ફેબ્રુવારી 26, 2025 7:48 પી એમ(PM)

views 15

દિલ્હી વિધાનસભામાં આવતીકાલે ડેપ્યુટી સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે

દિલ્હી વિધાનસભામાં આવતીકાલે ડેપ્યુટી સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે. વિધાનસભા દ્વારા જાહેર કરાયેલા કાર્યસૂચિ મુજબ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા મુસ્તફાબાદના ભાજપના ધારાસભ્ય મોહન સિંહ બિષ્ટને દિલ્હી વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરશે. કાર્યસૂચિ મુજબ, દિલ્હી સરકારના મંત્રી મનજિંદર...

ફેબ્રુવારી 26, 2025 7:45 પી એમ(PM)

views 12

સરકારે રાષ્ટ્રીય રમતગમત મહાસંઘોને નાણાકીય સહાય પૂરી પાડવા માટેના ધોરણોમાં સુધારો કરવા માટે છ સભ્યોની સમિતિની રચના કરી છે

સરકારે રાષ્ટ્રીય રમતગમત મહાસંઘોને નાણાકીય સહાય પૂરી પાડવા માટેના ધોરણોમાં સુધારો કરવા માટે છ સભ્યોની સમિતિની રચના કરી છે. રમતગમત મંત્રાલયના જણાવ્યા અનુસાર, સમિતિનું નેતૃત્વ રમતગમત સંયુક્ત સચિવ કુણાલ કરશે. સમિતિ 15 દિવસમાં રિપોર્ટ રજૂ કરશે. પેરિસ ઓલિમ્પિક પછી એક નવું ઓલિમ્પિક ચક્ર શરૂ થયું છે અને નવી...

ફેબ્રુવારી 26, 2025 7:43 પી એમ(PM)

views 9

ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર સાયબર સેલે ગઈકાલે સોશિયલ મીડિયા પ્રભાવક અપૂર્વ માખીજાનું નિવેદન નોંધ્યું હતું

ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર સાયબર સેલે ગઈકાલે સોશિયલ મીડિયા પ્રભાવક અપૂર્વ માખીજાનું નિવેદન નોંધ્યું હતું. માખીજાને રેબેલ કિડ તરીકે ઓળખવામાં આવે છે. આ મહિનાની શરૂઆતમાં માખીજા, યુટ્યુબર આશિષ ચંચલાની, રણવીર અલ્હાબાદિયા, સમય રૈના અને ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શો સાથે સંકળાયેલા ...

ફેબ્રુવારી 26, 2025 7:21 પી એમ(PM)

views 11

આગામી 48 કલાકમાં બે-ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી શકે છે

આગામી 48 કલાકમાં બે-ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજને કારણે બફારાનું પ્રમાણ વધતાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આગામી બે દિવસમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચી શકે એવું અનુમાન છે. બીજી તરફ, રાજ્યભરના લઘુતમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સ...

ફેબ્રુવારી 26, 2025 7:19 પી એમ(PM)

views 8

અમદાવાદમાં એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનું ત્રણ દિવસિય દ્વિ વાર્ષિક સમેલન યોજાયું હતું

અમદાવાદમાં એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનું ત્રણ દિવસિય દ્વિ વાર્ષિક સમેલન યોજાયું હતું. આ સંમેલન દરમિયાન, 9 થી વધુ દેશોના વિદ્વાનો દ્વારાbઉદ્યોગસાહસિકતા સિદ્ધાંત અને વ્યવહાર, ઉદ્યોગસાહસિકતા શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા ઇકોસિસ્ટમ, મનોવિજ્ઞાન અને ઉદ્યોગસાહસિકતા, એમએસએમઈ ઉદ્યોગસાહસિકત...

ફેબ્રુવારી 26, 2025 7:28 પી એમ(PM)

views 9

રાજ્ય સહિત સમગ્ર દેશમાં આજે શિવજીની આરાધનાનું પર્વ મહાશિવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી

રાજ્ય સહિત સમગ્ર દેશમાં આજે શિવજીની આરાધનાનું પર્વ મહાશિવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે વહેલી સવારે 4 વાગ્યે મંદિરના કપાટ ખૂલતાં જ ભક્તોનો પ્રવાહ ઉમટી પડ્યો હતો.ૐ નમઃ શિવાય અને જય સોમનાથના ઘોષ સાથે સમગ્ર મંદિર પરિસર ગૂંજી ઉઠ્ય...

ફેબ્રુવારી 26, 2025 7:09 પી એમ(PM)

views 34

આજે 26મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદનો 614મો સ્થાપના દિવસ છે

આજે 26મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદનો 614મો સ્થાપના દિવસ છે. 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળ્યા હતા. ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને જયકારા સાથે નગરદેવીની નગરયાત્રા યોજાઇ હતી. અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને ખુલ્લી જીપ અને વાહનો સાથ...

ફેબ્રુવારી 26, 2025 7:07 પી એમ(PM)

views 8

સુરત ક્રાઈમ બ્રાંચે એક કિલો 300 ગ્રામના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી

સુરત ક્રાઈમ બ્રાંચે એક કિલો 300 ગ્રામના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી. સુરત શહેરના લાજપોર વિસ્તારમાંથી બે આરોપીઓની ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ ગયા હતા. સુરત ક્રાઈમ બ્રાંચે જપ્ત કરેલા આ ગાંજાની આંતરરાષ્ટ્રીય લેવલ કિંમત રૂપિયા 39 લાખ 90 હજાર જેટલી છે. પોલીસે આરોપીઓ પાસેથી ગાંજો, કાર, રોકડા...

ફેબ્રુવારી 26, 2025 7:05 પી એમ(PM)

views 8

નાગરિકોના આરોગ્ય સામે ચેડા કરવા  ભેળસેળયુક્ત ઘી વેચતી બનાસકાંઠાના પાલનપુરની એક ડેરીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે

નાગરિકોના આરોગ્ય સામે ચેડા કરવા  ભેળસેળયુક્ત ઘી વેચતી બનાસકાંઠાના પાલનપુરની એક ડેરીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. આ ડેરીમાંથી સત્તર લાખ પચાસ હજારની કિંમતનું ચાર હજાર કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત કરાયું હતું. આ દરોડા દરમિયાન ઘીના અગિયાર નમૂના લેવાયા હતા જે ખાદ્ય સલામતીના નિયમો અનુસાર ન જણાતા આ ડેરી સા...

ફેબ્રુવારી 26, 2025 7:03 પી એમ(PM)

views 15

મહેસાણાના જગુદનમાં ₹50 કરોડના ખર્ચે બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપવામાં આવશે

મહેસાણાની દૂધસાગર ડેરી તેમજ સુઝીકી રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઇન્ડિયા અને નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના સંયુક્ત ઉપક્રમે મહેસાણા જિલ્લાના જગુદન ખાતે રૂપિયા 50 કરોડના ખર્ચે 75 મેટ્રિક ટન જરૂરિયાત ધરાવતો બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પ્લાન્ટ માટે પશુપાલકો પાસેથી દરરોજ 75000 કિલોગ્રામ છાન ગોબર એક...