છત્તીસગઢના બીજાપુર જિલ્લામા આજે 25 જેટલા નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના બીજાપુર જિલ્લામા આજે 25 જેટલા નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. જિલ્લા પોલીસ નિયામક અને સીઆરપીએફના ડીઆઈજીની હાજરીમાં તેમણે સમર્પણકર્યું  હતું. આ નક્સલવાદીઓ ઉપર કુલ 29 લાખરૂપિયાનું ઇનામ જાહેર થયેલું હતું. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આત્મસમર્પણ કરનારા નક્સલવાદીઓને છત્તીસગઢ સરકારની પુર્નવસન નીતિ અંતર્ગત 25 હજાર રૂપિયાની સહાય આપવામાં આવી.