ભારતીય વાયુસેનાના અધ્યક્ષ એરચીફ માર્શલ અમરપ્રીત સિંહે આજે નવનિયુક્ત અધિકારીઓને ભવિષ્યના નેતા અને કમાન્ડર બનાવવા માટે શુભેચ્છાઓ પાઠવી છે. હૈદરાબાદ પાસે ડુંડીગલમાં વાયુસેના અકાદમીમાં પાસિંગ આઉટ પરેડમાં તેમણે કહ્યું કે, ફ્લાઈંગ ઑફિસર માત્ર વાયુ સૈનિક જ નહીં, પરંતુ ભવિષ્યના નેતા અને કમાન્ડર પણ છે.
તેમણે ભારતીય વાયુસેનાના મૂલ્યો, અભિયાન, અખંડિતતા અને ઉત્કૃષ્ટતાને જાળવી રાખવાનો પણ આગ્રહ કર્યો હતો. ભારતીય વાયુસેના, ભારતીય નૌકાદળ અને તટરક્ષકના વિવિધ વિભાગોના 200થી વધુ ફ્લાઈટ કેડેટો ઉપરાંત મિત્ર દેશોના એક અધિકારીએ વાયુસેના અકાદમીમાં પોતાની તાલીમ પૂર્ણ કરી છે. આ પરેડમાં ભારતીય વાયુસેનામાં હથિયાર પ્રણાલિ શાખાના અધિકારીઓની પહેલી બેચને પણ સામેલ કરાઈ હતી.