સપ્ટેમ્બર 25, 2025 7:01 પી એમ(PM)

views 32

નવરાત્રિ નિમિત્તે પાવાગઢ અને માતાના મઢ ખાતે શરૂ થયેલા મેળા માટે STની 120 વધારાની બસનું સંચાલન

નવરાત્રિ મેળા નિમિત્તે પાવાગઢ શક્તિપીઠ અને કચ્છમાં માતાના મઢ ખાતે શરૂ થયેલા મેળા માટે ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમ- GSRTC દ્વારા 120 વધારાની બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પાવાગઢના દર્શનાર્થીઓ માટે પાવાગઢથી માંચી સુધી દરરોજ 55 બસનું સંચાલન કરી સાત લાખ 50 હજાર જેટલા અને કચ્છના વિવિ...

સપ્ટેમ્બર 25, 2025 6:59 પી એમ(PM)

views 23

સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત રાજ્યભરમાં સફાઈ હાથ ધરાઈ.

સ્વચ્છતા હી સેવા પખવાડિયા હેઠળ રાજ્યભરમાં સફાઈ કામગીરી થઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદનાં નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીના દર્શન કરીને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ શ્રમદાન કર્યું. ’સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં એક હજાર 877 મેટ્રીક ટનથી વધુ કચરાનો નિકા...

સપ્ટેમ્બર 25, 2025 6:56 પી એમ(PM)

views 21

48 કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 48 કલાક બાદ ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. દરમિયાન માછીમારો માટે કોઈ ચેતવણી જાહેર નથી કરવામાં આવી. જોકે, મોટાભાગના જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

સપ્ટેમ્બર 25, 2025 6:54 પી એમ(PM)

views 15

ડાંગમાં યોજાયેલી રાજ્યકક્ષાની વૉલિબૉલ સ્પર્ધામાં છોટાઉદેપુરની શાળાએ સુવર્ણ ચંદ્રક જીત્યો

ડાંગ જિલ્લામાં યોજાયેલી રાજ્યકક્ષાની વૉલિબૉલ સ્પર્ધામાં બહેનોની સ્પર્ધામાં છોટાઉદેપુરની પુનિટાવાંટની એકલવ્ય મૉડેલ રેસિડેન્શિઅલ સ્કૂલે સુવર્ણ ચંદ્રક જીતી પહેલો ક્રમાંક મેળવ્યો. તો ભાઈઓની ટીમે દ્વિતીય ક્રમાંક મેળવી છોટાઉદેપુરનું નામ રોશન કર્યું છે. શાળાના આચાર્ય અને તાલીમ શિક્ષકના માર્ગદર્શન હેઠળ સિદ્...

સપ્ટેમ્બર 25, 2025 3:26 પી એમ(PM)

views 19

પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ આજે જિલ્લા રમતગમત સંકુલ ખાતે સફાઈ કરી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો

સ્વચ્છતા હી સેવા પખવાડિયા હેઠળ રાજ્યભરમાં સફાઈ કામગીરી ચાલી રહી છે. ત્યારે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા આજે ગાંધીનગરમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાયાં હતાં. તેમણે ગાંધીનગર મહાપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા યાત્રાનું પણ પ્રસ્થાન કરાવ્યું. તો, પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ આજ...

સપ્ટેમ્બર 25, 2025 3:20 પી એમ(PM)

views 15

રાજ્યમાં ગઈકાલે મોડી રાત્રે કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા.

રાજ્યમાં ગઈકાલે મોડી રાત્રે કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા. કચ્છ જિલ્લામાં મોડી રાત્રે એક વાગ્યેને 46 મિનિટે આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડાથી 31 કિલોમીટર દૂર નોંધાયું હતું. રેક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ત્રણ પૂર્ણાંક ત્રણની માપવામાં આવી છે. ત્યારબાદ રાત્રે બે વાગ્યેને છ મિ...

સપ્ટેમ્બર 25, 2025 3:16 પી એમ(PM)

views 15

નવલા નોરતાના ચોથા દિવસે આજે માઁ દુર્ગાના ચોથા કુષ્માંડા સ્વરૂપની પૂજા અર્ચના…

ભક્તિ અને આરાધનાના પાવન પર્વ નવલા નોરતાના ચોથા દિવસે આજે માઁ દુર્ગાના ચોથા કુષ્માંડા સ્વરૂપની પૂજા અર્ચના કરાય છે. રાજ્યભરના ધાર્મિક સ્થળો પર મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. તમામ જગ્યાએ ગરબે ઝૂમી ભક્તો માતાજીની આરાધાનામાં મગ્ન બન્યા છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના...

સપ્ટેમ્બર 25, 2025 2:46 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વિશ્વમાં વિક્ષેપો અને અનિશ્ચિતતા હોવા છતાં, ભારતની વૃદ્ધિ પ્રભાવશાળી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વૈશ્વિક વિક્ષેપો અને અનિશ્ચિતતા છતાં, ભારતની વૃદ્ધિ નોંધપાત્ર રહી છે. આજે સવારે ગ્રેટર નોઈડામાં ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય વેપાર શોનું ઉદ્ઘાટન કરતા શ્રી મોદીએ કહ્યું કે, વિક્ષેપો દેશને વિચલિત કરતા નથી, પરંતુ તે પરિસ્થિતિઓમાં નવી દિશા અને નવી તકો શોધે છે. તેમણે કહ્...

સપ્ટેમ્બર 25, 2025 2:39 પી એમ(PM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્તરપ્રદેશના વૃંદાવનમાં શ્રી બાંકે બિહારી મંદિર સહિત વિવિધ ધાર્મિક સ્થળોના દર્શન કર્યાં.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ઉત્તર પ્રદેશના વૃંદાવનની મુલાકાત લીધી. તેઓ સફદરજંગ રેલવે મથકથી એક વિશેષ ટ્રેન દ્વારા વૃંદાવન પહોંચ્યા. જ્યાં તેમણે શ્રી બાંકે બિહારી મંદિર, નિધિવન અને કુબ્જા કૃષ્ણ મંદિરમાં દર્શન કર્યા. તેઓ વૃંદાવનના સુદામા કુટીની પણ મુલાકાત લેશે અને મથુરામાં શ્રી કૃષ્ણ જન્મસ્થાન ખાતે ...

સપ્ટેમ્બર 25, 2025 2:27 પી એમ(PM)

views 13

ભારતે રેલવે-આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી મધ્યમ અંતરની અગ્નિ-પ્રાઇમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું

ભારતે રેલવે-આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી મધ્યમ અંતરની અગ્નિ-પ્રાઇમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ આગામી પેઢીની મિસાઇલ 2 હજાર કિલોમીટર સુધીની રેન્જને આવરી લેવા માટે તૈયાર કરવામાં આવી છે અને તે વિવિધ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. આ પ્રકારનું પ્રથમ પ્રક્ષેપણ ખાસ ડિઝાઇન કરેલા રેલ-આધારિત મોબાઇલ લોન...