ઓક્ટોબર 8, 2025 3:24 પી એમ(PM)

views 16

મહેસાણાના કડીમાં આવેલા સરદાર પટેલ કપાસ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજીનો શુભારંભ.

મહેસાણાના કડીમાં આવેલા સરદાર પટેલ કપાસ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજીનો શુભારંભ થયો. પહેલા દિવસે કપાસના 20 કિલોનો ઊંચો ભાવ એક હજાર 520 રૂપિયા નોંધાયો. સાથે જ કપાસની 100 ક્વિન્ટલ આવક નોંધાઈ. હાલ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને સૌરાષ્ટ્ર જેવા કેન્દ્ર પરથી કપાસ ભરેલા વાહન કડી આવી રહ્યા છે.

ઓક્ટોબર 8, 2025 1:42 પી એમ(PM)

views 11

ટેલિકોમ ક્ષેત્રમાં દેશની સફળતા આત્મનિર્ભર ભારતના વિઝનની ક્ષમતા દર્શાવે છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે એશિયાના સૌથી મોટા ટેલિકોમ, મીડિયા અને ટેકનોલોજી કાર્યક્રમ, ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2025 ના નવમા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું. સભાને સંબોધતા, શ્રી મોદીએ કહ્યું કે ટેલિકોમ ક્ષેત્રમાં દેશની સફળતા આત્મનિર્ભર ભારત વિઝનની તાકાત દર્શાવે છે. તેમણે કહ્ય...

ઓક્ટોબર 8, 2025 1:40 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી 19 હજાર 650 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ભારતના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ-નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. તે વિશ્વના સૌથી કાર્યક્ષમ એરપોર્ટમાંનું એક હશે, જે વાર્ષિક નવ કરોડ મુસ...

ઓક્ટોબર 8, 2025 1:38 પી એમ(PM)

views 48

બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDA ગઠબંધનના ઘટક પક્ષો અને મહાગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી અંગે મડાગાંઠ યથાવત્.

બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDA ગઠબંધનના ઘટક પક્ષો અને મહાગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી અંગે મડાગાંઠ હજુ પણ ચાલુ છે. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) દ્વારા બેઠકોના સન્માનજનક હિસ્સાની માંગણીને પગલે NDAમાં, દરેક ઘટક પક્ષ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તે અંગે અનિશ્ચિતતા રહેલી છે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ LJP (રામ...

ઓક્ટોબર 8, 2025 1:37 પી એમ(PM)

views 30

રાષ્ટ્ર આજે ભારતીય વાયુસેનાની 93મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે

રાષ્ટ્ર આજે ભારતીય વાયુસેનાની 93મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. વાયુસેનાની સ્થાપના 8 ઓક્ટોબર 1932 ના રોજ થઈ હતી. આ પ્રસંગે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી અને ચીફ ઓફ ધ વાયુસેના એર ચીફ માર્શલ અમર પ્રીત સિં...

ઓક્ટોબર 8, 2025 1:36 પી એમ(PM)

views 14

જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાન ને કારણે સતત 3 દિવસથી સ્થગિત રહેલી માતા વૈષ્ણોવદેવી યાત્રા ફરીથી શરૂ.

જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાન ને કારણે સતત 3 દિવસ થી સ્થ્યગીત રહેલી શ્રી માતા વૈષ્ણોવદેવી યાત્રા ફરીથી શરૂ કરવામાં આવી છે. અમારા જમ્મુના સંવાદદાતા અહેવાલ આપે છે કે, ભારે વરસાદ અને ત્રિકુટા પર્વતીય વિસ્તારમાં ભૂસ્ખલનની આશંકાને કારણે તરત પવિત્ર ગુફાની આ યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવ...

ઓક્ટોબર 8, 2025 3:29 પી એમ(PM)

views 35

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં “વિકાસ સપ્તાહ” અંતર્ગત યોજાયેલા યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ શુભારંભ કાર્યક્રમમાં સંબોધન આપ્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, સમગ્ર વિશ્વમાં સૌથી વધુ યુવાશક્તિ અને સૌથી મોટી લોકશાહી ધરાવતું ભારત સ્થાનિક અને વૈશ્વિક સ્તરે બંને રીતે ભવિષ્યને આકાર આપવાની વિશેષ ક્ષમતા ધરાવે છે. ગાંધીનગરમાં આજે “વિકાસ સપ્તાહ” અંતર્ગત યોજાયેલા યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ શુભારંભ કાર્યક્રમને સંબોધતા શ્રી પ...

ઓક્ટોબર 8, 2025 9:47 એ એમ (AM)

views 23

ખોરાક અને ઔષધ તંત્રએ ડીસામાં સંયુક્ત રેડ કરીને 734 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા G.I.D.C. ડીસા ખાતે સંયુક્ત રેડ કરાઈ હતી. જેમાં 734 કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો. તંત્રની ટીમ દ્વારા બહુચર ડેરી પ્રોડક્ટસ સામે આ કાર્યવાહી કરાઈ હતી.આ તપાસ દરમ્યાન પેઢીના માલિક શંકાસ્પદ ઘીનું વેચાણ તથા ઉત્પાદન કરતા હોવાનું માલુમ પડેલુ જેના આધારે ઘીના નમુનાઓ લ...

ઓક્ટોબર 8, 2025 9:45 એ એમ (AM)

views 45

‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ’ રાજ્યમાં રોકાણો માટેની સજ્જતાનું એક પ્લેટફોર્મ બનશે તેવી આશા વ્યક્ત કરતાં ઉદ્યોગમંત્રી

ગુજરાતે વધુ એક નવતર પહેલ હાથ ધરીને ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ’ યોજવાનું નક્કી કર્યું છે. આ ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ’ની પ્રથમ શૃંખલા મુખ્યમંત્રીના હસ્તે મહેસાણાથી આવતીકાલે શરૂ થશે , તેમ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.રાજ્યના દરેક પ્રદેશની ઔદ્યોગિક-આર્થિક ક્ષમતા અને ...

ઓક્ટોબર 8, 2025 9:44 એ એમ (AM)

views 102

નવ રચિત ફાગવેલ તાલુકાનું મુખ્યમથક ફાગવેલ રાખવા કેબિનેટનો નિર્ણય, આરેઠમાંથી આઠ ગામ માંડવી તાલુકામાં સમાવાયા

રાજ્યમાં વાવ-થરાદ જિલ્લાની રચનાની સાથે કેટલાંક તાલુકાઓમાં પણ ફેરફાર કરાયો છે. આ નવા જિલ્લાઓમાં નવા તાલુકા બનાવ્યા અંગેનો નિર્ણય ગઇકાલે યોજાયેલા કેબિનેટની બેઠકમા લેવાયો હતો. આ અંગે માહિતી આપતાં સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આરેઠમાંથી 8 ગામો માંડવી તાલુકામાં સમાવાયા છે. જ્યારે ...