ઓક્ટોબર 17, 2025 7:46 એ એમ (AM)

views 38

ભારતે રશિયા પાસેથી તેલ આયાત અંગેના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવ્યો

ભારતે રશિયા પાસેથી તેલ આયાત અંગેના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, દેશની તેલ આયાત નીતિઓ ફક્ત ભારતીય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, અમેરિકાએ ભારત સાથે ઊર્જા સહયોગ વધારવામાં રસ દર્શાવ્યો છે...

ઓક્ટોબર 16, 2025 7:53 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના કુર્નૂલમાં 13 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના કુર્નૂલમાં 13 હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન, અને શિલાન્યાસ કર્યા. આ પ્રોજેક્ટ્સમાં ઉદ્યોગ, પાવર ટ્રાન્સમિશન, રસ્તાઓ, રેલ્વે, સંરક્ષણ ઉત્પાદન અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સહિતના મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે. કુર્નૂલમાં એક સભાને ...

ઓક્ટોબર 16, 2025 7:53 પી એમ(PM)

views 11

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બે દિવસમાં 258 નક્સલવાદીઓના આત્મસમર્પણને નક્સલવાદ સામેની લડાઈમાં સીમાચિહ્નરૂપ ગણાવ્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છેલ્લા બે દિવસમાં થયેલા કુલ 258 નક્સલીઓના આત્મસમર્પણને નક્સલવાદ સામેની લડાઈમાં સીમાચિહ્નરૂપ ગણાવ્યું. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું કે છત્તીસગઢમાં આજે 170 જ્યારે ગઈકાલે 27 નક્સલીઓ, તેમજ મહારાષ્ટ્રમાં પણ 61 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. તેમણે ઉમેર્યું કે, ગય...

ઓક્ટોબર 16, 2025 7:49 પી એમ(PM)

views 21

રાજ્ય મંત્રીમંડળના તમામ સભ્યોએ રાજીનામા આપ્યા – ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની આવતીકાલે શપથવિધિ થશે. આ પહેલા મંત્રીમંડળના સભ્યોએ આજે રાજીનામા આપ્યા હોવાના અહેવાલ છે...ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મંત્રીઓ સાથે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રીએ તમામને...

ઓક્ટોબર 16, 2025 7:18 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, સુરત મહાનગરપાલિકાએ ગ્રીન બૉન્ડથી હરિયાળા અન ટકાઉ વિકાસ માટે લોકોને ભાગીદાર બનાવ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈ નૅશનલ સ્ટૉક ઍક્સચેન્જમાં ઘંટડી વગાડી સુરત મહાનગરપાલિકાના પ્રમાણિત મ્યુનિસિપલ ગ્રીન બૉન્ડને યાદીમાં સામેલ કરાવ્યા. આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું, મહાપાલિકાએ જાહેર કરેલા 200 કરોડ રૂપિયાના આ બૉન્ડ થકી હરિયાળા અન ટકાઉ વિકાસ માટે લોકોને ભાગીદાર બનાવ્યા છે. દેશમાં સૌપ્રથમ વ...

ઓક્ટોબર 16, 2025 7:16 પી એમ(PM)

views 9

રાજ્યભરમાં વિકાસ રથના માધ્યમથી 959 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા

રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન દોડાવવામાં આવેલા વિકાસરથના માધ્યમથી કુલ 959 કરોડ રૂપિયાથી વધુના નવ હજાર 254 વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા. રથના માધ્યમથી વિવિધ યોજનાના 24 હજારથી વધુ લાભાર્થીને 79 કરોડ રૂપિયાથી વધુની સહાયનું વિતરણ કરાયું. જ્યારે વિકાસ સપ્તાહ હેઠળ બે લાખ 43 હજારથી...

ઓક્ટોબર 16, 2025 7:15 પી એમ(PM)

views 46

આગામી ત્રણ દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં આવતીકાલથી આગામી ત્રણ દિવસ વાતાવરણ સુકું રહેશે. જોકે, 20 તારીખે નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું. તેમણે કહ્યું, આગામી સાત દિવસ રાજ્યના મહત્તમ તાપમાનમાં વધારો નહીં ...

ઓક્ટોબર 16, 2025 7:14 પી એમ(PM)

views 38

વડોદરાનાં કિક-બૉક્સિંગનાં ખેલાડી ડિન્કલ ગોરખાએ ઉઝબેકિસ્તાનમાં રમાયેલા કિક-બૉક્સિંગ વિશ્વ કપમાં બે ચંદ્રક જીત્યાં

વડોદરાનાં કિક-બૉક્સિંગનાં ખેલાડી ડિન્કલ ગોરખાએ કિક-બૉક્સિંગ વિશ્વ કપમાં બે ચંદ્રક જીત્યાં છે. ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં સાતથી 12 ઑક્ટોબર સુધી યોજાયેલી સ્પર્ધામાં તેમણે એક રજત અને એક કાંસ્ય ચંદ્રક જીત્યો છે. આ સ્પર્ધામાં ભારત તરફથી કુલ 16 ખેલાડીએ ભાગ લીધો હતો. સત્તાવાર યાદી મુજબ, ડિન્કલ ગોરખાએ સિનિયર ...

ઓક્ટોબર 16, 2025 3:25 પી એમ(PM)

views 25

સુરેન્દ્રનગરમાં રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી –DGP વિકાસ સહાયની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની પરિષદનો પ્રારંભ થયો.

સુરેન્દ્રનગરમાં રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી –DGP વિકાસ સહાયની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની પરિષદનો પ્રારંભ થયો. શ્રી સહાય ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે રાજ્યના કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરશે. સાથે જ શ્રેષ્ઠ કામ કરનારા અધિકારીઓને પ્રશંસાપત્ર પણ એનાયત કરાશે. આ પરિષદ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ વૃક્ષારોપણ ક...

ઓક્ટોબર 16, 2025 3:24 પી એમ(PM)

views 15

AMTSમાં લોકો 18 થી 20 ઓક્ટોબર ત્રણ દિવસ નિઃશુલ્ક મુસાફરી કરી શકશે.

અમદાવાદમાં ચાલતી અમદાવાદ મહાનગર પરિવહન સેવા- AMTSમાં લોકો 18 થી 20 ઓક્ટોબર ત્રણ દિવસ નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી અને સ્વદેશી ઝૂંબેશ હેઠળ ખરીદીને પ્રોત્સાહન આપવા આ જાહેરાત કરવામાં આવી છે.