સપ્ટેમ્બર 22, 2025 7:13 પી એમ(PM)

views 11

આગામી પેઢીના વસ્તુ અને સેવા કર – GST સુધારા આજથી લાગુ થયા

કેન્દ્ર સરકારે કરેલા આગામી પેઢીના વસ્તુ અને સેવા કર-GST સુધારા આજથી લાગુ થઈ ગયા છે. આ નવા સુધારા મધ્યમ વર્ગના પરિવારો માટે ઘણા ફાયદા થશે. નવા સુધારા અંતર્ગત પરાઠા, ખાખરા, પનીર, પીઝાબ્રેડ જેવા ખાધ પદાર્થની વસ્તુઓ પર વેરા મુક્તિ આપવામાં આવી છે. ઘી હોય, માખણ હોય, દૂધ હોય કે આઈસ્ક્રીમ હોય, તમામના ભાવ ઘટ...

સપ્ટેમ્બર 22, 2025 7:11 પી એમ(PM)

views 12

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, સહકારી ક્ષેત્રમાં ત્રણ વર્ષમાં 60 પહેલ શરૂ કરાઇ.

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, દરેક સહકારી સંસ્થા જિલ્લા અને રાજ્ય બેન્ક પાસેથી જ લોન લે તેવી વ્યવસ્થા બનાસકાંઠા અને પંચમહાલમાં શરૂ કરવામાં આવી. રાજકોટ જિલ્લા સરકારી બૅન્ક સહિત જિલ્લાકક્ષાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં શ્રી શાહે આ મુજબ જણાવ્યુ. તેમણે ઉમેર્યું કે સહકારી ક્ષેત...

સપ્ટેમ્બર 22, 2025 7:10 પી એમ(PM)

views 16

દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ આજે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની આગાહી કરી છે. તો માછીમારો માટે કોઈ ચેતવણી જાહેર કરવામાં નથી આવી. દરમિયાન રાજ્યમાં ફરી વરસાદનું જોર ઘટતાં બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર છ તાલુકામાં વરસાદના અહેવાલ છે. સૌથી વધુ એક ઇંચ જે...

સપ્ટેમ્બર 22, 2025 7:08 પી એમ(PM)

views 11

પાટણની મુસ્કાન પ્રજાપતિએ રાજ્યકક્ષાની લોન ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો

પાટણની મુસ્કાન પ્રજાપતિએ રાજ્યકક્ષાએ યોજાયેલ અંડર – 17 લોન ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે . અમદાવાદના નિકોલ ખાતે તાજેતરમાં રમાયેલ રાજ્ય કક્ષાની અંડર 17 લોન ટેનિસ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએથી પ્રથમ પાટણની મુસ્કાન પ્રજાપતિએ ટીમ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. આ ઉપરાંત, મુસ્કાને વ્યક્તિગત ...

સપ્ટેમ્બર 22, 2025 6:07 પી એમ(PM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર ખાતે 94 નવી 108 એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવ્યું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, 108 ઈમરજન્સી મેડીકલ સેવા દ્વારા પ્રતિદિન સરેરાશ 4300થી 4500 જેટલા દર્દીઓને કટોકટીના સમયે હોસ્પિટલ સુધી પહોચાડવાની નિઃશુલ્ક સેવા અપાય છે. 108 નંબર પર આવેલા 99 ટકા ફોન કોલને પ્રથમ બે રીંગમાં જ પ્રતિસાદ આપવામાં આવ્યો છે. શ્રી પટેલે ઉમેર્યું કે અત્યાર સુધીમાં રાજ્યના એ...

સપ્ટેમ્બર 22, 2025 2:56 પી એમ(PM)

views 15

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે છે. તેઓ આજે સવારે સુરતમાં વરાછા ખાતે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ- ઇસ્કૉન મંદિરના ભૂમિપૂજન સમારોહમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવ જોડાયા હતા. ત્યારબ...

સપ્ટેમ્બર 22, 2025 2:55 પી એમ(PM)

views 11

નવરાત્રિના પાવન પર્વનો આજથી પ્રારંભ….

નવરાત્રિના પાવન પર્વનો આજથી પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના GMDC મેદાનમાં વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ ઉત્સવનો પ્રારંભ કરાવશે. આજથી સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી અને પાવાગઢ શક્તિપીઠ સહિતના ધાર્મિક સ્થળો પર ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. મહેસાણાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી મંદિર ખા...

સપ્ટેમ્બર 22, 2025 2:54 પી એમ(PM)

views 20

આગામી પેઢીના વસ્તુ અને સેવા કર – GST સુધારા સાથે લોકોનું બચતમાં વધારા સાથે જીવન ધોરણ સુધારશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, આગામી પેઢીના વસ્તુ અને સેવા કર - GST સુધારા સાથે લોકોનું બચતમાં વધારા સાથે જીવન ધોરણ સુધારશે. નવરાત્રિ પર્વની શુભેચ્છા પાઠવતા શ્રી પટેલે નાગરિકોને સ્વદેશી અપનાવવા અપીલ કરી. તેમણે કહ્યું, હવેનો સમય દેશની આત્મનિર્ભરતા અને સ્વદેશીનો છે.

સપ્ટેમ્બર 22, 2025 2:53 પી એમ(PM)

views 8

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા-પોરબંદર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના દબાણ આજે દૂર કરાયાં.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા-પોરબંદર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના દબાણ આજે દૂર કરાયાં. બરડીયા તેમજ ઓખામઢી ગામ પાસે હાથ ધરાયેલી દબાણ હટાવવાની કામગીરીમાં એક હજાર 750 ચોરસ મીટર સરકારી જગ્યા પરની અંદાજે એક કરોડ 55 લાખ રૂપિયાની જમીન ખાલી કરાવવામાં આવી. દરમિયાન મામલતદાર, SDM સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગો...

સપ્ટેમ્બર 22, 2025 2:52 પી એમ(PM)

views 23

આજે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ આજે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની આગાહી કરી છે. તો માછીમારો માટે કોઈ ચેતવણી જાહેર કરવામાં નથી આવી. દરમિયાન રાજ્યમાં ફરી વરસાદનું જોર ઘટતાં બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર છ તાલુકામાં વરસાદના અહેવાલ છે. સૌથી વધુ એક ઇંચ જે...