માર્ચ 2, 2025 7:28 પી એમ(PM)

views 12

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે અન્ય રાજ્યનો વિકાસ કરવા માટે ગુજરાતને રોલ મોડલ તરીકે જોવાઇ રહ્યું છે.

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે અન્ય રાજ્યનો વિકાસ કરવા માટે ગુજરાતને રોલ મોડલ તરીકે જોવાઇ રહ્યું છે. પોરબંદરના બગવદર ખાતે 96 કરોડ રૂપિયાથી વધુના કામોનું ઈ-ખાતમૂહુર્ત અને 53 લાખ રૂપિયાથી વધુના કામોના ઈ-લોકાર્પણ સમયે શ્રી માંડવિયાએ આમ જણાવ્યું હતું. શ્રી માંડવિયાએ ઉમેર્યું કે કેન્દ્ર...

માર્ચ 2, 2025 7:26 પી એમ(PM)

views 20

કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધમડાછા ગામ ખાતે “સરપંચ સાથે સંવાદ” કાર્યક્રમ યોજાયો.

કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધમડાછા ગામ ખાતે “સરપંચ સાથે સંવાદ” કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે શ્રી પાટીલે સરપંચોને ‘જળ સંરક્ષણ – જન ભાગીદારી” અભિયાનમાં જોડાવા અને કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી. શ્રી પાટીલે 8મી માર્ચે નવસારીમાં પ્ર...

માર્ચ 2, 2025 7:37 પી એમ(PM)

views 16

રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળા સ્પર્ધામાં વર્ષ 2024-25 માટે ડાંગ જિલ્લાના આહવાની દીપ દર્શન શાળાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળા સ્પર્ધામાં વર્ષ 2024-25 માટે ડાંગ જિલ્લાના આહવાની દીપ દર્શન શાળાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. રાજ્ય કક્ષાની સમિતિ દ્વારા ચકાસણીને અંતે 81.69 ગુણ મેળવી આ શાળાને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરાઇ હતી.આ શાળાને રાજ્ય સરકાર તરફથી પાંચ લાખ રૂપિયાની પ્રોત્સાહક રકમ અપાશે. અગાઉ વર્...

માર્ચ 2, 2025 7:23 પી એમ(PM)

views 11

નર્મદાના ધારીખેડા ખાતે આવેલી નર્મદા સુગર ફેક્ટરી શેરડી પીલીને તેના મોલાસિસમાંથી દૈનિક 1.20 લાખ લિટર ઇથેનોલનું ઉત્પાદન કરનાર રાજ્યની પ્રથમ ફેક્ટરી બનશે.

નર્મદાના ધારીખેડા ખાતે આવેલી નર્મદા સુગર ફેક્ટરી શેરડી પીલીને તેના મોલાસિસમાંથી દૈનિક 1.20 લાખ લિટર ઇથેનોલનું ઉત્પાદન કરનાર રાજ્યની પ્રથમ ફેક્ટરી બનશે. હાલ રોજના 60 હજાર લીટર ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.આગામી દિવસોમાં 60 હજાર લીટરનો બીજો એક પ્લાન્ટ કાર્યરત થશે.

માર્ચ 2, 2025 7:19 પી એમ(PM)

views 18

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આમોદરા ખાતે સાંસદ સમૂહ લગ્નોત્સવમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આમોદરા ખાતે સાંસદ સમૂહ લગ્નોત્સવમાં સહભાગી થયા હતા.આ સમૂહ લગ્નોત્સવમાં 122 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.આ પ્રસંગે તેમણે નવ યુગલોને શુભકામનાઓ પાઠવતા સમૂહ લગ્નના આયોજનને બિરદાવ્યું હતું. શ્રી પટેલે કહ્યું, આ સાંસદ સમૂહ લગ્ન ઉત્સવ જેવા આયો...

માર્ચ 2, 2025 7:18 પી એમ(PM)

views 14

અરવલ્લીના મોડાસામાં ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરાયું.

અરવલ્લીના મોડાસામાં ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ અને ASP સંજય કેશવાલા ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મુખ્ય પાંચ રસ્તા પર સર્જાતી ટ્રાફિકની સમસ્યા અંગે ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો કરાઇ હતી. ત્યારે હવે ટ્રાફિક સિગ્નલ શરૂ થતાં વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાથી મુક...

માર્ચ 2, 2025 7:17 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મહેસાણા જિલ્લાના પીલવાઈ ખાતે નવનિર્મિત વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મહેસાણા જિલ્લાના વિજાપુરના પીલવાઈ ખાતે નવનિર્મિત વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું. શ્રી શાહે નવનિર્મિત વિદ્યાભવનમાં સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લેબ સહિત વિવિધ વર્ગખંડોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ પહેલા શ્રી શાહે પિલવાઈમાં શ્રી ગો...

માર્ચ 2, 2025 3:46 પી એમ(PM)

views 10

I.C.C.ચૅમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટમાં આજે ભારત અને ન્યૂઝિલૅન્ડ વચ્ચે મેચ ચાલી રહી છે

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિસદ- I.C.C.ચૅમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટમાં, આજે ભારત અને ન્યૂ ઝિલૅન્ડ વચ્ચે મેચ ચાલી રહી છે. આ બંને ટીમ પહેલા જ સેમિ-ફાઈનલમાં પહોંચી ગઈ છે. હવે આ મૅચમાં જીતનારી ટીમ મંગળવારે સેમિ-ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા સામે રમશે. જ્યારે હારનારી ટીમ બુધવારે દક્ષિણ આફ્રિકા સામે રમશે. દરમિયાન ગઈકાલે...

માર્ચ 2, 2025 3:33 પી એમ(PM)

views 9

ભારતીય હવામાન વિભાગે આજે લક્ષદ્વીપમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે લક્ષદ્વીપમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, કેરળ અને માહેમાં અનેક જગ્યાએ વાવાઝોડા અને ભારે પવન ફૂંકાઈ શકે છે. વિભાગના જણાવ્યા મુજબ, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં દિવસભર ગરમ પવન ફૂંકાઈ શકે છે...

માર્ચ 2, 2025 3:26 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જામનગરના પશુ રાહત અને પુનર્વસન કેન્દ્ર વનતારાની મુલાકાત લીધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જામનગરના પશુ રાહત અને પુનર્વસન કેન્દ્ર વનતારાની મુલાકાત લીધી હતી. ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવેલા શ્રી મોદી આજે બપોર પછી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરશે, તેમ જ શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા પણ કરશે. શ્રી મોદી આવતીકાલે એશિયાઇ સ...