ઓક્ટોબર 5, 2025 9:40 એ એમ (AM)

views 14

કેપ્ટન શુભાંશુ શુક્લાએ નવી દિલ્હીમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ સંજય કુમાર સાથે મુલાકાત કરી

આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ ગઈકાલે નવી દિલ્હીમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ સંજય કુમાર સાથે મુલાકાત કરી.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ બેઠકમાં વિકાસિત ભારત બિલ્ડાથોન 2025 પર ચર્ચા થઈ હતી, જે વિદ્યાર્થીઓમાં વ...

ઓક્ટોબર 5, 2025 9:39 એ એમ (AM)

views 25

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોવા સરકારના મુખ્ય કલ્યાણ કાર્યક્રમ, ‘મ્હાજે ઘર યોજના’નો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે તલેઈગાંવના ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ગોવા સરકારના મુખ્ય કલ્યાણ કાર્યક્રમ, 'મ્હાજે ઘર યોજના'નો શુભારંભ કરાવ્યો.આ યોજનાનો ઉદ્દેશ્ય સરકારી અને સામુદાયિક જમીનો પર બનેલા મકાનોને નિયમિત બનાવવાનો અને લાંબા સમયથી રહેતા લોકોને મ...

ઓક્ટોબર 5, 2025 8:35 એ એમ (AM)

views 29

બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમર આઠમી ઓક્ટોબરે ભારત આવશે

બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમર આઠમી ઓક્ટોબરે બે દિવસની મુલાકાતે ભારત આવશે. આ તેમની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત હશે.વિદેશ મંત્રાલયે જણાવ્યું કે નવ ઓક્ટોબરે મુંબઈમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રી સ્ટારમર વિઝન 2035ને અનુરૂપ ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓ પર પ્રગતિની સમીક્...

ઓક્ટોબર 5, 2025 8:12 એ એમ (AM)

views 28

વૈશ્વિક ખોરાક તરીકે માન્યતા પામેલા મખાણાની અમેરિકા, કેનેડા, આરબ દેશો, યુરોપ અને અન્ય એશિયન દેશોમાં નિકાસ કરવામાં આવશે

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી કે વૈશ્વિક ખોરાક તરીકે માન્યતા પામેલા બિહારના, મખાણાની અમેરિકા, કેનેડા અને આરબ દેશો ઉપરાંત યુરોપ અને અન્ય એશિયન દેશોમાં નિકાસ કરવામાં આવશે. પટણામાં મખાણા મહોત્સવમાં બોલતા તેમણે કહ્યું કે આફ્રિકન દેશોમાં પણ નિકાસ માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આ...

ઓક્ટોબર 5, 2025 8:11 એ એમ (AM)

views 44

ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળએ 7 થી 15 વર્ષ સુધીના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ્સ માટેના ચાર્જ માફ કર્યા

ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળએ 7 થી 15 વર્ષ સુધીના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ્સ માટેના ચાર્જ માફ કરી દીધા છે.એક નિવેદનમાં, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું કે આ વય જૂથ માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (MBU) ચાર્જ માફ કરવાનો નિર્ણય પહેલી ઓક્ટોબરથી અમલમાં આવી ગયો છે અને એક વર...

ઓક્ટોબર 5, 2025 8:10 એ એમ (AM)

views 13

સરકારે રાષ્ટ્રીય રાજમાર્ગ ફ્રી ટોલપ્લાઝા નિયમ 2008માં સુધારો કર્યો – ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન અપાશે

સરકારે રાષ્ટ્રીય રાજમાર્ગ ફ્રી ટોલપ્લાઝા નિયમ, 2008માં સુધારો કર્યો છે. નવા નિયમો અનુસાર, માન્ય અને સક્રિય FASTag વગર ટોલ પ્લાઝામાંથી પસાર થતા વાહનો જો રોકડમાં ચૂકવણી કરવાનું પસંદ કરે તો તેમની પાસેથી ફી કરતાં બમણી રકમ વસૂલવામાં આવશે. જો ફી UPI દ્વારા ચૂકવવામાં આવશેતો તેમની પાસેથી ફી કરતાં દોઢ ગણી રક...

ઓક્ટોબર 5, 2025 8:08 એ એમ (AM)

views 154

ICC મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો

ICC મહિલા ODI ક્રિકેટ વિશ્વ કપમાં, ભારત આજે બીજી મેચમાં પાકિસ્તાન સામે રમશે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ટુર્નામેન્ટની ભારતની બીજી મેચ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે. DLS પદ્ધતિ દ્વારા શ્રીલંકાને 59 રનથી હરાવીને ભારતની મહિલા ટીમે પોતાની પહેલી મેચ જીતી હતી.બીજી તરફ, પાકિસ્તાનને ટુર્નામેન્ટની શરૂઆત...

ઓક્ટોબર 4, 2025 8:22 પી એમ(PM)

views 13

ગાઝામાં છેલ્લા 12 કલાકમાં થયેલા ઇઝરાયલી હુમલામાં 20ના મોત

ગાઝામાં, છેલ્લા 12 કલાકમાં ઇઝરાયલી હુમલામાં 20 લોકો માર્યા ગયા હોવાનું, ગાઝાની નાગરિક સંરક્ષણ એજન્સીએ જણાવ્યું હતું, જોકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને તાત્કાલિક બોમ્બમારો બંધ કરવા હાકલ કરી. હમાસ અને ઇઝરાયલએ ટ્રમ્પના પ્રસ્તાવને મંજૂરી આપવાની તૈયારી દર્શાવી હોવા છતાં, ઇઝરાયલે હુમલા ચા...

ઓક્ટોબર 4, 2025 8:21 પી એમ(PM)

views 11

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, નક્સલવાદીઓને શસ્ત્રો છોડીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવાની અપીલ કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, નક્સલવાદીઓને શસ્ત્રો છોડીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવાની અપીલ કરી. આજે છત્તીસગઢના જગદલપુરમાં બસ્તર દશેરા લોકોત્સવ કાર્યક્રમને સંબોધતા શ્રી શાહે, આગામી વર્ષે 31 માર્ચ સુધીમાં દેશને નક્સલવાદી સમસ્યાથી મુક્ત કરવાના કેન્દ્ર સરકારના સંકલ્પનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે, નક...

ઓક્ટોબર 4, 2025 8:05 પી એમ(PM)

views 54

વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતનો એક દાવ અને 140 રને શાનદાર વિજય

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં, ભારતે વેસ્ટ ઈન્ડિઝને એક દાવ અને 140 રનથી હરાવ્યું, અને બે મેચની શ્રેણીમાં 1-0 ની સરસાઇ મેળવી છે. વેસ્ટ ઇન્ડિઝને પ્રથમ ઇનિંગમાં 162 રનમાં ઓલઆઉટ કર્યા બાદ, ભારતે 448 રન બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો. ભારતીય ક્રિકેટર ધ્રુવ જુરેલ, રવિન્દ્...