પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વન્યજીવન વ્યવસ્થાપનમાં મદદ કરવા પરંપરાગત જ્ઞાન અને યાંત્રિક બુદ્ધિમત્તાનો વધુ ઉપયોગ કરવા હાકલ કરી છે. શ્રી મોદીએ ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પૅસ ઍપ્લિકેશન્સ એન્ડ જીઓઇન્ફોર્મૅટિક્સ BISAG-N અને ફૉરેસ્ટ સરવે ઑફ ઇન્ડિયા સાથે મળીને જંગલની આગ અને વન્યજીવન સંઘર્ષ વ્યવસ્થાપન માટે મિકેનિકલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને જીઓ-સ્પેશિયલ મૅપિંગના ઉપયોગ પર પણ ભાર મૂક્યો. પ્રધાનમંત્રીએ ગઈકાલે વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે જુનાગઢના સાસણગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકમાં શ્રી મોદીએ દેશમાં પહેલી વાર કરાયેલી નદી ડૉલ્ફિન અંદાજ અહેવાલ પણ જાહેર કર્યો. અહેવાલમાં કુલ છ હજાર 327 ડૉલ્ફિન હોવાનો અંદાજ છે. દરમિયાન શ્રી મોદીએ જુનાગઢમાં નેશનલ રૅફરલ સેન્ટર ફૉર વાઈલ્ડલાઈફનો શિલાન્યાસ પણ કર્યો, જે વન્યજીવન સ્વાસ્થ્ય અને રોગ વ્યવસ્થાપન સંબંધિત વિવિધ પાસાઓના સંકલન માટે કેન્દ્ર તરીકે કાર્ય કરશે. પ્રધાનમંત્રીએ આ વર્ષે હાથ ધરવામાં આવનારી સિંહ અંદાજના 16મા તબક્કાના પ્રારંભની અને બરડા વન્યજીવન અભયારણ્યમાં સિંહોના સંરક્ષણ માટે સહાયની જાહેરાત પણ કરી.
Site Admin | માર્ચ 4, 2025 9:54 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વન્યજીવન વ્યવસ્થાપનમાં મદદ કરવા પરંપરાગત જ્ઞાન અને યાંત્રિક બુદ્ધિમત્તાનો વધુ ઉપયોગ કરવા હાકલ કરી.