ઓક્ટોબર 10, 2024 9:54 એ એમ (AM)

views 19

મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે શ્રીલંકાને 82 રનથી હરાવ્યું

ICC મહિલા T20 વર્લ્ડકપમાં, ભારતે ગઈકાલે રાત્રે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રૂપ 'A'ની મેચમાં શ્રીલંકાને 82 રને હરાવીને મહિલા T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં તેનો સૌથી મોટો વિજય નોંધાવ્યો હતો. મહિલા T20 વર્લ્ડ કપમાં રનના સંદર્ભમાં ભારતની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. આ સાથે ગ્રૂપ 'એ' માં ભારત, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ કરતાં આગળ નીકળી ગયું છે. ભારતીય મહિલા ટીમે ટોસ જીતીને બેટિંગ લીધી હતી. હરમનપ્રિત કૌરનાં 50 અને સ્મૃતિ મંધાનાનાં 52 રનની મદદથી ભારતે 172 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. શ્રીલ...

ઓક્ટોબર 7, 2024 9:21 એ એમ (AM)

views 36

રાજ્યના ૬૦,૨૪૫ કર્મીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે : ઋષિકેશ પટેલ

રાજ્ય સરકારનાં કર્મચારીઓને છઠ્ઠાને બદલે સાતમા પગારપંચ મુજબ ભથ્થાં આપવાનો અને 2005 પહેલાંનાં કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વય નિવૃત્તિ કે અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે.  રાજ્ય સરકારનાં કર્મચારીઓની ઉચ્ચક બદલી દરમિયાન મુસાફરી ભથ્થું અને વયનિવૃતિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું સાતમાં પગાર પંચ પ્રમાણે આપવામાં આવશે. ગઈ કાલે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યુ...

ઓક્ટોબર 6, 2024 10:24 એ એમ (AM)

views 21

શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં પાકિસ્તાન સાથે કોઈ ચર્ચા કરાશે નહીં : એસ. જયશંકર

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું છે કે, અન્ય કોઈ પાડોશીની જેમ ભારત પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે પરંતુ સરહદ પારના આતંકવાદને નજરઅંદાજ કરી શકાય નહીં. ઈસ્લામાબાદમાં 15 અને 16 ઓક્ટોબરે યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ની આગામી પરિષદ દરમિયાન ભારત પાકિસ્તાન સાથે તેના સંબંધો અંગે ચર્ચા કરશે નહીં. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં IC સેન્ટર ફોર ગવર્નન્સ દ્વારા આયોજિત વહીવટીતંત્ર પરના સરદાર પટેલ વ્યાખ્યાનમાં ભાગ લેતા પત્રકારો સાથે વાતચીત કરી હતી. ડૉ. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પરિ...

ઓક્ટોબર 1, 2024 10:40 એ એમ (AM)

views 29

અભિનેતા ગોવિંદાને ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ

બોલિવૂડ એક્ટર ગોવિંદાને પગમાં ગોળી વાગતાં ઘાયલ થયા છે. તેમને તેમની પિસ્ટલમાંથી નીકળેલી ગોળી વાગી છે. આ ઘટના મંગળવારે સવારે 4.45 બની હતી. ઓપરેશન કરીને તેમના પગમાં વાગેલી ગોળીને બહાર કાઢી લેવામાં આવી છે. હાલમાં ગોવિંદાની તબિયત સુધારા પર છે.

સપ્ટેમ્બર 29, 2024 10:33 એ એમ (AM)

views 70

પાકિસ્તાનની સરહદ પાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ નહીં થાય : ડૉ. એસ. જયશંકર

પાકિસ્તાનની સરહદ પાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ નહીં થાય અને તેના નિશ્ચિત પરિણામો આવશે તેમ વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે જણાવ્યું છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 79માં સત્રને સંબોધન કરતા તેમણે આ વાત કહી. ડૉ. જયશંકરે જણાવ્યું કે બંને દેશો વચ્ચે ઉકેલવા માટેના મુદ્દાઓમાં પાકિસ્તાન દ્વારા ગેરકાયેદસર ભારતીય વિસ્તારનો કબ્જો તેમજ આતંકવાદમાં તેની સંડોવણીને બંધ કરવા જેવા મુદ્દાઓ સામેલ છે. વિદેશમંત્રીએ પાડોશી દેશની ટીકા કરતા કહ્યું કે પાકિસ્તાનના દુષ્કૃત્યોથી અન્ય પાડોશી દેશોને પણ અસર થઈ છે. તેમણ...

સપ્ટેમ્બર 29, 2024 8:52 એ એમ (AM)

views 24

રાજ્ય સરકારે મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપી

નવરાત્રિ શરૂ થવાને આડે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે મોડી રાત સુધી ગરબા રમવાની છૂટછાટ આપી છે. જો કે મોડાં સુધી ગરબા ચાલુ રાખવાથી નજીકની હોસ્પિટલ કે કોઈ નાગરિકને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવા તાકીક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સત્તાવાળાઓ દ્વારા નવરાત્રિ દરમિયાન સામાન્ય રીતે 12 વાગ્યા સુધી જ ગરબા રમવાની મંજૂરી આપવામાં આવતી હોય છે. અમદાવાદ પોલીસે ગઈકાલે નવરાત્રિ દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે, તે અનુસાર શહેર પોલીસે 3 ઓક્ટોબરથી 11 ઑક્ટોબર સુધી એટલે ...

ઓગસ્ટ 6, 2024 10:55 એ એમ (AM)

views 15

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે ફિજીના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે દ્વીપક્ષીય બેઠક કરશે

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે ફિજીના રાષ્ટ્રપતિ રાતુ વિલિયમ માઇવલીલી કેતોનિવેર અને પ્રધાનમંત્રી સિતિવેની રાબુકા સાથે દ્વીપક્ષીય બેઠક કરશે. શ્રી મુર્મુએ આજે સવારે ફિજીની સંસદમાં સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ ગઈકાલે ફિજીની રાજધાની સુવા પહોંચ્યા હતા. જ્યાં ફિજીના પ્રધાનમંત્રીએ તેમને આવકાર્યા હતા. ફિજીના રાષ્ટ્રપતિએ શ્રી મુર્મુને ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતું. રાષ્ટ્રપતિએ બાદમાં ગાર્ડ ઑફ ઑનરનું નિરીક્ષણ કર્યું હતું. ફિજી યાત્રા બાદ રાષ્ટ્રપતિ મુર્મુ આવતીકાલથી ન્યૂઝીલેન્ડ્સનો પ્રવાસ કરશે. અહીં તેઓ ન્યૂઝી...

ઓગસ્ટ 5, 2024 2:47 પી એમ(PM)

views 28

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ફિજીના બે દિવસીય પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ફિજીના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. ફિજીના નાયાબ પ્રધાનમંત્રી વિલિયમ ગોવેકા અને પી.એસ. કાર્થિગેયાન તેમજ ફિજીમાં ભારતના ઉચ્ચાયુક્તે તેમનું સ્વાગ કર્યું હતું. શ્રી મુર્મુ 6 અને 7 ઑગસ્ટ દરમિયાન વિવિધ રાજકીય કાર્યક્રમો ભાગ લેશે. તેઓ ફિજીના રાષ્ટ્રપતિ વિલિયમ કાતોનિવેરે અને પ્રધાનમંત્રી સિતિવેની રેબુકા સાથે દ્વીપક્ષીય વાટાઘાટો કરશે. શ્રી મુર્મુ ફિજીની સંસદમાં સંબોધન કરવા ઉપરાંત ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરશે.

જુલાઇ 29, 2024 10:59 એ એમ (AM)

views 25

મુંદરા કસ્ટમ વિભાગે રાજકોટ સ્થિત વેપારી દ્વારા નિકાસ માટે લઇ જવાતા 110 કરોડ રૂપિયાના માદક દવાના જથ્થાને પકડી પાડ્યો

મુંદરા કસ્ટમ વિભાગે રાજકોટ સ્થિત વેપારી દ્વારા નિકાસ માટે લઈ જવાતા 110 કરોડ રૂપિયાના માદક દવાના જથ્થાને પકડી પાડ્યો હતો. મુંદરા કસ્ટમ વિભાગની સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચની ગુપ્ત બાતમી પરથી સક્રિય બનેલી કસ્ટમ અધિકારીની ટીમે 68 લાખ ગોળીનો આંતરરાષ્ટ્રીય બજારમાં 110 કરોડ રૂપિયાની કિંમતનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. આ જંગી જથ્થો જપ્ત કરીને કસ્ટમ અધિકારીઓએ રાજકોટ, ગાંધીનગર તેમજ ગાંધીધામ સુધી તપાસ લંબાવી હતી.

જુલાઇ 16, 2024 10:50 એ એમ (AM)

views 18

સુરતના ઉમરપાડામાં 14 ઇંચ સહિત રાજ્યના 181 તાલુકામાં વરસાદ વરસ્યો

રાજ્યના હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું છે. જે અનુસાર દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, તેમજ દાદારનગર અને હવેલીમાં રેડ અલર્ટની સ્થિતિ છે. જયારે આવતીકાલે આ જિલ્લાઓમાં ભારે વરસાદના જોતા ઑરેન્જ અલર્ટ જાહેર છે. આજથી બે દિવસ દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણઁદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ...