ઓક્ટોબર 3, 2025 3:11 પી એમ(PM)

views 12

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે સુરતમાં ટ્રૅક કન્સ્ટ્રક્શન બૅઝની મુલાકાત લીધી.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે સુરતમાં ટ્રૅક કન્સ્ટ્રક્શન બૅઝની મુલાકાત લીધી. તેઓ વિશેષ ટ્રૅન દ્વારા સુરત રેલવે મથક પહોંચ્યાં હતાં.

ઓક્ટોબર 3, 2025 3:10 પી એમ(PM)

views 23

સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનશે.

સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનશે. આ પદ માટે આજે તેમના સિવાય અન્ય કોઈએ ઉમેદવારી નથી નોંધાવી. બપોરે 2 વાગ્યે ઉમેદવારીપત્ર ભરવાનો સમય પૂર્ણ થવા સુધી શ્રી વિશ્વકર્માએ જ ઉમેદવારી નોંધાવી છે. હવે આવતીકાલે વિધિવત્ રીતે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર...

ઓક્ટોબર 3, 2025 3:10 પી એમ(PM)

views 14

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આજે પાટણમાં ખાદી ખરીદી કાર્યક્રમ યોજાયો.

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આજે પાટણમાં ખાદી ખરીદી કાર્યક્રમ યોજાયો. તમામ લોકો હિંગળા ચાચર ચોકથી વાજતેગાજતે પગપાળા ત્રણ દરવાજા નજીક આવેલા ખાદી ભંડાર ખાતે પહોંચ્યા હતા. આ પ્રસંગે શ્રી રાજપૂતે ખાદી ખરીદવા અને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કર્યા હતા.

ઓક્ટોબર 3, 2025 3:09 પી એમ(PM)

views 945

હવામાન ખાતાએ આગામી નવ તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી

હવામાન ખાતાએ આગામી નવ તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. બીજી તરફ, રાજ્યમાં વરસાદનું જોર ઘટતાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં ચાર તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. રાજ્યના મોટા ભાગના બ...

ઓક્ટોબર 3, 2025 1:52 પી એમ(PM)

views 18

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, 2029 પહેલા દેશની તમામ પંચાયતોમાં સહકારિતા સમિતિની રચના કરાશે..

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, 2029 પહેલા દેશની તમામ પંચાયતોમાં સહકારિતા સમિતિની રચના કરાશે. હરિયાણાના રોહતકમાં 825 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત સૌથી મોટા સાબર ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા શ્રી શાહે જણાવ્યું, દેશના ડેરી ક્ષેત્રમાં છેલ્લા 11 વર્ષમાં 70 ટકાનો વધારો થયો છે.

ઓક્ટોબર 3, 2025 1:50 પી એમ(PM)

views 16

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વિકસિત ભારતના લક્ષ્યને પૂર્ણ કરવા માટે આઠ ટકા GDP વૃદ્ધિની જરૂરિયાત પર ભાર મૂક્યો.

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે વિકસિત ભારતના લક્ષ્યને પૂર્ણ કરવા માટે આઠ ટકા GDP વૃદ્ધિની જરૂરિયાત પર ભાર મૂક્યો. નવી દિલ્હીમાં કૌટિલ્ય આર્થિક સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધતા, શ્રીમતી સીતારમણે કહ્યું કે, વૈશ્વિક અસ્થિરતા વચ્ચે દેશનો વિકાસ તેના સ્થાનિક પરિબળો પર મજબૂત રીતે આધારિત છે. તેમણ...

ઓક્ટોબર 3, 2025 1:48 પી એમ(PM)

views 17

ભારતને સામાજિક સુરક્ષામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સામાજિક સુરક્ષા સંગઠન પુરસ્કાર 2025 એનાયત કરાયો

ભારતને સામાજિક સુરક્ષામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સામાજિક સુરક્ષા સંગઠન એવોર્ડ 2025 થી સન્માનિત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આજે મલેશિયાના કુઆલાલંપુરમાં આ એવોર્ડ સ્વીકાર્યો હતો. આ પ્રસંગે ડૉ. માંડવિયાએ કહ્યું કે, આ એવોર્ડ દરેક નાગરિક માટે ...

ઓક્ટોબર 3, 2025 1:47 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ, મન કી બાત, ના આજે 11 વર્ષ પૂર્ણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ, મન કી બાત, ના આજે 11 વર્ષ પૂર્ણ થયા છે. 'મન કી બાત'ની પ્રથમ કડી 3 ઓક્ટોબર 2014ના રોજ વિજયાદશમીના અવસરે પ્રસારિત થયો હતો. તાજેતરમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યક્રમના 126ની કડીમાં દેશને સંબોધિત કર્યું છે. આ કાર્યક્રમ માત્ર એક રેડિયો શો નથી, પ...

ઓક્ટોબર 3, 2025 3:13 પી એમ(PM)

views 23

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન પરની બે દિવસની રાષ્ટ્રીય પરિષદનો આજથી પ્રારંભ થયો.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન પરની બે દિવસની રાષ્ટ્રીય પરિષદનો આજથી પ્રારંભ થયો. પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિક કેન્દ્રિત અભિગમ કેળવવા અને પાયાના સ્તરે જમીન અધિકાર સુનિશ્ચિત કરવા જમીન રેકર્ડના ડિજિટાઈઝેશન અને જમીની વહીવટમાં વિવિધ સ...

ઓક્ટોબર 3, 2025 10:26 એ એમ (AM)

views 17

એશિયન એકવેટિક્સ ચેમ્પિયનશીપમાં 13 ચંદ્રક સાથે ભારતનું અત્યાર સુધીનું સૌથી સફળ પ્રદર્શન

અમદાવાદના વીર સાવરકર રમતગમત સંકુલમાં ચાલી રહેલી એશિયન એકવેટિક્સ ચેમ્પિયનશીપમાં સ્વિમિંગ અને ડાઈવિંગમાં ભારતે 13 ચંદ્રક જીત્યા છે. આ સ્પર્ધામાં કુલ 48 ચંદ્રક સાથે ચીને પ્રભુત્વ જાળવી રાખ્યું.ભારત માટે ભવ્યા સચદેવ, સાજન પ્રકાશ, શ્રીહરિ નટરાજ અને મેન્સ રિલે ટીમે અંતિમ દિવસે ચાર કાંસ્ય ચંદ્રક જીત્યા. ભા...