ઓક્ટોબર 14, 2025 7:57 પી એમ(PM)

views 114

ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી માટે 71 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી માટે 71 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી તારાપુર અને નાયબ મુખ્યમંત્રી વિજય સિંહા લખીસરાય બેઠક પરથી ચૂંટણી લડશે. બિહારના આરોગ્ય મંત્રી મંગલ પાંડેને સિવાન વિધાનસભા બેઠક પરથી ટિકિટ અપાઈ છે. રાજ્યમંત્રી નીતિન નબીન બાંકીપુર અને રેણુ દેવી બેતિયા...

ઓક્ટોબર 14, 2025 7:56 પી એમ(PM)

views 12

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દેશમાં સંગઠિત ગુના અને આતંકવાદ સામે લડવામાં NSG મોખરે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવી છે. શ્રી શાહે કહ્યું કે, દેશને આતંકવાદના ખતરાથી બચાવવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. હરિયાણાના માનેસરમાં રાષ્ટ્રીય સુરક્ષા રક્ષક- NSGના 41મા સ્થાપના દિવસ નિમિત્તે યો...

ઓક્ટોબર 14, 2025 7:55 પી એમ(PM)

views 13

પૂર દરમિયાન નુકસાનગ્રસ્ત 36 હજારથી વધુ ઘરોના પુનર્નિર્માણ માટેનો પંજાબ સરકારનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારે સ્વીકાર્યો

કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે તાજેતરના પૂર દરમિયાન નુકસાન પામેલા 36 હજાર 703 ઘરોના પુનર્નિર્માણ માટે પંજાબના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે અને ઘર ગુમાવનાર દરેક પરિવારને આ હેતુ માટે એક લાખ 60 હજાર રૂપિયા આપવામાં આવશે. આજે લુધિયાણામાં મીડિયા સ...

ઓક્ટોબર 14, 2025 7:53 પી એમ(PM)

views 10

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સૌથી મોટું AI કેન્દ્ર સ્થાપિત કરવાની ગૂગલની જાહેરાત

ગુગલે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં તેનું સૌથી મોટું કૃત્રિમ બુદ્ધિમત્તા-AI કેન્દ્ર સ્થાપિત કરવા માટે આગામી પાંચ વર્ષમાં 15 અબજ યુએસ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત નવી દિલ્હીમાં આયોજિત 'ભારત AI શક્તિ' કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી. આ નવી વન-ગીગાવોટ-સ્કેલ સુવિધાનો ઉદ્દેશ વિશાખાપટ્ટનમન...

ઓક્ટોબર 14, 2025 7:19 પી એમ(PM)

views 17

કૃષિમંત્રી રાઘવજી પટેલે પંચમહાલથી રવિ કૃષિ મહોત્સવની રાજ્યકક્ષાની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો

કૃષિમંત્રી રાઘવજી પટેલે પંચમહાલમાં છબલપુર ખાતેથી આજે કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની રાજ્યકક્ષાની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું, કૃષિ રથના માધ્યમથી ખેડૂતોને નવા બિયારણ, સંશોધનો, કાયદાઓ અને યાંત્રિક સાધનો અંગે માહિતગાર કરાયા છે. તેના કારણે રાજ્યનો કૃષિ વિકાસ દર નવ પૂર્ણાંક 75...

ઓક્ટોબર 14, 2025 7:18 પી એમ(PM)

views 21

રાજ્યભરમાં વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિમાં કૃષિ વિકાસ દિવસ ઉજવાયો.

રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિમાં કૃષિ વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી. ત્યારે ગીરસોમનાથમાં વેરાવળના કાજલી ખાતેથી બે દિવસના રવિ કૃષિ મહોત્સવનો આજથી પ્રારંભ થયો. આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા સહિતના મહાનુભાવોના હસ્તે ખેડૂતોને વિવિધ લાભનું વિતરણ કરાયું. જિલ્લામાં...

ઓક્ટોબર 14, 2025 7:17 પી એમ(PM)

views 28

રાજ્યના હાથસાળ-હસ્તકળા ક્ષેત્રે સિદ્ધિ મેળવનારા 19 જેટલા કારીગરને રાજ્ય સરકાર દ્વારા પુરસ્કાર અપાશે

રાજ્યના હાથસાળ—હસ્તકળા ક્ષેત્રે સિદ્ધિ મેળવનારા 19 જેટલા કારીગરને રાજ્ય સરકાર દ્વારા પુરસ્કાર અપાશે. તાજેતરમાં મહેસાણામાં યોજાયેલી સૌપ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRC-માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉત્તમ કામગીરી કરનારા આવા કારીગરોને પુરસ્કાર અપાયા હતા. વર્ષ 2024માં હાથસાળ-હસ્તકળા...

ઓક્ટોબર 14, 2025 7:14 પી એમ(PM)

views 23

આગામી બે દિવસ બાદ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી

હવામાન ખાતાએ 16થી 19 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પણ હળવા વરસાદની શક્યતા છે. બીજી તરફ, આગામી સાત દિવસ રાજ્યમાં તાપમાન યથાવત્ રહેશે. જોકે, આગામી બે દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે તેમ હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે...

ઓક્ટોબર 14, 2025 7:13 પી એમ(PM)

views 117

કચ્છમાં આજથી ગુજરાત રાજ્ય અને આંતર-જિલ્લા ટૅબલ ટૅનિસ સ્પર્ધાનો પ્રારંભ

કચ્છના ગાંધીધામમાં આજથી ગુજરાત રાજ્ય અને આંતર-જિલ્લા ટૅબલ ટૅનિસ સ્પર્ધાનો પ્રારંભ થયો. હરેશ સંગતાણી રમતગમત સંકુલ ખાતે યોજાયેલી આ સ્પર્ધાનું આયોજન ગુજરાત રાજ્ય ટૅબલ ટૅનિસ સંગઠન- G.S.T.T.A.ના સંયુક્ત ઉપક્રમે કરાયું છે. આ મહિનાની 17 તારીખ સુધી યોજાનારી આ સ્પર્ધામાં રાજ્યના ટોચના ખેલાડી ધૈર્ય પરમાર, ચિત...

ઓક્ટોબર 14, 2025 3:32 પી એમ(PM)

views 12

છોટાઉદેપુરમાં APMC ખાતે પ્રભારી મંત્રી રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો

છોટાઉદેપુરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – APMC ખાતે પ્રભારી મંત્રી રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો. ખેડૂતોને રવિ મોસમમાં રવિ પાક અંગે આધુનિક ખેતી અંગે માર્ગદર્શન મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.