નવેમ્બર 12, 2025 8:30 એ એમ (AM)

views 56

બિહાર વિધાનસભા ચૂંટણીનું શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. ગઈકાલે 20 જિલ્લાઓના 122 મતવિસ્તારોમાં પ્રતિ મતદાર 69 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. અમારા સંવાદદાતા જણાવે છે કે આ ચૂંટણીના સૌથી નોંધપાત્ર પાસાઓમાંનો એક મહિલા મતદારોનો ઉત્સાહપૂર્ણ ભાગ હતો, જે પુરુષો કરતાં વધુ સંખ્યા...

નવેમ્બર 12, 2025 8:29 એ એમ (AM)

views 25

ISSF વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે ત્રણ સુવર્ણ, સાથે કુલ 11 ચંદ્રકો જીત્યા

ઇજિપ્તના કૈરોમાં ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપ વધુ એક રજત ચંદ્રક ભારતે પોતાના નામે કર્યો.એર પિસ્તોલ વર્લ્ડ ચેમ્પિયન સમ્રાટ રાણા - ડિફેન્ડિંગ ચેમ્પિયન એશા સિંહ અને ઓલિમ્પિયન ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમરે અનુક્રમે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ અને પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન શૂટિંગ ઇવેન્ટ્સમાં રજત ચંદ્રક મ...

નવેમ્બર 11, 2025 8:18 પી એમ(PM)

views 38

અમેરિકામાં સેનેટે સરકારી શટડાઉન સમાપ્ત કરવા કામચલાઉ ભંડોળ વિધેયકને મંજૂરી આપી

અમેરિકામાં સેનેટે સરકારી શટડાઉન એટલે કે બંધ સમાપ્ત કરવા કામચલાઉ ભંડોળ વિધેયકને મંજૂરી આપી છે. આ વિધેયક પસાર થવાથી સરકારી કામકાજ ફરીથી શરૂ થઈ શકશે. સેનેટે વિધેયકને 40ની સરખામણીએ 60 મતથી પસાર કર્યું. હવે આ વિધેયક પ્રતિનિધિ સભામાં મોકલાશે, જ્યાં આવતીકાલે મતદાન થઈ શકે છે. આ વિધેયક પસાર થવાથી સરકારને 30 ...

નવેમ્બર 11, 2025 8:18 પી એમ(PM)

views 12

ભૂતાનમાં એક કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દિલ્હીમાં બનેલી ઘટનાના ષડયંત્રકારો સામે કડક કાર્યવાહી કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાના ષડયંત્રકારોને છોડવામાં નહીં આવે અને તમામ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરાશે. ભૂતાનના થિમ્પુમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, તેઓ ગઈકાલે આખી રાત આ ઘટનાની તપાસમાં જોડાયેલી સંસ્થાઓના સંપર્કમાં રહ્યા હતા. તેમણે સંસ્થાઓ આ ષડય...

નવેમ્બર 11, 2025 8:17 પી એમ(PM)

views 50

બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ સરેરાશ 68.61 મતદાન થયું

બિહારમાં આજે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ મતદાન થયું. સત્તાવાર માહિતી મુજબ, સાંજે પાંચ વાગ્યા સુધીમાં બિહારમાં સરેરાશ 67 પૂર્ણાંક 14 ટકા મતદાન નોંધાયું. કિસનગંજ, કટિહાર અને પૂર્ણિમામાં વિક્રમી 70 ટકાથી વધુ મતદાન થયું છે. જ્યારે કિસનગંજમાં 76 પૂર્ણાંક 26 ટકા મતદાન નોંધાયું છે. બીજા તબક્કા હેઠળ ...

નવેમ્બર 11, 2025 8:16 પી એમ(PM)

views 12

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરની બેઠક યોજી દિલ્હીમાં કાર વિસ્ફોટ બાદ સ્થિતિની સમીક્ષા કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ. તેમાં શ્રી શાહે દિલ્હીમાં કાર વિસ્ફોટ બાદ સ્થિતિની સમીક્ષા કરી. બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, ગુપ્તચર સંસ્થાના નિદેશક, દિલ્હી પોલીસ કમિશનર અને રાષ્ટ્રીય તપાસ સંસ્થાના મહાનિદેશક ઉપસ્થિત રહ્યા. જમ્મુ-કાશ્...

નવેમ્બર 11, 2025 8:15 પી એમ(PM)

views 27

ભારતે પ્રથમ વખત રમાયેલા પ્રજ્ઞાચક્ષુ મહિલા T-20 વિશ્વ-કપ ક્રિકેટમાં વિજયી પ્રારંભ કર્યો

પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ માટેના પહેલા ટ્વેન્ટી-ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વ કપનો નવી દિલ્હીમાં આજથી પ્રારંભ થયો. તેના ઉદ્ઘાટન સમારોહમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને પૂર્વ વિદેશ મંત્રી તથા આયોજન સમિતિનાં અધ્યક્ષ મિનાક્ષી લેખી ઉપસ્થિત રહ્યાં હતાં. વિશ્વ-કપની પહેલી મૅચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ ...

નવેમ્બર 11, 2025 7:33 પી એમ(PM)

views 46

SIR પ્રક્રિયા હેઠળ અત્યાર સુધી 2 કરોડ 17 લાખથી વધુ નાગરિકોનું મેપિંગ પૂર્ણ થયું

રાજ્યભરમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા-SIRની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે 50 હજાર 963 બૂથ સ્તરના અધિકારીઓ-BLO 5 કરોડ 8 હજાર મતદારોના મેપિંગ માટે કાર્યરત છે. SIR પ્રક્રિયા શરૂ થયાના ગણતરીના દિવસોમાં 3 કરોડ 90 લાખ ગણતરી ફોર્મના વિતરણ સામે 2 કરોડ 17 લાખથી વધુ નાગરિકોનું મેપિંગ પૂર્ણ થયું છે. રૂબરૂ, મ...

નવેમ્બર 11, 2025 7:30 પી એમ(PM)

views 26

આગામી સાત દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફારની શક્યતા નહીવત્

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની આગાહી છે તેમજ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. રાજ્યમાં આજે ભૂજ, ભાવનગર, રાજકોટ અને દમણ શહેર 32.8 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી વધુ મહત્તમ તાપમાન ધરાવતા શહેરો રહ્યા છે.

નવેમ્બર 11, 2025 7:30 પી એમ(PM)

views 16

નવસારીના ગણદેવીમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે ચાર આરોપી ઝડપાયા-પોલીસના વળતા ગોળીબારમાં એક આરોપી ઇજાગ્રસ્ત

નવસારીના ગણદેવીમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે ચાર આરોપી ઝડપાયા છે. આરોપીઓમાં હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના શખ્સો સામેલ છે. ગણદેવીના મહાદેવ મંદિર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પહોંચતા આ આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું, જેના જવાબમાં પોલીસે ફાયરિંગ કરતા આરોપી યશસિંહ સુન્દરસિંહને પગમાં ઈજા પહોંચી હતી. જ...