ઓક્ટોબર 6, 2025 9:51 એ એમ (AM)

views 14

પેરા મેડિકલ અભ્યાસક્રમોના પ્રવેશપ્રક્રિયાના બે રાઉન્ડમાં 14 હજાર 919 જેટલી બેઠકો ભરાઇ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદના બોર્ડના પરિણામ આધારિત પેરા મેડિકલ અભ્યાસક્રમોના પ્રવેશપ્રક્રિયાના બે રાઉન્ડ સમાપ્ત થઇ ગયા છે.. જેમાં 14 હજાર 919 જેટલી બેઠકો ભરાઇ ગઇ છે. ખાલી પડેલી બેઠકો માટે આ પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજો રાઉન્ડ પણ શરૂ કરી દેવાયો છે. જ્યારે આયુર્વેદ-હોમિયોપેથીના બીજા રાઉન્ડમાં સ્ટેટ ક્વોટ...

ઓક્ટોબર 6, 2025 9:47 એ એમ (AM)

views 31

શક્તિ વાવાઝોડાની અસરને કારણે ગત રાત્રી દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના 33 તાલુકાઓમાં વરસાદ

રાજ્યમાં ગઈકાલે સાંજે 6 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધીમાં 33 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે.સૌથી વધુ પોણા બે ઈંચથી વધુ વરસાદ ગાંધીનગરના દહેગામમાં, એક ઈંચથી વધુ જામનગરના જોડિયામાં જ્યારે સૌથી ઓછો વરસાદ થસરા, નાંદોદ, અંકલેશ્વર અને સંખેડા તાલુકામાં નોંધાયો છે.અમદાવાદના ઘણા વિસ્તારોમાં પણ વરસાદ ...

ઓક્ટોબર 6, 2025 9:46 એ એમ (AM)

views 155

ચક્રવાત શક્તિ બે દિવસ દરમિયાન નબળુ પડીને હવાના તીવ્ર દબાણમાં પરિવર્તિત થાય તેવી આગાહીના પગલે રાહત

ગંભીર ચક્રવાત વાવાઝોડું શક્તિ ઉત્તર-પશ્ચિમ અને તેને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર પર કેન્દ્રિત છે. આ વાવાઝોડું પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ ગતિ કરતાં ધીમે ધીમે નબળું પડે તેવી સંભાવના છે. ત્યારબાદ, તે રિકર્વ થઈને પશ્ચિમ-મધ્ય અને તેને અડીને આવેલા ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર લગભગ પૂર્વ તરફ આગળ વધશે અને ...

ઓક્ટોબર 6, 2025 9:43 એ એમ (AM)

views 30

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ સહકારી આધારિત સીએનજી અને સ્પ્રે ડ્રાયર પોટાશ ગ્રાન્યુલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ સહકારી આધારિત સીએનજી અને સ્પ્રે ડ્રાયર પોટાશ ગ્રાન્યુલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રોજેક્ટ અહિલ્યાનગર જિલ્લાના કોપરગાંવમાં સહકાર મહર્ષિ શંકરરાવ કોલ્હે સહકારી ખાંડ મિલ ખાતે શરૂ કરવામાં આવ્યો હતો.શ્રી શાહે જણાવ્યું કે દેશભરની 15 ...

ઓક્ટોબર 6, 2025 9:41 એ એમ (AM)

views 50

ભારતીય નૌકાદળમાં આજે વિશાખાપટ્ટનમ ખાતે યુદ્ધ જહાજ “INS એન્ડ્રોથ”ને સામેલ કરાશે

ભારતીય નૌકાદળમાં આજે વિશાખાપટ્ટનમ ખાતે એન્ટિ-સબમરીન વોરફેર (ASW) યુદ્ધ જહાજ "INS એન્ડ્રોથ"ને સામેલ કરશે. આ ભારતીય નૌકાદળનું બીજું એન્ટિ-સબમરીન વોરફેર (ASW) છે. વાઇસ એડમિરલ રાજેશ પંઢારકર સમારોહની અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, INS એન્ડ્રોથ ભારતીય નૌકાદળની સ્વદેશીકરણ તરફની પ્રગતિમાં એક...

ઓક્ટોબર 6, 2025 9:38 એ એમ (AM)

views 10

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આજથી દોહામાં કતારની મુલાકાતે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આજથી દોહામાં કતારની બે દિવસીય મુલાકાતે રવાના થશે. તેમની મુલાકાત દરમિયાન, શ્રી ગોયલ કતારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શેખ ફૈઝલ બિન થાની બિન ફૈઝલ અલ થાની સાથે કતાર-ભારત સંયુક્ત વેપાર અને વાણિજ્ય આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે...

ઓક્ટોબર 6, 2025 9:22 એ એમ (AM)

views 24

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બાળકોમાં કફ સિરપનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવા ખાસ સૂચના આપી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બાળકોમાં કફ સિરપનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવા ખાસ સૂચના આપી છે. મંત્રાલયે જણાવ્યું કે, ઉધરસ પોતાની મેળે જ ઠીક થઈ જાય છે અને તેને દવાની જરૂર નથી. મધ્યપ્રદેશના છિંદવાડામાં તાજેતરમાં દૂષિત કફ સિરપ પીવાથી બાળકોના મૃત્યુ બાદ મંત્રાલયે આ સલ...

ઓક્ટોબર 6, 2025 9:22 એ એમ (AM)

views 15

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ પહાડી વિસ્તારમાં ભૂસ્ખલનથી 23 લોકોનાં મોત

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ પહાડી વિસ્તારમાં અવિરત ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની અનેક ઘટનાઓમાં ઓછામાં ઓછા 23 લોકોનાં મોત થયા છે. ઉત્તર બંગાળના 8 જિલ્લાઓના મેદાની વિસ્તારમાં અચાનક પૂર અને તિસ્તા અને તોર્ષા સહિતની ઘણી નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી હોવાના અહેવાલો છે

ઓક્ટોબર 6, 2025 9:20 એ એમ (AM)

views 57

મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં ભારતે પાકિસ્તાનને 88 રનથી હરાવ્યું

મહિલા ODI ક્રિકેટ વિશ્વ કપમાં ભારતે પાકિસ્તાનને 88 રનથી હરાવ્યું. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 247 રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાન 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારત તરફથી ક્રાંતિ ગૌર અને દીપ્તિ શર્માએ ત્રણ-ત્રણ વિકેટ લીધી, જ્યારે સ્નેહ રાણાએ બે વિકેટ લી...

ઓક્ટોબર 5, 2025 8:11 પી એમ(PM)

views 31

શ્રીલંકામાં રમાઈ રહેલા એક દિવસીય મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતે પાકિસ્તાનને જીતવા 248 રનનો લક્ષ્યાંક આપ્યો

શ્રીલંકાના કૉલમ્બોમાં એક દિવસીય મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતે પહેલા બેટિંગ કરી પાકિસ્તાનને જીતવા 248 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારતની ટીમ 247 રને ઑલ-આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી સૌથી વધુ 46 રન હરલિન દેઓલે બનાવ્યાં છે. જ્યારે જેમિમાહ રોડ્રિગ્ઝ 32 અને ઑપનર પ્રતિકા રાવલ 31 રન બનાવીને આઉટ થયાં હતાં. તો રિચ...