માર્ચ 1, 2025 1:58 પી એમ(PM)

views 10

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મણીપુર સુરક્ષા સ્થિતિની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મણિપુરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. શ્રી શાહની અધ્યકસ્થામાં યોજાયેલી બેઠકમાં નવી દિલ્હીમાં મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા અને રાજ્ય સરકાર અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા પછી આ પહેલી છે.

માર્ચ 1, 2025 1:54 પી એમ(PM)

views 47

ઉતરાખંડમાં હિમસ્ખલન બાદ બચાવ કામગીરી તીવ્ર બનાવાઈ– 47 કામદારોને બચાવી લેવાયા

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માના ગામ નજીક થયેલા ભારે હિમસ્ખલન બાદ બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવવામાં આવી છે. કુલ 55 કામદારો બરફ નીચે ફસાયા હતા, જેમાંથી 47 કામદારોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બાકીના આઠ કામદારોને શોધવાના પ્રયાસો ચાલુ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી જોશીમઠ જઈ બચાવ કામગ...

માર્ચ 1, 2025 1:49 પી એમ(PM)

views 9

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા – યુક્રેન વચ્ચે તાત્કાલિક યુદ્ધ વિરામ માટે હાકલ કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામ માટે હાકલ કરી છે અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને શાંતિ સ્થાપિત કરવા અથવા અમેરિકાનું સમર્થન ગુમાવવાની ચેતવણી આપી છે. યુક્રેન-રશિયા યુદ્ધવિરામના માર્ગ પર બંને નેતાઓ વચ્ચે ઉગ્ર ચર્ચા બાદ આ નિવેદન આવ્યું છે. ગઈકાલે રાત્રે...

માર્ચ 1, 2025 10:07 એ એમ (AM)

views 12

મહિલા ITF ટેનિસ ટૂર્નામેન્ટમાં રાજ્યની વૈદેહી ચૌધરી સીંગલ્સની સેમીફાઈનલમાં તો અંકિતા રૈના અને વૈષ્ણવીની જોડી ફાઈનલમાં પ્રવેશી છે.

મહિલા ITF ટેનિસ ટૂર્નામેન્ટમાં રાજ્યની વૈદેહી ચૌધરી સીંગલ્સની સેમીફાઈનલમાં તો અંકિતા રૈના અને વૈષ્ણવીની જોડી ફાઈનલમાં પ્રવેશી છે.વૈદેહીએ ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં જાપાનની ખેલાડીને 6-1, 7-6થી હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે.આ સાથે ડબલ્સમાં રાજ્યની અંકિતા રૈના અને વૈષ્ણવીની જોડીએ ઝીલ દેસાઈ અને રિનો...

માર્ચ 1, 2025 10:04 એ એમ (AM)

views 5

સાયન્સ સિટિ ખાતે એક મહિના સુધી ચાલેલા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીનું ગઈકાલે સમાપન થયું છે.

સાયન્સ સિટિ ખાતે એક મહિના સુધી ચાલેલા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીનું ગઈકાલે સમાપન થયું છે.આ મહિના દરમ્યાન ગુજકોસ્ટ દ્વારા રાજ્યભરમાં વિજ્ઞાન કેન્દ્રો ખાતે વર્કશોપ, વિજ્ઞાન મેળા, વ્યવહારુ પ્રયોગો, વૈજ્ઞાનિકો દ્વારા વાર્તાલાપ સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા.એક મહિના સુધી ચાલેલી આ ઉજવણીમાં ત્રણ લા...

માર્ચ 1, 2025 10:03 એ એમ (AM)

views 9

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના રાળોલ ગામે આગની ઘટનામાં ત્રણ વ્યક્તિઓ મોત થયા છે.

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના રાળોલ ગામે આગની ઘટનામાં ત્રણ વ્યક્તિઓ મોત થયા છે.અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે, રાળોલ ગામના એક ઘરમાં ગઈખાલે સાંજે આગ ફાટી નીકળી હતી. જેમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને અગ્નીશામક દળો ઘટના સ્થળે પહોંચી આગને ક...

માર્ચ 1, 2025 9:57 એ એમ (AM)

views 11

રાજ્યની બિન અનુદાનિત કોલેજના કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં વધારો કરાયો છે.

રાજ્યની બિન અનુદાનિત કોલેજના કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં વધારો કરાયો છે.બિન અનુદાનિત કોલેજના કર્મચારીઓના હિતમાં નિર્ણય લેતા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે તેમને અપાતા મેડિકલ ભથ્થામાં 700 રૂપિયાનો વધારો કર્યો છે. આ નિર્ણય બાદ આ કર્મચારીઓને એપ્રિલ માસની પ્રતિમાસ 1000 રૂપિયાનું મેડિકલ ભથ્થુ મળશે.

માર્ચ 1, 2025 9:56 એ એમ (AM)

views 9

તાપી જિલ્લાના વ્યારા ખાતે જિલ્લા કક્ષાએ વાનગી સ્પર્ધા તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

પોષણ યુક્ત વિવિધ વાનગીઓ અંગે જન જાગૃતિ લાવવા તાપી જિલ્લાના વ્યારા ખાતે જિલ્લા કક્ષાએ વાનગી સ્પર્ધા તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહયા હતા.આ પ્રંસગે જિલ્લા કક્ષાએ વાનગી સ્પર્ધા તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ મહા...

માર્ચ 1, 2025 9:53 એ એમ (AM)

views 17

અમરેલી જિલ્લા પંચાયતનું 796.13 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું છે.

અમરેલી જિલ્લા પંચાયતનું 796.13 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું છે.સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભરત સુતરીયાની અધ્યક્ષતામાં અમરેલી જિલ્લા પંચાયતની ગઇકાલે યોજાયેલી સભામાં વર્ષ 2025-26નું 796.13 કરોડ રૂપિયાનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.આ સભામાં 13 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામ...

માર્ચ 1, 2025 9:50 એ એમ (AM)

views 8

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે સુરત શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટની મુલાકાત લઈ પ્રભાવિત વેપારીઓ સાથે સંવાદ કરી સાંત્વના પાઠવી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે સુરત શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટની મુલાકાત લઈ પ્રભાવિત વેપારીઓ સાથે સંવાદ કરી સાંત્વના પાઠવી હતી.શ્રી સંઘવીએ આગને કાબુમાં લેવા માટે પ્રશંસનીય કામ કરનાર ફાયર બ્રિગેડના જવાનોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.