ઓક્ટોબર 3, 2025 10:22 એ એમ (AM)

views 31

રાજ્યમાં ચોમાસું અંતિમ તબક્કામાં, છેલ્લા 24 કલાકમાં 123 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજ્યમાં ચોમાસું હાલ તેના અંતિમ તબક્કામાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 123 તાલુકામાં વરસાદ પડ્યો છે. જૂનાગઢનાં વંથલીમાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો. જ્યારે સુરેન્દ્રનગરના ચોટીલામાં પણ ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે રાજ્યના 152 જળાશય હાઇએલર્ટ પર છે. જ્યારે 13 જળાશય એલર્ટ પ...

ઓક્ટોબર 3, 2025 10:21 એ એમ (AM)

views 16

અસત્ય પર સત્યના વિજય સમા દશેરા- વિજયા દશમી પર્વની રાજ્ય સહિત દેશભરમાં ઉજવણી કરવામાં આવી

અસત્ય પર સત્યના વિજય સમા દશેરા- વિજયા દશમી પર્વની રાજ્ય સહિત દેશભરમાં ઉજવણી કરવામાં આવી.રાજ્યમાં અનેક સ્થળોએ રાવણ દહન, શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા. ગાંધીનગરમાં યોજાયેલા રાવણદહન અને રામલીલા કાર્યક્રમમાં 20 હજારથી વધુ લોકો હાજર રહ્યા હતા.પંચમહાલ જિલ્લામાં રાવણ દહન, શસ્ત્ર પૂજન ઉપરાંત ભવાઈ સહિ...

ઓક્ટોબર 3, 2025 10:20 એ એમ (AM)

views 29

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે ભરૂચથી માદક પદાર્થ વિરોધી કાર્યદળ- ANTFનો શુભારંભ કરાવશે

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે ભરુચ ખાતે માદક પદાર્થ વિરોધી કાર્યદળ- ANTFનો શુભારંભ કરાવશે.ગાંધીનગરમાં મુખ્ય મથક અને 6 ઝોનલ કચેરી સાથેની આ દળમાં 213 જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ-કર્મચારીઓ માદક પદાર્થના ગુનાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે.રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ પોલીસિંગના અભિગમ હેઠળ ચાલી રહેલા 'મેન્ટર પ્...

ઓક્ટોબર 3, 2025 10:17 એ એમ (AM)

views 22

ગાંધીનગરમાં જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ પર આજથી બે દિવસનું રાષ્ટ્રીય સંમેલન યોજાશે

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ પર આજથી બે દિવસનું રાષ્ટ્રીય સંમેલન યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનાર આ સંમેલનમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહેશે.આ બે દિવસીય સંમેલનમાં જમીન રેકોર્ડનું આધુનિકીકરણ, નવી ટેક્નોલોજીનો ઉપયોગ ...

ઓક્ટોબર 3, 2025 10:15 એ એમ (AM)

views 32

ભારત વેસ્ટ ઇન્ડીઝ સામે બે વિકેટે 121 રનના સ્કોરથી પોતાનો પહેલો દાવ ફરી શરૂ કર્યો

ભારત આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બે મેચની શ્રેણીની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે બે વિકેટે 121 રનના સ્કોરથી પોતાનો પહેલો દાવ ફરી શરૂ કરશે. ગઈકાલે પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે કે એલ રાહુલ 53 અને શુભમન ગિલ 18 રન પર રમી રહ્યા હતા જ્યારે યશસ્વી જયસ્વાલે 36 રન બનાવ્યા હત...

ઓક્ટોબર 3, 2025 10:13 એ એમ (AM)

views 21

ભારતે બ્રિટનના માન્ચેસ્ટરમાં યહૂદીઓની ધાર્મિક વિધિ યોમ કિપ્પુર પ્રાર્થના દરમિયાન થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી

ભારતે બ્રિટનના માન્ચેસ્ટરમાં યહૂદીઓની ધાર્મિક વિધિ યોમ કિપ્પુર પ્રાર્થના દરમિયાન થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારત આ દુઃખની ઘડીમાં બ્રિટનના લોકો સાથે ઉભું છે. મંત્રાલયે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ પર થયેલા આ જઘન્ય કૃત્ય પર પણ શોક વ્યક્ત કર્યો હતો.ગઇકાલે...

ઓક્ટોબર 3, 2025 10:12 એ એમ (AM)

views 17

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર અને નાગરિક ઉડ્ડયન મંત્રીએ એરબસના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ઇન્ડિગોના વરિષ્ઠ અધિકારીઑ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ એરબસના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ઇન્ડિગોના વરિષ્ઠ અધિકારીઑ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી.આ બેઠક ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને મજબૂત બનાવવા અને ભારત-યુરોપ આર્થિક સંબંધોને ગાઢ બનાવવા પર કેન્દ્રિત હતી. નવી દિલ્હીમાં યોજાયેલી આ બેઠ...

ઓક્ટોબર 3, 2025 10:09 એ એમ (AM)

views 12

ભારતીય સૈનિકોએ અરુણાચલ પ્રદેશમાં બસ અકસ્માતમાં 13 લોકોને બચાવ્યા

ભારતીય સૈનિકોએ અરુણાચલ પ્રદેશમાં બસ અકસ્માતમાં 13 લોકોને બચાવી લીધા છે. સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું કે, તવાંગ જિલ્લાના બૈશાખી નજીક 13 મુસાફરોને લઈ જતી બસ કોતરમાં પડી હતી.ગજરાજ કોર્પ્સના સૈનિકોએ "સ્વ પહેલાં સેવા"ની સર્વોચ્ચ પરંપરાનું પાલન કરીને, તાત્કાલિક બચાવ કામગીરી શરૂ...

ઓક્ટોબર 3, 2025 9:57 એ એમ (AM)

views 14

મુખ્ય ચૂંટણી કમિશનર આજે નવ નિયુક્ત નિરીક્ષકો સાથે બેઠક કરશે

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર આજે નવી દિલ્હીમાં બિહાર વિધાનસભા ચૂંટણી અને અન્ય રાજ્યમાં યોજાનારી પેટાચૂંટણીઓ અંગે નવ નિયુક્ત નિરીક્ષકો સાથે બેઠક કરશે. ચૂંટણી પંચની ટીમ આવતીકાલે અને 5 ઓક્ટોબરે બિહારની મુલાકાત લેશે અને વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી તથા...

ઓક્ટોબર 3, 2025 9:54 એ એમ (AM)

views 16

મધ્યપ્રદેશમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી જતાં 11ના મોત- મૃતકોના પરિવારને બે લાખ રૂપિયાની સહાયની પ્રધાનમંત્રીની જાહેરાત

મધ્યપ્રદેશમાં, ખંડવા જિલ્લાના જામલી ગામમાં ટ્રેક્ટર-ટ્રોલી પુલ પરથી નદીમાં પડી જતાં 11ના મોત અને 3 ઇજાગ્રસ્ત થયા છે. દુર્ગા પ્રતિમા વિસર્જન બાદ પરત ફરી રહેલા વાહનમાં 14 મુસાફરો સવાર હતા. જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક ગ્રામજનો દ્વારા મોડી રાત સુધી બચાવ અને રાહત કામગીરી ચાલી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર...