ઓક્ટોબર 13, 2025 2:14 પી એમ(PM)

views 22

સુરેન્દ્રનગરમાં આયોજિત ઝાલાવાડ ખરીદ મહોત્સવ સ્વદેશી મેળો સ્થાનિક કારીગરો અને સખી મંડળો માટે આત્મનિર્ભરતાનું ઉત્તમ માધ્યમ બન્યો

સુરેન્દ્રનગરમાં આયોજિત ઝાલાવાડ ખરીદ મહોત્સવ સ્વદેશી મેળો સ્થાનિક કારીગરો અને સખી મંડળો માટે આત્મનિર્ભરતાનું ઉત્તમ માધ્યમ બન્યો છે. સત્તાવાર યાદી મુજબ, મેળાનો હેતુ વૉકલ ફૉર લૉકલના સૂત્રને સાર્થક કરી જિલ્લાની મહિલાઓને અને નાના ઉદ્યોગસાહસિકોને મોટું બજાર પૂરું પાડવાનો છે. દર વર્ષે સરકાર દ્વારા યોજાતા આ...

ઓક્ટોબર 13, 2025 2:20 પી એમ(PM)

views 20

ગુજરાતના વલસાડમાં RPFના 40માં સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, દિવાળીના તહેવાર માટે 12 હજાર વિશેષ ટ્રેન દોડાવાશે

રેલવે આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને બાર હજાર સ્પેશ્યલ ટ્રેન દોડાવશે તેમ કેન્દ્રીય રેવલે અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. સૌ પ્રથમ વખત વલસાડમાં રેલવે પોલીસ દળના 40માં સ્થાપના દિવસની કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં ઉજવણી કરવામા આવી હતી રેલવે સુરક્ષા દળને વધ...

ઓક્ટોબર 13, 2025 1:12 પી એમ(PM)

views 27

સર્વોચ્ચ અદાલતે તમિલનાડુના કરુરમાં થયેલી ભાગદોડની CBI તપાસનો આદેશ આપ્યો

સર્વોચ્ચ અદાલતે તમિલનાડુના કરુરમાં થયેલી ભાગદોડની CBI તપાસનો આદેશ આપ્યો છે. કરુરમાં ગત મહિને તમિલગા વેત્રી કઝગમ, TVKની રાજકીય રેલી દરમિયાન લગભગ 41 લોકોના મોત થયા હતા. તમિલ અભિનેતા વિજયની આગેવાની હેઠળની પાર્ટીએ આ ઘટનાની તપાસ માટે મદ્રાસ વડી અદાલતની ખાસ તપાસ ટીમના નિર્દેશને પડકારટી અરજી સર્વોચ્ચ અદાલત...

ઓક્ટોબર 13, 2025 1:11 પી એમ(PM)

views 52

યુદ્ધવિરામની સમજૂતીના ભાગરૂપે હમાસે ઇઝરાયલના સાત બંધકોને મુક્ત કર્યા

હમાસે આજે ઇઝરાયલના સાત બંધકોને મુક્ત કર્યા છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં યુદ્ધવિરામ યોજનાના ભાગરૂપે હમાસે સાત બંધકોને રેડ ક્રોસને સોપ્યાં છે. હમાસે કહ્યું કે, ઇઝરાયલ દ્વારા રખાયેલા એક હજાર 900થી વધુ પેલેસ્ટિનિયન કેદીઓ માટે 20 જીવિત બંધકોને સોંપ્યા છે. રેડ ક્રોસ આ બંધકોને ઇઝરાયલી સૈન્યને સોંપશે.

ઓક્ટોબર 13, 2025 9:14 એ એમ (AM)

views 13

વિદાય લઇ રહેલા ચોમાસા દરમિયાન રાજ્યમાં 157 બંધ હાઇ-અલર્ટ અને 11 બંધ અલર્ટ પર

હવામાન ખાતાએ રાજ્યમાં આગામી 19 તારીખ સુધી વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી છે. દરમિયાન રાજ્યમાં મોટા ભાગના જિલ્લામાંથી મેઘરાજાએ વિદાય લીધી હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. માછીમારો માટે પણ કોઈ ચેતવણી જાહેર કરવામાં નથી આવી. તેમ છતાં રાજ્યમાં હાલ 157 બંધ હાઇ-અલર્ટ અને 11 બંધ અલર્ટ પર છે. બીજી તરફ,...

ઓક્ટોબર 13, 2025 9:13 એ એમ (AM)

views 17

અમદાવાદ ગ્રામ્યમાં હત્યાના કેસમાં વચગાળાના જામીન લઈને ફરાર ત્રણ આરોપીઓને નવસારી એલસીબીએ નાસિકથી ઝડપ્યા

હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન પર છૂટી ફરાર થઈ ગયેલા અમદાવાદ ગ્રામ્યના કણભા વિસ્તારમાં થયેલી હત્યાના ત્રણેય આરોપીઓને નવસારી L.C.B. પોલીસે નાસિકથી ઝડપી પાડ્યા હતા,અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ મથકમાં 2021માં હાર્દિકભાઈ નામના યુવાનની પાલક માતાએ તેના મિત્રો દિનેશ, અનિલ અને સંજયને બોલાવી એકબીજાની મદદગારીથી...

ઓક્ટોબર 13, 2025 9:11 એ એમ (AM)

views 80

રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આજે શહેરી વિકાસ દિવસની ઉજવણી

રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે 13 ઑક્ટોબર-ને શહેરી વિકાસ દિવસ તરીકે મનાવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં વર્ષ 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી આયોજનબદ્ધ શહેરી વિકાસનો પાયો નાખ્યો હતો એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.વિશ્વ કક્ષાના શહેરી...

ઓક્ટોબર 13, 2025 9:07 એ એમ (AM)

views 25

સુરત અને નવસારીનો સંયુક્ત ‘સાંસદ ખેલ મહોત્સવ’નો આરંભ કરાવતા કેન્દ્રીયમંત્રી સી.આર.પાટીલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે ગઈકાલે સુરતમાં સુરત અને નવસારી સંસદીય મતવિસ્તારના સંયુક્ત સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ કરાવ્યો. સેવા પખવાડિયા અંતર્ગત ફિટ યુવા ફૉર વિકસિત ભારત’ની વિષયવસ્તુ સાથે સુરત અને નવસારીમાં આગામી 25 ડિસેમ્બર સુધી આ મહોત્સવ ચાલશે.તેમાં ક્રિકેટ, કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ, 1...

ઓક્ટોબર 13, 2025 9:05 એ એમ (AM)

views 39

નર્મદામાં ટૂંગાઇ હિલ સ્ટેશનના ટ્રેકિંગ દરમિયાન રસ્તો ભૂલી જનાર પાંચ વિદ્યાર્થીઓનું ‘GP-SMASH’ની મદદથી રેસ્ક્યુ કરતી પોલીસ

ગુજરાત પોલીસની સોશિયલ મીડિયા આધારિત ત્વરિત મદદ માટેની પહેલ ‘GP-SMASH’ GUJARAT POLICE - SOCIAL MEDIA MONITERING, AWARENESS AND SYSTEMATIC HANDLING એ વધુ એક મહત્વની કામગીરી પાર પાડી છે.નર્મદા જિલ્લામાં આવેલા ઝરવાણી નજીક ટૂંગાઇ હિલ સ્ટેશનના ટ્રેકિંગ દરમિયાન રસ્તો ભૂલી ગયેલા વડોદરાની પારુલ યુનિવર્સિટીના...

ઓક્ટોબર 13, 2025 9:03 એ એમ (AM)

views 22

ભારતની વધતી જતી અર્થવ્યવસ્થા સમગ્ર વિશ્વમાં નવું સન્માન મેળવી રહી છે-પ્રસાર ભારતીના ચેરમેન ડૉ. નવનીત કુમાર સેહગલ

પ્રસાર ભારતીના ચેરમેન ડૉ. નવનીત કુમાર સેહગલે જણાવ્યું કે, ભારતની વધતી જતી અર્થવ્યવસ્થા સમગ્ર વિશ્વમાં નવું સન્માન મેળવી રહી છે.ગોવામાં જાહેર સેવામાં ICAI સભ્યોની રહેણાંક બેઠકમાં બોલતા, ડૉ. સેહગલે નોંધ્યું કે, ભારત લગભગ 6.8 થી 7 ટકાની મજબૂત ગતિએ વિકાસ કરી રહ્યું છે. જે દર અન્ય કોઈપણ મુખ્ય અર્થતંત્ર દ...