ફેબ્રુવારી 20, 2025 9:17 એ એમ (AM)

views 36

શ્રીમતી રેખા ગુપ્તા આજે નવી દિલ્હીના રામલીલા મેદાનમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

શ્રીમતી રેખા ગુપ્તા આજે નવી દિલ્હીના રામલીલા મેદાનમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગઈકાલે દિલ્હી ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં નેતા તરીકે ચૂંટાયા બાદ, તેઓ રાજભવન ખાતે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને મળ્યા અને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. આજે બપોરે 12.35 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર...

ફેબ્રુવારી 19, 2025 7:54 પી એમ(PM)

views 10

ભાવનગર રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરીના કારણે ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેન આવતીકાલથી 2 માર્ચ સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર વચ્ચે ચાલશે

ભાવનગર રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરીના કારણે ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેન આવતીકાલથી 2 માર્ચ સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર વચ્ચે ચાલશે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 2 જી માર્ચ સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામ...

ફેબ્રુવારી 19, 2025 7:52 પી એમ(PM)

views 7

મોરબીમાં મહાનગરપાલિકા કાર્યરત થયા બાદ વર્ષો જૂના દબાણો હટાવવા ઝુંબેશ હાથ ધરાઇ છે

મોરબીમાં મહાનગરપાલિકા કાર્યરત થયા બાદ વર્ષો જૂના દબાણો હટાવવા ઝુંબેશ હાથ ધરાઇ છે. જેના ભાગરૂપે વન વીક વન રોડ અંર્તગત આજે શહેરના સામાકાંઠા વિસ્તારના શોભેશ્વર રોડ પર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં મેઇન રોડ પર વર્ષોથી બની ગયેલા કાચા પાકા મકાનો, દુકાનોના દબાણો દૂર કરાયા હતા. આ અંગે વધુ માહિતી મ્યુન...

ફેબ્રુવારી 19, 2025 7:50 પી એમ(PM)

views 10

સુરત જિલ્લાના માંડવીના ગામતળાવ ગામ નજીક ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 4 લોકોના મોત થયા છે

સુરત જિલ્લાના માંડવીના ગામતળાવ ગામ નજીક ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 4 લોકોના મોત થયા છે. તો 6 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. તમામ લોકો તાપી જિલ્લાના નીંદવાળા ગામના વતની છે અને લગ્નપ્રસંગ બાદ ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.

ફેબ્રુવારી 19, 2025 7:48 પી એમ(PM)

views 10

ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત અમદાવાદમા મધ્ય ઝોનની ભાઈઓની ફૂટબોલ ટૂર્નામેન્ટ યોજાઈ હતી.

ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત અમદાવાદમા મધ્ય ઝોનની ભાઈઓની ફૂટબોલ ટૂર્નામેન્ટ યોજાઈ હતી. સાત દિવસની  આ ટુર્નામેન્ટમાં ત્રણ વયજૂથની સ્પર્ધાઓમાં 513 ખેલાડી ભાઈઓએ  ભાગ લીધો હતો.જેમાં અં-૧૪ એજ ગ્રુપમાં પ્રથમ અમદાવાદ ગ્રામ્ય અને દ્વિતિય પાટણની ટીમ, અં-૧૭મા અરવલ્લીની ટીમ પ્રથમ અને દ્વિતિય અમદાવાદ ગ્રામ્યની ટીમ અ...

ફેબ્રુવારી 19, 2025 7:47 પી એમ(PM)

views 7

ગીર સોમનાથના કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામે ગેરકાયદેસર ખનીજ ખોદકામને લઈને ૭ કરોડ ૬૮ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે

ગીર સોમનાથના કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામે ગેરકાયદેસર ખનીજ ખોદકામને લઈને ૭ કરોડ ૬૮ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અમારા ગીર સોમનાથના પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે, વિઠ્ઠલપુર ગામમાં મહેસુલ અને ખાણ ખનીજની ક્ષેત્રીય ટીમ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ક્વોરી લિઝની બિલ્ડિંગ...

ફેબ્રુવારી 19, 2025 7:45 પી એમ(PM)

views 7

વલસાડ જિલ્લાના દુલસાડ ગામમાં વિશ્વના સૌથી ઊંચા રૂદ્રાક્ષના શિવલિંગનું અનાવરણ કરાયું

વલસાડ જિલ્લાના દુલસાડ ગામમાં વિશ્વના સૌથી ઊંચા રૂદ્રાક્ષના શિવલિંગનું અનાવરણ કરાયું. વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે 36 લાખ રૂદ્રાક્ષથી બનેલા 36 ફૂટ ઊંચા આ ભવ્ય શિવલિંગને વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયા બુકમાં સ્થાન મળ્યું છે. 15 કુંવારી કન્યાઓના હસ્તે સંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં શિવલિંગનું અ...

ફેબ્રુવારી 19, 2025 7:43 પી એમ(PM)

views 14

આગામી પાંચ દિવસમાં રાજ્યના તાપમાનમાં મોટો ફેરફાર નહિ થાય

આગામી પાંચ દિવસમાં રાજ્યના તાપમાનમાં મોટો ફેરફાર નહિ થાય. હવામાન વિભાગ અનુસાર બે દિવસ મહતમ તાપમાન ઘટશે  અને ત્યારબાદ તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉતર તરફ છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આવતીકાલથી વાદળો ઓછા જોવા મળશે. છેલ્લા 24 કલ...

ફેબ્રુવારી 19, 2025 7:42 પી એમ(PM)

views 8

આશ્રમ શાળાઓમાં RTE નિયમોના અમલ માટે 851 જ્ઞાન સહાયકોની ભરતી કરાશે તેમ  સરકારે આજે હાઇકોર્ટ સમક્ષ કહ્યું હતું

આશ્રમ શાળાઓમાં RTE નિયમોના અમલ માટે 851 જ્ઞાન સહાયકોની ભરતી કરાશે તેમ  સરકારે આજે હાઇકોર્ટ સમક્ષ કહ્યું હતું. સરકારે એમ પણ કહ્યું હતું કે આ જ્ઞાનસહાયકોને નોકરીમાંથી કાઢવામાં આવશે નહીં. ગુજરાત હાઇકોર્ટમાં આશ્રમ શાળાઓને લગતી અરજી ઉપર મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગરવાલ અને ન્યાયાધીશ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠ ...

ફેબ્રુવારી 19, 2025 7:34 પી એમ(PM)

views 12

મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં હોક ફોર્સ અને જિલ્લા પોલીસ દળ સાથેની અથડામણમાં આજે ત્રણ કટ્ટર નક્સલીઓ માર્યા ગયા

મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં હોક ફોર્સ અને જિલ્લા પોલીસ દળ સાથેની અથડામણમાં આજે ત્રણ કટ્ટર નક્સલીઓ માર્યા ગયા. ત્રણેય નક્સલીઓ મહિલાઓ છે. આ અથડામણ ગઢી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૂપખાર ફોરેસ્ટ રેન્જના રૌંડા ફોરેસ્ટ કેમ્પ પાસે થઈ હતી. નક્સલીઓ પાસેથી રાઇફલ અને દૈનિક ઉપયોગની અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી ...