જુલાઇ 15, 2024 9:25 એ એમ (AM)
40
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ x પર સો મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરીને અનોખી સિધ્ધિ હાંસલ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો વટાવીને એક નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 30 મિલિયન ફોલોઅર્સનો વધારો થયો છે. શ્રી મોદીએ હવે X પર વિશ્વના સૌથી વધુ અનુસરવામાં આવતા નેતા તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યુ છે. શ્રી મોદી અમેરિકાના પ્રમુખ જો બાઇડન સહિત અન્ય વિશ્વ નેતાઓ કરતા ઘણા આગળ છે 100 મિલિયન ફોલોઅર્સ વટાવ્યા પછી, શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ આ વાઇબ્રન્ટ માધ્યમ પર આવીને ખુશ છે અને તેમના ફોલોઅર્સ દ્વ...