માર્ચ 4, 2025 2:10 પી એમ(PM)

views 10

I.C.C. ચેમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટની પહેલી સેમિ-ફાઈનલ મૅચ આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ- I.C.C. ચેમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટની પહેલી સેમિ-ફાઈનલ મૅચ આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. દુબઈમાં રમાનારી આ મૅચ ભારતીય સમય મુજબ, અઢી વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ સ્પિનર બૉલર્સના જોરદાર પ્રદર્શનની સાથે ટૂર્નામૅન્ટમાં સારું પ્રદર્શન કરી રહી છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાન ...

માર્ચ 4, 2025 2:25 પી એમ(PM)

views 12

આજે સરકાર ઉદ્યોગોની પડખે ઉભી છે : પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ બાદના વેબિનારમાં વર્ચ્યુઅલી સંબોધન કરતાં કહ્યું હતું કે આજે સરકાર ઉદ્યોગોની પડખે ઉભી છે..તેમણે ટેકનોલોજીના ઉપયોગ વડે આગળ વધવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, વિશ્વના અનેક દેશો ભારત સાથે ભાગીદારી કરવા ઇચ્છી રહ્યાં છે. MSME ને વૃદ્ધિ, ઉત્પાદન, નિકાસ અને પરમાણુ ઉર્...

માર્ચ 4, 2025 1:56 પી એમ(PM)

views 6

મહારાષ્ટ્રના ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી ધનંજય મુંડેએ રાજીનામું આપ્યું

મહારાષ્ટ્રના ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષામંત્રી ધનંજય મુંડેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને રાજીનામું સોંપ્યું છે. વિધાનભવનમાં પત્રકારો સાથે વાત કરતા, શ્રી ફડણવીસે જણાવ્યું, તેમણે શ્રી મુંડેનું રાજીનામું સ્વીકારી લીધું છે અને આગળની કાર્યવાહી માટે રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનને મોકલી દીધું ...

માર્ચ 4, 2025 10:05 એ એમ (AM)

views 9

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- W.P.Lમાં ગઈકાલે ગુજરાત જાયન્ટ્સે યુપી વૉરિયર્ઝને 81 રનથી પરાજય આપ્યો.

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- W.P.Lમાં ગઈકાલે ગુજરાત જાયન્ટ્સે યુપી વૉરિયર્ઝને 81 રનથી પરાજય આપ્યો હતો. ઉત્તરપ્રદેશના લખનઉમાં રમાયેલી આ મેચમાં યુપી વૉરિયર્ઝે ટોસ જીતીને બૉલિંગ પસંદ કરી હતી. ગુજરાત જાયન્ટ્સે નિર્ધારિત 20 ઑવરમાં પાંચ વિકેટે 186 રન બનાવ્યાં હતાં. ટીમમાંથી બેથ મૂનીએ સૌથી વધુ અણનમ 96 રન બન...

માર્ચ 4, 2025 10:02 એ એમ (AM)

views 13

રાજ્યમાં આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની આગાહી.

રાજ્યભરમાં આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી છે. હાલમાં દેશમાં ઉત્તર અને ઉત્તર-પશ્ચિમમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની દિશા પણ બદલાવાથી રાજ્ય તરફ ઠંડા પવન આવશે તેમ હવામાન વિભાગના નિદેશક ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું.

માર્ચ 4, 2025 9:59 એ એમ (AM)

views 8

રાજ્યના ખેડૂતોને ગત બે વર્ષમાં વીજળી બિલમાં રાહત માટે 18 હજાર ચાર કરોડ રૂપિયાની સબસિડી અપાઈ.

રાજ્યના ખેડૂતોને ગત બે વર્ષમાં વીજળી બિલમાં રાહત માટે 18 હજાર ચાર કરોડ રૂપિયાની સબસિડી અપાઈ છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં ગઈકાલે ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ઊર્જા મંત્રી કનુ દેસાઈએ માહિતી આપતા જણાવ્યું, ગત બે દાયકામાં ખેડૂતોને 14 લાખ નવા ખેતીવાડી વીજ જોડાણ અપાતા હાલમાં ખેતીવાડી વીજ જોડ...

માર્ચ 4, 2025 10:04 એ એમ (AM)

views 9

રાજ્યની 30 હજારથી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે ટ્રાન્સફર ફી નક્કી કરાઈ.

રાજ્યની 30 હજારથી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે ટ્રાન્સફર ફી નક્કી કરાઈ છે. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, સહકારી કાયદામાં થયેલા સુધારા અંતર્ગત હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં કોઈ પણ ઘરના ખરીદ-વેચાણ સમયે કુલ અવેજ રકમના 0.5 ટકા અથવા વધુમાં વધુ એક લાખ રૂપિયા કરતાં વધ...

માર્ચ 4, 2025 9:54 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વન્યજીવન વ્યવસ્થાપનમાં મદદ કરવા પરંપરાગત જ્ઞાન અને યાંત્રિક બુદ્ધિમત્તાનો વધુ ઉપયોગ કરવા હાકલ કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વન્યજીવન વ્યવસ્થાપનમાં મદદ કરવા પરંપરાગત જ્ઞાન અને યાંત્રિક બુદ્ધિમત્તાનો વધુ ઉપયોગ કરવા હાકલ કરી છે. શ્રી મોદીએ ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પૅસ ઍપ્લિકેશન્સ એન્ડ જીઓઇન્ફોર્મૅટિક્સ BISAG-N અને ફૉરેસ્ટ સરવે ઑફ ઇન્ડિયા સાથે મળીને જંગલની આગ અને વન્યજીવન સંઘર્ષ વ્યવસ્થાપન મ...

માર્ચ 4, 2025 9:50 એ એમ (AM)

views 8

અમૃતસરમાં ગઇકાલે ભારત-પાકિસ્તાન સરહદે સુરક્ષા દળ દ્વારા એક પાકિસ્તાની ઘુસણખોર ઠાર મરાયો છે.

અમૃતસરમાં ગઇકાલે ભારત-પાકિસ્તાન સરહદે સુરક્ષા દળ દ્વારા એક પાકિસ્તાની ઘુસણખોર ઠાર મરાયો છે. તાજેતરના સમયમાં આ બીજી ઘટના છે. ગત બુધવારે, બી.એસ.એફ.ના જવાનોએ પઠાણકોટમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો હતો.

માર્ચ 4, 2025 9:47 એ એમ (AM)

views 26

ચૂંટણી પંચ આજથી નવી દિલ્હીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે બે દિવસીય પરિષદ યોજશે

ચૂંટણી પંચ આજથી નવી દિલ્હીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે બે દિવસીય પરિષદ યોજશે.જ્ઞાનેશ કુમારે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી આ પહેલી પરિષદ છે. આ બે દિવસીય પરિષદ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓને એકબીજાના અનુભવો પર ચર્ચા કરવ...