પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રેટર નોઈડામાં સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે.
ત્રણ દિવસની આ પરિષદની થીમ છે- “સેમીકન્ડક્ટરનાં ભાવિને આકાર આપવો.” આ પરિષદ ભારતની સેમિકન્ડક્ટર વ્યૂહરચના અને નીતિને પ્રદર્શિત કરશે જે ભારતને સેમિકન્ડક્ટર માટે વૈશ્વિક હબ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે. અમારા સંવાદદાતા જણાવે છે કે, સેમિકોન ઇન્ડિયા ટોચની વૈશ્વિક સેમિકન્ડક્ટર કંપનીઓનાં ટોચના નેતૃત્વની ભાગીદારીનું સાક્ષી બનશે. તે વૈશ્વિક નેતાઓ, કંપનીઓ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના નિષ્ણાતોને એક મંચ પર લાવશે. કોન્ફરન્સમાં 250 થી વધુ પ્રદર્શકો અને 150 વક્તાઓ ભાગ લેશે. ભારત સેમિકન્ડક્ટર ઉત્પાદન માટેનું તંત્ર નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છે અને ઇલેક્ટ્રોનિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને ટેક્નોલોજી ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે. દરમિયાન, ગઈ કાલે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને સેમિકન્ડક્ટર એક્ઝિક્યુટિવ્સની બેઠકનું વડપણ કરતા પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત વૈવિધ્યસભર સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં વિશ્વસનીય ભાગીદાર બનવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું કે સેમિકન્ડક્ટર એ ડિજિટલ યુગનો આધાર છે અને તે દિવસ દૂર નથી કે જ્યારે સેમિકન્ડક્ટર ઉદ્યોગ મૂળભૂત જરૂરિયાતો માટે પણ આધાર બની જશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકશાહી અને ટેકનોલોજી સાથે મળીને માનવતાનું કલ્યાણ સુનિશ્ચિત કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં તેની વૈશ્વિક જવાબદારીને ઓળખીને આ માર્ગ પર આગળ વધી રહ્યું છે. તેમણે સેમીકન્ડક્ટર ઉદ્યોગને દરેક પગલે સહકાર આપવાની ખાતરી આપી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રેટર નોઈડામાં સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે.
