ફેબ્રુવારી 24, 2025 8:27 પી એમ(PM)

views 18

ભારત અને ઈંગ્લેન્ડ મુક્ત વેપાર વાટાઘાટો ફરી શરૂ કરવા સંમત થયા

ભારત અને ઈંગ્લેન્ડ આજે મુક્ત વેપાર વાટાઘાટો ફરી શરૂ કરવા સંમત થયા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં ઈંગ્લેન્ડના વેપાર અને વાણિજ્ય સચિવ જોનાથન રેનોલ્ડ્સ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા આ વાત કહી હતી. ગોયલે ઉલ્લેખ કર્યો હતો કે ઈંગ્લેન્ડમાં ચૂંટણીઓને કારણે FTA પરની ...

ફેબ્રુવારી 24, 2025 8:26 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વિશ્વના દરેક રસોડામાં ઓછામાં ઓછી એક ભારતીય વાનગીને સામેલ કરવી એ તેમનું સ્વપ્ન છે

મોદીએ કહ્યું કે વિશ્વના દરેક રસોડામાં ઓછામાં ઓછી એક ભારતીય વાનગીને સામેલ કરવી એ તેમનું સ્વપ્ન છે. મોદી એ જણાવ્યું કે તેમની સરકાર કૃષિ ઉત્પાદનોની નિકાસ, પ્રક્રિયા અને માર્કેટિંગને પ્રોત્સાહન આપીને આ દિશામાં અવિરતપણે કામ કરી રહી છે. (બાઇટ: નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી – PM DREAM BYTE)

ફેબ્રુવારી 24, 2025 8:16 પી એમ(PM)

views 32

આજથી મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મહોત્સવનો આરંભ

સોમનાથ ખાતે મહાશિવરાત્રિ નિમિત્તે તા.૨૪ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન ત્રિ-દિવસીય ‘સોમનાથ મહોત્સવ’નો આજથી આરંભ થઈ રહ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. વધુ માહિતી આપી રહ્યા છે, અમારાં ગીર સોમનાથના પ્રતિનિધિ,રાજેશ ભજગોતર…(બાઇટ: રાજેશ ભજગોતર, PTC) નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે મહાશિ...

ફેબ્રુવારી 24, 2025 8:02 પી એમ(PM)

views 23

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારો માટે આવતા ચોવીસ કલાકમાં ગરમીના યલો એલર્ટની હવામાન વિભાગે આગાહી કરી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ગરમી અને બફારાનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં ગરમી વધશે તેવી પણ હવામાન વિભાગના વડા એ કે દાસે શક્યતા દર્શાવી છે.(બાઇટ- એ કે દાસ, ડારયરે...

ફેબ્રુવારી 24, 2025 8:02 પી એમ(PM)

views 29

ગુજકેટની પરીક્ષા આગામી 23મી માર્ચે યોજાશે

ગુજકેટની પરીક્ષા આગામી 23મી માર્ચે યોજાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 23મી માર્ચે રવિવારના રોજ સવારે 10 થી બપોરના 4 કલાક દરમ્યાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે ગુજકેટ પરીક્ષા યોજાશે. ગુજકેટ પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપી શકાશે. ધો. 12 વિજ્...

ફેબ્રુવારી 24, 2025 7:59 પી એમ(PM)

views 11

રાજકોટની હોસ્પિટલમાં વીડીયો અપલોડ કરવાનો કેસ અને ખ્યાતિ હોસ્પિટલના મામલે ત્વરિત અને યોગ્ય કાર્યવાહી કરાઇ હોવાનો સરકારનો વિધાનસભામાં જવાબ

વિધાનસભામાં ખ્યાતિ હોસ્પિટલના મુદ્દે પૂછાયેલા પ્રશ્નો ઉત્તર આપતા આરોગ્ય મંત્રીએ ગૃહમાં જણાવ્યુ હતું કે ખ્યાતિ હોસ્પિટલની ઘટનાના કસુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરીને તમામ આરોપીની ઘરપકડ કરીને સમયસર ચાર્જશીટ કરવામાં આવી છે તેમજ આરોપી કાર્તિક પટેલ વિરૂધ્ધની પુરવણી ચાર્જશીટ પણ ટુંક સમયમાં કરાશે.ભ...

ફેબ્રુવારી 24, 2025 7:57 પી એમ(PM)

views 20

મુખ્યમંત્રીએ રાજ્યકક્ષાના કિસાન સન્માન સમારોહ અન્વયે તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પણ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમાં 200 જેટલા ખરીદ કેન્દ્રો પરથી 2 લાખ 6 હજાર મેટ્રિક ટન તુવેરના જથ્થાની ખરીદી કરવાનું આયોજન છે.મુખ્યમંત્રીએ અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ કૃષિ પ્રગતિ-કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, વેબ પોર્ટલ અને મોબ...

ફેબ્રુવારી 24, 2025 7:54 પી એમ(PM)

views 12

રાજ્યના ૫૧ લાખ ૪૧ હજારથી વધુ ખેડૂત પરિવારોને એક હજાર ૧૪૮ કરોડ રૂપિયાની સહાય કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોની કોઇપણ સમસ્યાના ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર રહી છે. તેમણે કહ્યું હતું કે રાજ્યનો ખેડૂત આર્થિક રીતે વધુ સક્ષમ બને તે માટે સરકાર કટિબધ્ધ છે. પીએમ કિશાન નિધિ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા આ યોજનાના 19માં હપ્તાના ચૂકવણા પ્રસંગે ગાંધીનગર...

ફેબ્રુવારી 24, 2025 3:32 પી એમ(PM)

views 14

ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના પાકની ખૂબ સારી આવક થઈ રહી છે

ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના પાકની ખૂબ સારી આવક થઈ રહી છે. જીરાની 3 હજારથી વધુ બોરીની આવક નોંધાઇ હતી. જેમાં સારી ક્વોલિટીનો ભાવ રૂપિયા 4000 થી 4500 સુધીના હતા. જ્યારે મધ્યમ કોવોલેટીનો ભાવ રૂપિયા 3600 થી 4000 અને સામાન્ય ગુણવત્તાના જીરાનો ભાવ રૂપિયા 3400 થી 3600 સુધીના રહ્યા હતા.

ફેબ્રુવારી 24, 2025 3:30 પી એમ(PM)

views 15

બોટાદ ખાતે મનો દિવ્યાંગ તથા શ્રવણમંદ દિવ્યાંગ ખેલાડીઓનો જિલ્લાકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો

બોટાદ ખાતે મનો દિવ્યાંગ તથા શ્રવણમંદ દિવ્યાંગ ખેલાડીઓનો જિલ્લાકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો. જેમાં મનો દિવ્યાંગ વિભાગમાંથી 253 જ્યારે શ્રવણમંદ વિભાગમાંથી 35 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો. શ્રવણમંદ વિભાગમાં 100 અને 200 મીટર દોડ તેમજ મનો દિવ્યાંગ વિભાગમાં 100, 200, 400, 800 મીટર દોડ, લાંબી કુદ, શોટપુટ, સોફ્ટ બ...