ઓક્ટોબર 4, 2025 8:17 એ એમ (AM)

views 24

વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિમરન તેમજ નિષાદ કુમારે સુવર્ણ ચંદ્રક જીત્યા

વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિમરને મહિલાઓની 100 મીટર T12 સ્પર્ધામાં તેમજ નિષાદ કુમારે પુરુષોની ઊંચા કુદકા T47 માં સુવર્ણ ચંદ્રક જીતી લીધા છે.નવી દિલ્હીમાં ચાલી રહેલી વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં, ભારત હાલમાં છ સુવર્ણ, પાંચ રજત અને ચાર કાંસ્ય ચંદ્રક સાથે ચોથા સ્થાને છે. કુલ ચંદ્રક ની...

ઓક્ટોબર 3, 2025 7:53 પી એમ(PM)

views 16

ભારતે જણાવ્યું છે કે પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં ગંભીર માનવાધિકાર ઉલ્લંઘન માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવું જોઈએ

ભારતે જણાવ્યું છે કે પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં ગંભીર માનવાધિકાર ઉલ્લંઘન માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવું જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નવી દિલ્હીમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન નિર્દોષ લોકો પર લશ્કરી બર્બરતાના અહેવાલો...

ઓક્ટોબર 3, 2025 7:51 પી એમ(PM)

views 12

સેના પ્રમુખ જનરલે ચેતવણી આપી છે કે, જો પાકિસ્તાન કોઈ નવી પ્રતિકૂળ કાર્યવાહી કરશે તો ઇતિહાસમાં ટકી રહેવા અથવા ઇતિહાસ બની જવા તૈયાર રહેવું પડશે.

સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો તે કોઈ નવી પ્રતિકૂળ કાર્યવાહીમાં કરશે તો પાકિસ્તાનને ઇતિહાસમાં ટકી રહેવા અથવા ઇતિહાસ બનવા વચ્ચે પસંદગી કરવી પડશે. જનરલ દ્વિવેદીએ આજે રાજસ્થાનના શ્રીગંગાનગર નજીક 22 એમડીના સરહદી ગામમાં એક લશ્કરી ચોકી પર સૈનિકોને સંબોધન કરતી વખતે આ નિ...

ઓક્ટોબર 3, 2025 7:48 પી એમ(PM)

views 18

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે દેશની સંરક્ષણ નિકાસ 2029 સુધીમાં 50 હજાર કરોડ રૂપિયાને પાર કરશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે જણાવ્યું હતું કે દેશની સંરક્ષણ નિકાસ 2029 સુધીમાં 50 હજાર કરોડ રૂપિયાને પાર કરશે જે હાલના 24 હજાર કરોડ રૂપિયા છે. હૈદરાબાદમાં ત્રણ દિવસીય જૈન આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન - JITO કનેક્ટ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે આ મુજબ જણાવ્યુ. મંત્રીશ્રીએ ઉમેર્યું કે મેક ઇન ઇન્ડિયા કાર્...

ઓક્ટોબર 3, 2025 7:13 પી એમ(PM)

views 20

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં બે દિવસની ભૂમિ અને આપત્તિ વ્યવસ્થાપન અંગેની પરિષદનો પ્રારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, નાગરિક કેન્દ્રીત સુશાસનથી ગુજરાત દેશના વિકાસનું આદર્શ રાજ્ય અને વિકાસ સાધન બન્યું છે. ગાંધીનગરમાં ભૂમિ વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન અંગેની બે દિવસની રાષ્ટ્રીય પરિષદનો આજથી પ્રારંભ કરાવતા શ્રી પટેલે આ વાત કહી. તેમણે આ પરિષદને સુશાસન સાથે સતત વિકાસ-આર્થિક પ્રગતિ...

ઓક્ટોબર 3, 2025 7:12 પી એમ(PM)

views 30

સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ બનશે – આવતીકાલે વિધિવત્ જાહેરાત થશે.

સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનશે. પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયાની કામગીરી પૂર્ણ થતાં પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા આવતીકાલે ગાંધીનગરના ભાજપ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે ભાજપના નવા અધ્યક્ષ પદના પરિણામની જાહેરાત કરાશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, કેન...

ઓક્ટોબર 3, 2025 7:10 પી એમ(PM)

views 14

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરૂચમાં 381 કરોડ રૂપિયાના કેફી પદાર્થનો નાશ કરાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે ભરૂચમાં 381 કરોડ રૂપિયાથી વધુની કિંમતના કેફી પદાર્થના જથ્થાનો નાશ કરાયો. રાજ્ય પોલીસે કબજે કરેલા આઠ હજાર કિલોથી વધુના આ કેફી પદાર્થનો દહેજ ખાતે વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાયો છે. આ પ્રસંગે શ્રી સંખવીએ કેફી પદાર્થ વિરોધી કાર્યદળ- A.N.T.F.નો વિધિવત્ પ્રારંભ કરાવ...

ઓક્ટોબર 3, 2025 7:07 પી એમ(PM)

views 16

હરિયાણામાં સાબર ડેરીના દેશના સૌથી મોટા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, તે ખેડૂતો માટે લાભદાયી સાબિત થશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, દેશના ડેરી ક્ષેત્રમાં ગત 11 વર્ષમાં 70 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. તે વિશ્વનું સૌથી ઝડપથી આગળ વધતું ક્ષેત્ર છે. હરિયાણાના રોહતક I.M.T. ખાતે આજે સાબર ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા શ્રી શાહે કહ્યું, સાબર ડેરીએ 325 કરોડ રૂપિયાના રોકાણથી સમગ્ર દેશમ...

ઓક્ટોબર 3, 2025 7:05 પી એમ(PM)

views 30

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતને 11 વર્ષ પૂર્ણ થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ, મન કી બાતને આજે 11 વર્ષ પૂર્ણ થયા. કાર્યક્રમની પહેલી કડી ત્રણ ઓક્ટોબર, 2014ના રોજ વિજયાદશમીના દિવસે પ્રસારિત થઈ હતી. દેશના દરેક ખૂણા સુધી પહોંચેલો આ કાર્યક્રમ સાંસ્કૃતિક અને સામાજિક પરિવર્તનનું પ્રતીક છે. મન કી બાત કાર્યક્રમની પહેલી કડીમાં પ્રધાનમ...

ઓક્ટોબર 3, 2025 7:01 પી એમ(PM)

views 21

અમદાવાદમાં રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતે 286-થી વધુ રનની સરસાઈ મેળવી

ક્રિકેટમાં, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતે 286થી વધુ રનની સરસાઈ મેળવી છે. ભારતે બીજા દિવસના અંતે પાંચ વિકેટ 448 રન કર્યાં છે. જેમાં ધ્રુવ જુરેલે 125, કે.એલ. રાહુલે 100 રન બનાવીને આઉટ થયાં છે. જ્યારે રવિન્દ્ર જાડેજાએ અણનમ 104 રન બનાવ્યા છે....