માર્ચ 25, 2025 1:54 પી એમ(PM)

views 19

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ માઓવાદીઓ ઠાર

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં આજેસુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ માઓવાદીઓ ઠાર મરાયા.અહેવાલો અનુસાર, સુરક્ષા દળોની સંયુક્ત ટીમે બીજાપુર અને દંતેવાડા જિલ્લાની સરહદે આવેલા જંગલ વિસ્તારમાં નક્સલ વિરોધી કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન આજે સવારે સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ સ્થળ પરથી માઓવાદીઓના મૃતદેહ, શસ્ત્રો અને દારૂગોળાનો મોટો જથ્થો કબજે કર્યો છે. વિસ્તારમાં હજુ પણ શોધ અભિયાન ચાલુ છે.

ફેબ્રુવારી 2, 2025 9:00 એ એમ (AM)

views 23

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગઈકાલે સુરક્ષા દળો સાથેની અથડામણમાં આઠ માઓવાદીઓ માર્યા ગયા હતા.

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગઈકાલે સુરક્ષા દળો સાથેની અથડામણમાં આઠ માઓવાદીઓ માર્યા ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર જિલ્લાના ગંગલુર વિસ્તારમાં માઓવાદીઓની હાજરી અંગે માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોની સંયુક્ત ટીમે શોધ અભિયાન શરૂ કર્યું હતું. બંને બાજુથી ગોળીબાર થયા બાદ ઘટનાસ્થળેથી આઠ નક્સલીઓના મૃતદેહ, રાઇફલ અને ગ્રેનેડ મળી આવ્યા હતા. છેલ્લા સમાચાર મળ્યા ત્યાં સુધી આ વિસ્તારમાં શોધ અભિયાન ચાલુ છે.

જાન્યુઆરી 21, 2025 8:07 પી એમ(PM)

views 18

છત્તીસગઢમાં નકસલવાદીઓને ઠાર કરવાની ઘટનાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૌથી મોટી સફળતા રૂપ ગણાવી

છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 14 જેટલા નકસલવાદીઓ ઠાર કર્યા હતા. આ અંગે બોલતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સલામતી દળોને મળેલી આ સફળતાને નક્સલવાદને વધુ એક મોટા ફટકા સમાન ગણાવી છે. ગૃહમંત્રીએ એક્સ પોસ્ટમાં કહ્યું કે “નક્સલવાદને બીજો મોટો ફટકો. આપણા સુરક્ષા દળોએ ભારતને નક્સલમુક્ત બનાવવાની દિશામાં મોટી સફળતા મેળવી છે. ઓડિશા-છત્તીસગઢ સરહદ પર સીઆરપીએફ, એસઓજી ઓડિશા અને છત્તીસગઢ પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં 14 નક્સલીઓને ઠાર માર્યા. નક્સલ મુક્ત ભારત માટેના આપણા સંકલ્પ અને સુરક્ષા દળોના સંયુક્ત પ્રયાસોને કારણે,...

જાન્યુઆરી 18, 2025 8:54 એ એમ (AM)

views 25

છત્તીસગઢમાં એન્કાઉન્ટર બાદ, સુરક્ષા દળોને ઘટનાસ્થળેથી 12 માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા.

છત્તીસગઢમાં એન્કાઉન્ટર બાદ, સુરક્ષા દળોને ઘટનાસ્થળેથી 12 માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. આ માઓવાદીઓમાં 5 મહિલા માઓવાદીઓનો પણ સમાવેશ થાય છે. આ એન્કાઉન્ટર ગુરુવારે બીજાપુર જિલ્લાના પામેડ અને બાસાગુડા વિસ્તારોમાં થયું હતું.આ વિસ્તારમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે દિવસભર ગોળીબાર ચાલ્યો હતો. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ઇન્સ્પેક્ટર જનરલ રાકેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ ઓપરેશનમાં CRPF, કોબ્રા બટાલિયન, ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમો સામેલ હતી.

જાન્યુઆરી 17, 2025 9:29 એ એમ (AM)

views 35

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 12 માઓવાદી માર્યા ગયા

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથે ચાલી રહેલી અથડામણમાં ઓછામાં ઓછા 12 માઓવાદીઓ માર્યા ગયા છે. બીજાપુર જિલ્લામાં તેલંગાણા સરહદ પર દક્ષિણ બસ્તરના જંગલોમાં ગઇકાલે સવારથી આ અથડામણ ચાલી રહી છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં માઓવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, કોબ્રા બટાલિયન અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડની સંયુક્ત ટીમ દક્ષિણ બસ્તરના જંગલોમાં સર્ચ ઓપરેશન કરી રહી હતી. ગઇકાલે સવારથી સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે સમયાંતરે ગોળીબાર ચાલુ છે. બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક અને સ...

જાન્યુઆરી 9, 2025 7:14 પી એમ(PM)

views 22

છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ

છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, અથડામણ સુકમા અને બિજાપુર જિલ્લાની સરહદો પર જંગલમાં એ સમયે શરૂ થઈ, જ્યારે સુરક્ષાકર્મીઓની એક સંયુક્ત ટુકડી નક્સલવિરોધી અભિયાન પર નીકળી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, અથડામણમાં ત્રણ માઓવાદી ઠાર મરાયા છે. આ અભિયાનમાં જિલ્લા અનામત દળ, વિશેષ કાર્યદળ અને કોબરા ટુકડીના જવાન સામેલ છે. હાલમાં મળતા અહેવાલ મુજબ અથડામણ ચાલુ હતી.

જાન્યુઆરી 5, 2025 8:52 એ એમ (AM)

views 18

છત્તીસગઢના નારાયણપુર અને દંતેવાડા જિલ્લાના અબુઝમાદના જંગલોમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ના અહેવાલ

છત્તીસગઢના નારાયણપુર અને દંતેવાડા જિલ્લાના અબુઝમાદના જંગલોમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ના અહેવાલ છે. બસ્તરના આઈજી પી સુંદરરાજે એન્કાઉન્ટર અંગે આ માહિતી આપી હતી. આ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. અધિક પોલીસ અધિક્ષક જિતેન્દ્ર ચંદ્રકરે જણાવ્યું હતું કે અગાઉ ગઈકાલે છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા હતા.અન્ય ઘટનાઓમાં, બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ નેન્દ્ર-પુન્નુર જંગલોમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા ...

ઓક્ટોબર 4, 2024 7:49 પી એમ(PM)

views 24

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં આજે સલામતી દળો સાથેની અથડામણમાં સાત માઓવાદીઓ માર્યા ગયા

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં આજે સલામતી દળો સાથેની અથડામણમાં સાત માઓવાદીઓ માર્યા ગયા છે. આ અથડામણ આજે બપોરે નારાયણપુર જિલ્લાના અબુઝમાદ વિસ્તારમાં થઈ હતી. આ વિસ્તારમાં માઓવાદીઓ છુપાયા હોવાની મળેલી માહિતીને પગલે નારાયણપુર અને દાંતેવાડા જિલ્લા પોલીસની સંયુક્ત ટીમ શોધ અભિયાન ચલાવી રહી હતી ત્યારે આ અથડામણ થઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી માર્યા ગયેલા માઓવાદીઓના મૃતદેહ કબજે કર્યા છે. આ ઉપરાંત, એકે-47 અને સેલ્ફ-લોડિંગ રાઈફલ્સ સાથે અન્ય ઘણા હથિયારો પણ સ્થળ પરથી મળી આવ્યા છે.

ઓગસ્ટ 26, 2024 7:29 પી એમ(PM)

views 68

છત્તીસગઢના બીજાપુર જિલ્લામા આજે 25 જેટલા નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના બીજાપુર જિલ્લામા આજે 25 જેટલા નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. જિલ્લા પોલીસ નિયામક અને સીઆરપીએફના ડીઆઈજીની હાજરીમાં તેમણે સમર્પણકર્યું  હતું. આ નક્સલવાદીઓ ઉપર કુલ 29 લાખરૂપિયાનું ઇનામ જાહેર થયેલું હતું. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આત્મસમર્પણ કરનારા નક્સલવાદીઓને છત્તીસગઢ સરકારની પુર્નવસન નીતિ અંતર્ગત 25 હજાર રૂપિયાની સહાય આપવામાં આવી.

જુલાઇ 18, 2024 2:16 પી એમ(PM)

views 22

છત્તીસગઢમાં મોડી રાત્રે થયેલા માઓવાદી હુમલામાં વિશેષ કાર્યદળના બે જવાન શહીદ અને ચાર જવાન ઇજાગ્રસ્ત થયા

છત્તીસગઢમાં મોડી રાત્રે થયેલા માઓવાદી હુમલામાં વિશેષ કાર્યદળના બે જવાન શહીદ અને ચાર જવાન ઇજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિશેષ કાર્યદળ રાજ્યના બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદ પાસે માઓવાદીઓ વિરુદ્ધ તપાસ અભિયાન ચલાવી રહ્યા હતા તે સમયે આ ઘટના બની હતી. માઓવાદીઓએ અચાનક હુમલો કરીને I.E.D વિસ્ફોટ કર્યો હતો.. ઘાયલ જવાનોને સારવાર માટે વિમાન માર્ગે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.