મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોની કોઇપણ સમસ્યાના ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર રહી છે. તેમણે કહ્યું હતું કે રાજ્યનો ખેડૂત આર્થિક રીતે વધુ સક્ષમ બને તે માટે સરકાર કટિબધ્ધ છે. પીએમ કિશાન નિધિ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા આ યોજનાના 19માં હપ્તાના ચૂકવણા પ્રસંગે ગાંધીનગરમાં વર્ચ્યુઅલી જોડાયેલા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 19મા હપ્તામાં રાજ્યના 51 લાખથી વધુ ખેડૂતોને એક હજાર 148 કરોડની ચૂકવણી કરવામાં આવી છે.(બાઇટ- ભૂપેન્દ્ર પટેલ , મુખ્યમંત્રી) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પણ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમાં 200 જેટલા ખરીદ કેન્દ્રો પરથી 2 લાખ 6 હજાર મેટ્રિક ટન તુવેરના જથ્થાની ખરીદી કરવાનું આયોજન છે. મુખ્યમંત્રીએ અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ કૃષિ પ્રગતિ-કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, વેબ પોર્ટલ અને મોબાઈલ એપનું ઈ-લોકાર્પણ પણ કર્યું હતું.મુખ્યમંત્રીએ કૃષિ એવોર્ડ વિજેતા ખેડૂતોનું સન્માન કર્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 24, 2025 7:54 પી એમ(PM) | કિસાન સન્માન નિધિ યોજના
રાજ્યના ૫૧ લાખ ૪૧ હજારથી વધુ ખેડૂત પરિવારોને એક હજાર ૧૪૮ કરોડ રૂપિયાની સહાય કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળી