ઓક્ટોબર 22, 2025 2:23 પી એમ(PM)

views 13

ભારતીય નૌકાદળની દ્વિવાર્ષિક કમાન્ડર્સ પરિષદ 2025ની બીજી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં શરૂ થઈ

ભારતીય નૌકાદળના દ્વિવાર્ષિક કમાન્ડર્સ પરિષદ 2025ની બીજી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં શરૂ થઈ. ઓપરેશન સિંદૂર અને નૌકાદળના અભિયાનો અને લડાઇ તૈયારીઓ વચ્ચે આ ત્રણ દિવસીય પરિષદ વધુ મહત્વપૂર્ણ બની રહી છે. આ પરિષદ રાષ્ટ્રીય નેતૃત્વ અને અમલદારો સાથે ગાઢ વાર્તાલાપ માટે એક મંચ તરીકે કામ કરે છે, અને વર્તમાન ભૂ-વ્ય...

ઓક્ટોબર 22, 2025 2:22 પી એમ(PM)

views 30

આજે ઉત્તર કોરિયાએ ટૂંકા અંતરની અનેક બેલિસ્ટિક મિસાઇલો છોડી

દક્ષિણ કોરિયામાં એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન-APEC સમિટ અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતના થોડા દિવસ અગાઉ, આજે ઉત્તર કોરિયાએ ટૂંકા અંતરની અનેક બેલિસ્ટિક મિસાઇલો છોડી. દક્ષિણ કોરિયાના સંયુક્ત ચીફ ઓફ સ્ટાફે જણાવ્યું હતું કે મિસાઇલો ઉત્તર હવાંગે પ્રાંતના જુંઘવાથી છોડવામાં આવી હતી અને લગભગ 35...

ઓક્ટોબર 22, 2025 2:21 પી એમ(PM)

views 30

બંગાળની ખાડી પર રચાયેલા લો પ્રેશર ક્ષેત્રનું ડિપ્રેશનમાં રૂપાંતર થવાની સંભાવના

હવામાન વિભાગે જણાવ્યું, બંગાળની ખાડી પર રચાયેલા લો પ્રેશર ક્ષેત્રનું ડિપ્રેશનમાં રૂપાંતર થવાની સંભાવના છે. તમિલનાડુ, પુડુચેરી અને ઉત્તર આંધ્રપ્રદેશ માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તમિલનાડુમાં, ભારે વરસાદને કારણે ચેન્નાઈ, ચેંગલપટ્ટુ અને કાંચીપુરમની શાળાઓમાં રજા જાહેર કરાઇ છે.

ઓક્ટોબર 22, 2025 3:39 પી એમ(PM)

views 35

નવી આશા, ઉમંગ અને ઉત્સાહ સાથે વિક્રમ સંવત 2082-ના નૂતન વર્ષનો આજથી પ્રારંભ

નવી આશા, ઉમંગ અને ઉત્સાહ સાથે વિક્રમ સંવત 2082-ના નૂતન વર્ષનો આજથી પ્રારંભ થયો છે. વિશ્વભરમાં ગુજરાતી સમુદાય આજે નવા વર્ષની ઉજવણી કરી રહ્યો છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે. આકાશવાણી પરિવાર તરફથી અમારા શ્રોત...

ઓક્ટોબર 22, 2025 12:36 પી એમ(PM)

views 42

હવામાન વિભાગે આગામી છ દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી છ દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 25 તારીખથી દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની તીવ્રતા વધી શકે છે તેમ હવામાન વિભાગના નિયામક ...

ઓક્ટોબર 22, 2025 12:35 પી એમ(PM)

views 13

દિવાળીના તહેવારોને લઈ રાજ્યના અનેક મંદિરોમાં વિશેષ શણગાર કરાયો

દિવાળીના તહેવારોને લઈ રાજ્યના અનેક મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લાના ભુજ સ્વામિનારાયણ મંદિરે દીપોત્સવ ઉજવાયો જેમાં 51 હજાર દિવડાના શણગારથી મંદિર ઝળહળી ઉઠ્યું. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણની પવિત્ર નગરી દ્વારકામાં ગોવર્ધન પૂજાની ભવ્ય અને પરંપરાગત ઉજવણી કરવામાં આવી. જગત મંદિર ખાતે વિશેષ ...

ઓક્ટોબર 22, 2025 12:31 પી એમ(PM)

views 16

દિવાળી દરમિયાન 9 લાખ નાગરિકોએ અમદાવાદ શહેરી બસ સેવાની નિ:શુલ્ક સવારીનો લાભ લીધો

દિવાળી દરમિયાન લગભગ 9 લાખ નાગરિકોએ અમદાવાદ શહેરી બસ સેવા AMTSની નિશુલ્ક સવારીનો લાભ લીધો. ધનતેરસથી દિવાળી સુધીના તહેવારોના સમયગાળા દરમિયાન AMTS દ્વારા તેની ત્રણ દિવસની નિશુલ્ક મુસાફરી પહેલને બહોળો પ્રતિસાદ મળ્યો છે. આ પગલું શહેરના 'હર ઘર સ્વદેશી - ઘર ઘર સ્વદેશી' અભિયાનનો એક ભાગ હતું, જેનો ઉદ્દેશ્ય ન...

ઓક્ટોબર 22, 2025 12:18 પી એમ(PM)

views 30

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગર-અમદાવાદમાં નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2082-ના નૂતન વર્ષના પ્રારંભના દિવસે આજે ગાંધીનગર અને અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ—લે કરશે. શ્રી પટેલ આજે સવારે ગાંધીનગરના પંચદેવ મંદિરમાં દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે અડાલજના ત્રિમંદિરમાં દર્શન અને પૂજન માટ...

ઓક્ટોબર 22, 2025 12:14 પી એમ(PM)

views 37

નવી આશા, ઉમંગ અને ઉત્સાહ સાથે વિક્રમ સંવત 2082-ના નૂતન વર્ષનો આજથી પ્રારંભ

નવી આશા, ઉમંગ અને ઉત્સાહ સાથે વિક્રમ સંવત 2082-ના નૂતન વર્ષનો આજથી પ્રારંભ થયો છે. વિશ્વભરમાં ગુજરાતી સમુદાય આજે નવા વર્ષની ઉજવણી કરી રહ્યો છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે.આકાશવાણી પરિવાર પણ તમામ નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે....

ઓક્ટોબર 22, 2025 9:03 એ એમ (AM)

views 53

અમેરિકા પહેલી નવેમ્બરથી ચીનના માલ પર 155 ટકા ટેરિફ લાદશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, બેઇજિંગ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવવાની તેમની ઇચ્છા હોવા છતાં, અમેરિકા 1લી નવેમ્બરથી ચીનના માલ પર 155 ટકા ટેરિફ લાદશે. રશિયાના સૌથી મોટા તેલ આયાતકાર તરીકે ચીનની ભૂમિકાનો ઉલ્લેખ કરતા, અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે આ ટેરિફ, વર્ષોથી ચાલી આવતી એ...