નવેમ્બર 9, 2025 8:33 એ એમ (AM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડમાં આઠ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડ રાજ્યની સ્થાપનાના રજત જયંતીના સમારોહમાં ભાગ લેવા માટે દહેરાદૂનની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડશે. શ્રી મોદી એક સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી આઠ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર...

નવેમ્બર 9, 2025 8:31 એ એમ (AM)

views 30

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આફ્રિકાના બે દેશોની સત્તાવાર મુલાકાતના પ્રથમ તબક્કામાં અંગોલામાં પહોંચ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આફ્રિકાના બે દેશોની સત્તાવાર મુલાકાતના પ્રથમ તબક્કામાં અંગોલામાં પહોંચ્યા છે. તેઓ ગઈકાલે રાત્રે ભારતીય સમય મુજબ રાત્રે 11 વાગ્યે રાજધાની લુઆન્ડા પહોંચ્યા હતા. ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા અંગોલાની આ પહેલી મુલાકાત છે. બંને દેશો આ વર્ષે રાજદ્વારી સંબંધોની 40મી વર્ષગાંઠની ઉજવણી કર...

નવેમ્બર 8, 2025 7:54 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કાનૂની સહાય વિતરણ વ્યવસ્થાને મજબૂત બનાવવા પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સર્વોચ્ચ અદાલત ખાતે કાનૂની સહાય વિતરણ વ્યવસ્થાને મજબૂત બનાવવા પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) દ્વારા તૈયાર કરાયેલ સામૂદાયિક મધ્યસ્થી તાલીમ મોડ્યુલનો પણ પ્રારંભ કર્યો. સભાને સંબોધતા, પ્રધાનમંત્રી...

નવેમ્બર 8, 2025 7:53 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રીએ વારાણસી રેલ્વે સ્ટેશનથી ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલીઝંડી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસી રેલ્વે સ્ટેશનથી ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી. પ્રધાનમંત્રીએ કહ્યું કે વંદે ભારત, નમો ભારત અને અમૃત ભારત ટ્રેનો ભારતીય રેલ્વેની આગામી પેઢીનો પાયો નાખી રહી છે. દરેક ભારતીયને વંદે ભારત ટ્રેન પર ગર્વ છે. આ ટ્રેન ભારતીયો માટે, ભારતીયો દ્વારા અ...

નવેમ્બર 8, 2025 7:52 પી એમ(PM)

views 7

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જાહેરાત કરી કે, સંસદનું શિયાળુ સત્ર પહેલી ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી યોજાશે

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જાહેરાત કરી કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પહેલી ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી સંસદનું શિયાળુ સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી છે. શ્રી રિજિજુએ કહ્યું કે સરકાર લોકશાહીને મજબૂત બનાવતા અને દેશવાસીઓની આકાંક્ષાઓને પૂર્ણ કરતા રચનાત્મક અને સકારાત્મક સત્રની રાહ ...

નવેમ્બર 8, 2025 7:51 પી એમ(PM)

views 43

બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં

બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ મતદારોને આકર્ષવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીતામઢીમાં એક જાહેર સભાને સંબોધિત કરી. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી નીતિશ કુમારના નેત...

નવેમ્બર 8, 2025 7:50 પી એમ(PM)

views 30

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ T20 ક્રિકેટ મેચ વરસાદને કારણે રદ – ભારતે 2-1થી શ્રેણી જીતી.

બ્રિસ્બેનના ગાબા ખાતે આજે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ T20 ક્રિકેટ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી, જેના કારણે ભારતે 2-1થી જીત મેળવી હતી. રમત બંધ થાય તે પહેલાં, ભારતે વિના વિકેટ 52 રન બનાવ્યા હતા, જેમાં શુભમન ગિલ 29 અને અભિષેક શર્મા 23 રન બનાવીને રમી રહ્યા હતા. અભિષેકને પ્લેયર ઓફ ...

નવેમ્બર 8, 2025 7:17 પી એમ(PM)

views 16

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 200 કરોડ રૂપિયાથી વધુના સાયબર ગુનાનો પર્દાફાશ કરનારી રાજ્ય સાયબર સૅન્ટર ઑફ ઍક્સલૅન્સની પ્રશંસા કરી.

ગુજરાત સાયબર સૅન્ટર ઑફ ઍક્સલૅન્સે 200 કરોડ રૂપિયાથી વધુના સાયબર ગુનાનો પર્દાફાશ કર્યો છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપતા કહ્યું, સાયબર સેન્ટર ઑફ ઍક્સલૅન્સે મોરબી, સુરેન્દ્રનગર, સુરત અને સાવરકુંડલામાં કાર્યરત્ મોટા પાયે મ્યૂલ ઍકાઉન્ટ એટલે કે, બીજા...

નવેમ્બર 8, 2025 7:15 પી એમ(PM)

views 22

રાજ્યના ખેડૂતોએ સરકારે જાહેર કરેલા રાહત પેકેજના નિર્ણયને આવકાર્યો.

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત થયેલા ખેડૂતો માટે સરકારે રાહત પેકેજ જાહેર કરતાં રાજ્યભરના ખેડૂતોએ સરકારના નિર્ણયને આવકાર્યો. છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ સરકારનાં નિર્ણયને આવકારતા આભાર માન્યો છે. બોટાદના ખેડૂતોએ આ પેકેજને રાહત સમાન ગણાવ્યું. કચ્છના ખેડૂતો તથા દૂધ ઉત્પાદકો વતી સરહદ ડેરીના અધ્યક્ષ વલમજી હું...

નવેમ્બર 8, 2025 7:12 પી એમ(PM)

views 11

આદિવાસી સમુદાયના સ્વાસ્થ્ય માટે જિનોમ સિક્વન્સિંગ પ્રૉજેક્ટ શરૂ કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું

ગુજરાત રાજ્ય આદિવાસી સમુદાયના સ્વાસ્થ્ય માટે જિનોમ સિક્વન્સિંગ પ્રૉજેક્ટ શરૂ કરનારું દેશનું પહેલું રાજ્ય બન્યું છે. સત્તાવાર યાદી મુજબ, આદિવાસી સમુદાયના આનુવંશિક રોગની પરખ થવાથી રાહત દરે નિદાન પદ્ધતિનો વિકાસ થશે. સત્તાવાર યાદી મુજબ, શરીરના કોષોની અંદર રહેલી આનુવંશિક સામગ્રીને જિનોમ કહેવાય છે. કોષની ...