકારી ઉપસ્થિત રહ્યા. બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં પોલીસ, જેલ, કાર્યવાહી અને ન્યાયસહાયક ...

ફેબ્રુવારી 18, 2025 7:18 પી એમ(PM)

views 22

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશામુક્તિ અભિયાન વાનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશામુક્તિ અભિયાન વાનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું. ભારત સરકારના સામાજિક ન્યાય તથા અધિકારીતા મંત્રાલય અને પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત નશામુક્ત ભારત અભિયાન અન્વયે રાજ્યમાં નશામુક્તિ અભિયાન વાન ભ્રમણ કરશે....

ફેબ્રુવારી 18, 2025 7:17 પી એમ(PM)

views 16

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જનાદેશને મતદારોનો વિજય ગણાવ્યો

રાજ્યની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની 16 ફેબ્રુઆરીએ યોજાયેલી ચુંટણીમાં ભાજપને ફરી એક વખત મોટી જીત મળી છે. જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગર પાલિકા અને ત્રણ તાલુકા પંચાયતોની સામાન્ય અને તાલુકા તેમજ જીલ્લા પંચાયતોની પેટા ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરી યોજાઇ. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામો મુજબ, જ...

ફેબ્રુવારી 18, 2025 7:20 પી એમ(PM)

views 39

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભાજપની જીત

રાજ્યની 68 માંથી 65 મહાનગરપાલિકામાં ભાજપે વિજયનો દાવો કર્યો છે. જ્યારે પોરબંદરની કુતિયાણામાં સમાજવાદી પાર્ટી અને છોટાઉદેપુરમાં ભાજપ સહિતના કોઇપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. આ ઉપરાંત ધોરાજી નગરપાલિકા કોંગ્રેસે ગૂમાવી છે. મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી અહેવાલ આપ્યો હતો ક...

ફેબ્રુવારી 18, 2025 7:05 પી એમ(PM)

views 9

યુક્રેન યુદ્ધનો અંત લાવવાના ઉદ્દેશ્યથી આજે સાઉદી અરેબિયાના રિયાધમાં અમેરિકા અને રશિયા વચ્ચે સંવાદ થયો

યુક્રેન યુદ્ધનો અંત લાવવાના ઉદ્દેશ્યથી આજે સાઉદી અરેબિયાના રિયાધમાં અમેરિકા અને રશિયા વચ્ચે સંવાદ થયો. રશિયાના વિદેશ મંત્રી  સેરગેઈ લવરોવ અને પુતિનના વરિષ્ઠ સહાયક યુરીઉષાકોવે યુએસ વિદેશ સચિવ, માર્કો રુબિયો, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વોલ્ટ્ઝ અને પશ્ચિમ એશિયાના રાજદૂત સ્ટીવ વિટકોફ સાથે ચર્ચા કરી ...