માર્ચ 3, 2025 9:27 એ એમ (AM)

views 15

કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આજથી સ્પેનનાં બાર્સેલોનામાં શરૂ થઈ રહેલી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ- MWCમાં ભાગ લેશે.

કેન્દ્રીય દૂરસંદેશાવ્યવાહર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આજથી સ્પેનનાં બાર્સેલોનામાં શરૂ થઈ રહેલી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ- M.W.C.માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. છ માર્ચ સુધી ચાલનારા આ સંમેલનમાં તેઓ ભારત પેવેલિયનનું ઉદઘાટન પણ કરશે.

માર્ચ 3, 2025 9:24 એ એમ (AM)

views 10

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજથી વોશિંગ્ટનના પ્રવાસે જશે.

ભારત અને અમેરિકા સૂચિત દ્વિપક્ષીય વેપાર સંધિ માટે વાટાઘાટ માટે સજ્જ છે ત્યારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજથી વોશિંગ્ટન પ્રવાસે જશે. શ્રી ગોયલ અમેરિકના વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીન અને અમેરિકાના વાણિજ્ય સચિવ હોવાર્ડ લુટનિક સાથે મંત્રણા કરશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાજેતરની વોશિંગ્ટન મ...

માર્ચ 3, 2025 9:20 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાસણ ગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડ (NBWL) ની સાતમી બેઠકની અધ્યક્ષતા કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની ગુજરાત યાત્રાના છેલ્લાં તબક્કામાં આજે જૂનાગઢ જિલ્લાના સાસણ ગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડ (NBWL) ની સાતમી બેઠકની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી ગીરમાં સિંહ સદન પરિસરમાં વૃક્ષારોપણ કરશે, ત્યારબાદ વન્યજીવન સંરક્ષણ અને સંચાલન માટે કર્મચારીની પેટ્રોલિંગ બાઇક રેલીને લીલી...

માર્ચ 3, 2025 9:18 એ એમ (AM)

views 8

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ડેરી ક્ષેત્રમાં ટકાઉપણાં અંગેની શિબિરની અધ્યક્ષતા કરશે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ડેરી ક્ષેત્રમાં ટકાઉપણું, સંસાધનોનો મહત્તમ ઉપયોગ અને ઓછામાં ઓછાં બગાડ અંગે શિબિરનું ઉદ્ઘાટન કરશે. શિબિરમાં વિવિધ રાજ્યોમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે સમજૂતિપત્રો પર હસ્તાક્ષર કરાશે.શિબિરમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ- NDDB, ઉદ્યોગ અને વૈ...

માર્ચ 3, 2025 9:16 એ એમ (AM)

views 10

ICC પુરુષોની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ન્યૂઝીલેન્ડને 44 રને પરાજય આપ્યો છે.

ICC પુરુષોની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ન્યૂઝીલેન્ડને ગ્રૂપ A ની એક દિવસની મેચમાં 44 રને પરાજય આપ્યો છે. દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે જીત માટે આપેલા 250 રનના લક્ષ્યાંકનાં જવાબમાં ન્યૂઝીલેન્ડ 45.3 ઓવરમાં 205 રને ઓલઆઉટ થઈ ગયું હતું.ન્યૂઝીલેન્ડ વતી કેન વિલિયમસને 81 રન કર્યા હતા. ભ...

માર્ચ 2, 2025 8:06 પી એમ(PM)

views 21

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર જનતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ્યાં પણ જરૂર હોય ત્યાં વિમાનમથક વિકસાવવા માટે સક્રિય છે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર જનતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ્યાં પણ જરૂર હોય ત્યાં વિમાનમથક વિકસાવવા માટે સક્રિય છે. હૈદરાબાદમાં કેન્દ્રીય કોલસા ખાણ મંત્રી જી. કિશન રેડ્ડી સાથે પત્રકારોને સંબોધતા શ્રી નાયડુએ જણાવ્યું હતું કે ક્રાંતિકારી ઉડાન યોજ...

માર્ચ 2, 2025 8:05 પી એમ(PM)

views 22

કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધમડાછા ગામ ખાતે “સરપંચ સાથે સંવાદ” કાર્યક્રમ યોજાયો.

કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધમડાછા ગામ ખાતે “સરપંચ સાથે સંવાદ” કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે શ્રી પાટીલે સરપંચોને ‘જળ સંરક્ષણ – જન ભાગીદારી” અભિયાનમાં જોડાવા અને કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી. આ અગાઉ શ્રી પાટીલે સુરતના લિંબાયત અન...

માર્ચ 2, 2025 8:04 પી એમ(PM)

views 12

કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ દેશમાં પુરવઠા શૃંખલાઓને મજબૂત બનાવવા અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન- CWCની ભૂમિકાની પ્રસંશા કરી છે.

કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ દેશમાં પુરવઠા શૃંખલાઓને મજબૂત બનાવવા અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન- CWCની ભૂમિકાની પ્રસંશા કરી છે. નવી દિલ્હીમાં CWCના 69મા સ્થાપના દિવસની ઉજવણીમાં એક વિડિયો સંદેશમાં તેમણે જણાવ્યું કે CWCએ નાણાકીય વર્ષ...

માર્ચ 2, 2025 8:03 પી એમ(PM)

views 15

પંજાબ પોલિસે આજે જલંધરમાં ટૂંકી અથડામણ બાદ બે ગેંગસ્ટરને ઝડપી લીધા હતા.

પંજાબ પોલિસે આજે જલંધરમાં ટૂંકી અથડામણ બાદ બે ગેંગસ્ટરને ઝડપી લીધા હતા. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં જમ્મુ કાશ્મીરના પોલિસ સબઇન્સ્પેક્ટર દિપક શર્માની હત્યાના કેસમાં તેઓ વોન્ટેડ હતા. રાજ્યના પોલીસ વડા ગૌરવ યાદવે સોશિયલ મિડિયામાં જણાવ્યું કે, બંને આરોપીઓ અમેરિકા સ્થિત ગેંગનાં સભ્યો છે. તેમની પાસેથી બે અત...

માર્ચ 2, 2025 8:02 પી એમ(PM)

views 9

મુંબઈની ભ્રષ્ટાચાર વિરોધી વિશેષ અદાલતે કથિત શેરબજાર છેતરપિંડી અને નિયમનકારી ઉલ્લંઘન સંબંધિત કેસમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ના ભૂતપૂર્વ અધ્યક્ષ માધવી પુરી બુચ સહિત વરિષ્ઠ અધિકારીઓ સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે.

મુંબઈની ભ્રષ્ટાચાર વિરોધી વિશેષ અદાલતે કથિત શેરબજાર છેતરપિંડી અને નિયમનકારી ઉલ્લંઘન સંબંધિત કેસમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ના ભૂતપૂર્વ અધ્યક્ષ માધવી પુરી બુચ સહિત વરિષ્ઠ અધિકારીઓ સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે. થાણે સ્થિત પત્રકાર સપન શ્રીવાસ્તવ દ્વારા દાખલ કરવામાં આવેલી અ...