સપ્ટેમ્બર 27, 2025 8:51 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 126મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે.આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્...

સપ્ટેમ્બર 27, 2025 8:50 એ એમ (AM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અલ્હાબાદ વડી અદાલતમાં 24 ન્યાયાધીશોની નિમણૂક કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અલ્હાબાદ વડી અદાલતમાં 24 ન્યાયાધીશોની નિમણૂક કરી છે. જેમાં વરિષ્ઠ વકીલો વિવેક સરન, ગરિમા પ્રસાદ અને સુધાંશુ ચૌહાણનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, હિમાચલ પ્રદેશ વડી અદાલતમાં બે ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે કર્ણાટક વડી અદાલતમાં એક કાયમી ન્યાયાધીશ અને ત્રણ વધારાના ન્ય...

સપ્ટેમ્બર 27, 2025 8:48 એ એમ (AM)

views 19

૧૨મી વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો આજથી નવી દિલ્હી ખાતે આરંભ થશે

12મી વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો આજથી નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે આરંભ થશે. નવ દિવસની આ સ્પર્ધામાં કુલ 186 ચંદ્રક સ્પર્ધાઓ હશે, જેમાં પુરુષો માટે 101, મહિલાઓ માટે 84 અને એક મિશ્ર સ્પર્ધાનો સમાવેશ થશે, જેમાં સ્પ્રિન્ટ્સથી લઈને એન્ડ્યુરન્સ રેસનો સમાવેશ થાય છે. આ ચેમ્પિયનશિપ આવતા ...

સપ્ટેમ્બર 27, 2025 8:47 એ એમ (AM)

views 13

NIAએ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી તારિક અહમદ મીરની સ્થાવર મિલકતો જપ્ત કરી

રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA એ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી તારિક અહમદ મીરની સ્થાવર મિલકતો જપ્ત કરી છે. તેના પર કાશ્મીર ખીણમાં આતંકવાદી પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આતંકવાદીઓને શસ્ત્રો અને દારૂગોળો પૂરો પાડવાનો આરોપ છે. એજન્સીએ આ વર્ષે એપ્રિલમાં જમ્મુ સ્થિત NIA ની વિશેષ અદાલતના આદેશ પર તારિકની ધરપકડ કરી...

સપ્ટેમ્બર 27, 2025 8:44 એ એમ (AM)

views 12

બહુપક્ષવાદના દબાણના સમયમાં બ્રિક્સ તર્ક અને રચનાત્મક પરિવર્તનનો મજબૂત અવાજ છે – વિદેશ મંત્રી એસ. જયશંકર

વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે, બહુપક્ષવાદના દબાણના સમયમાં બ્રિક્સ તર્ક અને રચનાત્મક પરિવર્તનનો મજબૂત અવાજ છે. ડૉ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્ર દરમિયાન ન્યૂયોર્કમાં બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં આ વાત કરી હતી. વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે આ અશાંત વિશ્વમાં બ્રિક્સએ શાંત...

સપ્ટેમ્બર 27, 2025 8:42 એ એમ (AM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશામાં 60 હજાર કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાના ઝારસુગુડામાં 60 હજાર કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ ટેલિકોમ્યુનિકેશન, રેલ્વે, ઉચ્ચ શિક્ષણ, આરોગ્યસંભાળ, કૌશલ્ય વિકાસ અને ગ્રામીણ આવાસ સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લે છે. આ પ્રસંગે શ્રી મોદી એક જાહેર સભાને પણ સંબોધ...

સપ્ટેમ્બર 27, 2025 8:41 એ એમ (AM)

views 14

પોસ્ટ વિભાગે અંતર્દેશીય સ્પીડ પોસ્ટ અંતર્ગત દસ્તાવેજ ફીમાં સુધારો કર્યો

પોસ્ટ વિભાગે અંતર્દેશીય સ્પીડ પોસ્ટ અંતર્ગત દસ્તાવેજ ફીમાં સુધારો કર્યો છે. વિશ્વસનીયતા, સુરક્ષા અને ગ્રાહકોની સુવિધા વધારવા માટે નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.સંચાર મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલી ફી પહેલી ઓક્ટોબરથી અમલમાં આવશે. સ્થાનિક વિસ્તારોમાં સ્પીડ પોસ્ટ માટે 50 ગ્રામ સુધીના વજનની વસ્તુઓ...

સપ્ટેમ્બર 27, 2025 8:38 એ એમ (AM)

views 32

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટની આવતીકાલે ફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટની આવતીકાલે ફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે.દરમ્યાન ગઇકાલે સુપર ફોર તબક્કાની અંતિમ મેચમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું. ભારત બાંગ્લાદેશને હરાવીને ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગયું હતું. ગઈકાલે દુબઈમાં ટાઈ થયા બાદ ભારતે સુપર ઓવરમાં શ્રીલંકાને હરાવ્યું.પહેલા બેટિંગ કર...

સપ્ટેમ્બર 26, 2025 7:59 પી એમ(PM)

views 17

ભારતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપ્રમુખ વચ્ચેની કથિત ફોન વાતચીત અંગે નાટો સચિવના નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું

ભારતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની કથિત ફોન વાતચીત અંગે નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટના નિવેદનને ખોટું અને સંપૂર્ણપણે પાયાવિહોણું ગણાવ્યું છે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં આ અંગેના પ્રશ્નના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતુ...

સપ્ટેમ્બર 26, 2025 7:57 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બિહારમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બિહારમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો પ્રારંભ કરાવ્યો. શ્રી મોદીએ બિહારમાં 75 લાખ મહિલાઓના બેંક ખાતામાં દરેકને દસ- દસ હજાર રૂપિયા જમા કરાવ્યાં હતાં. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકાર દ્વારા શરૂ કરાયેલી વિવિધ મહિલા...