ફેબ્રુવારી 20, 2025 11:11 એ એમ (AM)

views 10

સુરત મહાનગરપાલિકાના મનપા કમિશનર દ્વારા વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવ્યું

સુરત મહાનગરપાલિકાના મનપા કમિશનર દ્વારા વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવ્યું હતું. જેમાં સુરત મનપા માટે અત્યાર સુધીનું સૌથી મોટું 9 હજાર 603 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં બ્રિજ માટે 130 કરોડની જોગવાઈ સહિત તાપી નદીના શુદ્ધિકરણ માટે 25 કરોડની ...

ફેબ્રુવારી 20, 2025 11:01 એ એમ (AM)

views 9

નડીયાદ મહાનગરપાલિકાની રચના બાદ પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું

નડીયાદ મહાનગરપાલિકાની રચના બાદ પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 897.17 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું. આ બજેટમાં નડીયાદ નગર આયોજન અને સુદ્રઢીકરણ માટે સૌથી વધુ રકમ ફાળવવામાં આવી છે. આ બજેટમાં સ્વચ્છતાના કામો, પાણી નિકાલ, પર્યાવરણ અને આરોગ્યને લગતા કામો અને અર્બન લાઈવલીહુડને પણ પ્રાધાન્ય અપાયુ છે.

ફેબ્રુવારી 20, 2025 10:53 એ એમ (AM)

views 15

કરાચીમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ઉદ્ઘાટન મેચમાં, ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને 60 રનથી હાર આપી.

કરાચીમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ઉદ્ઘાટન મેચમાં, ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને 60 રનથી હાર આપી. ન્યુઝીલેન્ડે 50 ઓવરમાં 5 વિકેટે 320 રન બનાવ્યા. ટોમ લેથમે 118 રન બનાવીને ન્યૂઝીલેન્ડ ટીમનું નેતૃત્વ કર્યું, જ્યારે વિલ યંગે 107 રન બનાવ્યા. જવાબમાં પાકિસ્તાન 47 ઓવર અને 2 બોલમાં 260 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું...

ફેબ્રુવારી 20, 2025 10:45 એ એમ (AM)

views 13

પુડુચેરી સરકારે કહ્યું કે, અંગ દાતાઓને તેમના જીવનરક્ષક યોગદાનને માન્યતા આપવા માટે રાજ્ય સન્માન આપવામાં આવશે.

પુડુચેરી સરકારે કહ્યું કે, અંગ દાતાઓને તેમના જીવનરક્ષક યોગદાનને માન્યતા આપવા માટે રાજ્ય સન્માન આપવામાં આવશે. આ પહેલને અમલમાં મૂકવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. સરકારે હોસ્પિટલોને નિર્દેશ આપ્યો છે કે, તેઓ બ્રેઈન-ડેડ કેસ વિશે તાત્કાલિક જિલ્લા કલેક્ટરો અને પ્રાદેશિક વહીવટકર્તાઓને જાણ કરે. નવ...

ફેબ્રુવારી 20, 2025 10:34 એ એમ (AM)

views 12

પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન અત્યાર સુધીમાં 56 કરોડ 64 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર જળમાં સ્નાન કર્યું

પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન અત્યાર સુધીમાં 56 કરોડ 64 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર જળમાં સ્નાન કર્યું છે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આ પ્રસંગે પવિત્ર સ્નાન કર્યું અને ધાર્મિક વિધિઓ કરી. કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ પણ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. તેમણે કહ્યું કે ભારત ભક્તિ અને સંસ...

ફેબ્રુવારી 20, 2025 10:23 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે SOUL લીડરશીપ કોન્ક્લેવના પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે SOUL લીડરશીપ કોન્ક્લેવના પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. ભૂટાનના પ્રધાનમંત્રી દાશો ત્શેરિંગ ટોબગે મુખ્ય મહેમાન તરીકે મુખ્ય સંબોધન કરશે. બે દિવસીય SOUL લીડરશીપ કોન્ક્લેવ એક મુખ્ય પ્લેટફોર્મ તરીકે સેવા આપશે જ્યાં રાજકારણ, રમતગમત, કલા અને ...

ફેબ્રુવારી 20, 2025 10:07 એ એમ (AM)

views 14

9મો એશિયા આર્થિક સંવાદ આજથી મહારાષ્ટ્રના પુણેમાં યોજાઈ રહ્યો છે.

9મો એશિયા આર્થિક સંવાદ આજથી મહારાષ્ટ્રના પુણેમાં યોજાઈ રહ્યો છે. એશિયા આર્થિક સંવાદ એ વિદેશમંત્રાલયનો વાર્ષિક મુખ્ય 'ટ્રેક 1.5 સંવાદ' છે જે ભૂ-અર્થશાસ્ત્ર પર છે. ત્રણ દિવસીય સંવાદનું આયોજન પુણે આંતરરાષ્ટ્રીય કેન્દ્રના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. સંવાદનો વિષય "વિભાજનના યુગમાં આર્થિક સ્થિતિસ્થાપકતા...

ફેબ્રુવારી 20, 2025 9:46 એ એમ (AM)

views 13

નાણાંમંત્રી કનુભાઈ પટેલ આજે વિધાનસભામાં વર્ષ 2025-26 નું અંદાજપત્ર રજૂ કરશે.

નાણાંમંત્રી કનુભાઈ પટેલ આજે વિધાનસભામાં વર્ષ 2025-26 નું અંદાજપત્ર રજૂ કરશે. રાજ્યપાલના સંબોધન સાથે ગઇકાલે વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થયો છે. રાજ્યપાલે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિકાસ માંટે કરેલા આયોજનો કાર્યક્રમો તથા યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. ત્યાર બાદ શોકદર્શક પ્રસ્તાવ રજૂ કરાયો હતો. ...

ફેબ્રુવારી 20, 2025 9:39 એ એમ (AM)

views 13

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર આજથી દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગની 2 દિવસની મુલાકાતે જશે

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર આજથી દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગની 2 દિવસની મુલાકાતે જશે અને G20 વિદેશમંત્રીઓની બેઠક માં ભાગ લેશે. તેઓ દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય સંબંધો અને સહકારમંત્રી રોનાલ્ડ લામોલાના આમંત્રણ પર આ મુલાકાત લઈ રહ્યા છે. G20 પરિષદમાં વિદેશમંત્રીની ભાગીદારી G20 દેશો સાથે ભારતના જોડાણને ...

ફેબ્રુવારી 20, 2025 9:29 એ એમ (AM)

views 11

દિલ્હીના આગામી મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાના નામની જાહેરાત બાદ, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ સહિત ઘણા ભાજપના નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા

દિલ્હીના આગામી મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાના નામની જાહેરાત બાદ, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ સહિત ઘણા ભાજપના નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમને અભિનંદન આપ્યા અને કહ્યું કે, તેમને રેખા ગુપ્તામાં સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે કહ્યું કે, દિલ...